Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ ૧. કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે. ૨. મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે. ૩. મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે. શિવરાત્રી એટલે ભગવાન શંકરને એટલે કે શિવને સમર્પિત થવાનો દિવસ. દર મહિનાની વદ ચૌદસ શિવરાત્રી કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રી તરીકે […]

પ્રિય મિત્રો,  નમસ્કાર. ગુજરાતીલેક્સિકન દ્વારા તાજેતરમાં ટૂંકી વાર્તા તથા નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ. તેમાં સાહિત્યપ્રેમી મિત્રોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. ખૂબ જ સરસ કૃતિઓ મળી અને વિજેતાઓને પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા. તેની ઝળહળતી સફળતા જોતાં આવી જ બીજી એક ખુશખબર આપના સુધી પહોંચાડતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.   એક અનોખી ‘ઉપાડો તમારી કલમ’ ઓનલાઇન વાર્તા […]

ગત વર્ષ જાન્યુઆરી ૨૦૧૪ની જેમ આ વર્ષે ફરીથી ગુજરાત લિટરેચર ફેસ્ટિવલને માણવાનો અવસર સાંપડ્યો . ગુજરાતી સાહિત્યને નવા સ્વરૂપે જાણવાના અને નવી પેઢીમાં જાણીતી કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 30 અને 31 જાન્યુઆરી તથા 1 ફેબ્રુઆરીએ આ ફેસ્ટિવલ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સામે આવેલા કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે યોજાયો. આ વર્ષે ફેસ્ટિવલમાં કુલ […]

પહેલાં લગ્નોમાં ફટાણાં ગવાતાં. એમાં ક્યારેક અભદ્ર કોમેન્ટ સાથે ગીતો ગવાતાં, તો ક્યારેક ચાબખા મારતાં ફટાણાં હોય. જેને અમારા મિત્ર બંસલ, ‘મખમલ મેં લપેટ કે જૂતા મારના’ કહે છે તેવું હોય. ‘ઘરમાં નો’તી સોપારી તો શીદને તેડાવ્યા વેપારી મારા નવલા વેવાઈ’ આ મખમલ લપેટીને મારેલું જૂતું કહેવાય. પણ કેટલીક જગ્યાએ હલકી ભાષામાં પણ એ વખતે […]

તા. 13 જાન્યુઆરી 2015, મંગળવારના રોજ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ મુકામે સાંજના 5.30 થી 7.00 દરમ્યાન ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર દ્વારા ‘શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2006માં મુંબઈ મુકામે તા. 13 જાન્યુઆરીના જ દિવસે જાહેર લોકાર્પણ પામેલ  ગુજરાતીલેક્સિકન તેની સ્થાપનાના 9 વર્ષ પૂર્ણ કરી દસમાં વર્ષમાં પ્રવેશ […]

યુવાશક્તિના પ્રેરણાસ્રોત આદરણીય સ્વામી વિવેકાનંદજીનો  આજે  ૧૨ જાન્યુઆરીના રોજ ‘૧૫૧’ મો જન્મદિન છે. તેમનો જન્મદિન  દેશભરમાં ‘યુવાદિન’ તરીકે ઉજવાય છે. ચાલો, તેમના જન્મદિન નિમિત્તે તેમના પ્રેરણાદાયી જીવન અને વ્યક્તિત્ત્વથી પ્રેરિત થઈએ. સ્વામી વિવેકાનંદજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે.  જે કોઈપણ તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તેનું જીવન જ બદલાઈ જાય છે. […]

માનવમૂલ્યોના પ્રહરી સાહિત્યકાર અને સમાજસેવી શ્રી રઘુવીર ચૌધરીના જીવનકાર્યની વંદના કરતો કાર્યક્રમ : ‘કાચા સૂતરને તાંતણે’ સ્નેહીશ્રી, ગુજરાતી ભાષાના મૂર્ધન્ય-રસાળ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીના વ્યક્તિત્વની પરકમ્મા કરવા માટે, અમે મિત્રોએ શનિવાર, તા. ૧૦-૧-૨૦૧૫ના રોજ સાંજે ૫-૦૦ કલાકે, ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. સભાગૃહમાં એક આત્મીય કાર્યક્રમ યોજ્યો છે. રઘુવીરભાઈની ઉપસ્થિતિમાં એમનાં સ્નેહી-મિત્રો વૈવિધ્યસભર વ્યક્તિત્વ વિશે મન મૂકીને વાતો કરશે. […]

વર્ષ 2015ના પ્રારંભે તા. 3 જાન્યુઆરીને શનિવારની સવારે ગુજરાતીલેક્સિકન નિદર્શન કાર્યક્રમ ગોંડલ ખાતે યોજાયો. ગુજરાતીલેક્સિકન એટલે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ ઓનલાઈન ડિજિટલ શબ્દકોશ. તેના સ્થાપક આદરણીય શ્રી રતિલાલ ચંદરયાની ગુજરાતી ભાષાસેવાનો પરિચય કરાવતું વિશાળ વેબપોર્ટલ. તેના પ્રચાર-પ્રસાર તથા ભાષાના વિશાળ સ્રોતને લોકોપયોગી બનાવવા માટે શાળા-મહાશાળોમાં તેના વિવિધ સેવાકીય પ્રક્લ્પોનો પરિચય કરાવતું નિદર્શન અપાય છે. 13 જાન્યુઆરી […]

જીવી જવું એ જ માત્ર જીવનનો મકસદ નથી, પરંતુ અંત:પરિપૂર્ણતાને ખોજવી તે જીવનનો ઉદ્દેશ્ય છે. જીવન ભરચક હશે ત્યારે તમે નિષ્ફળતાના શિકાર નહીં બનો. જ્યારે તમે કોઈ સાથે સરખામણી કરશો ત્યારે તમને સામે તમારી નિષ્ફળતાનો માર્ગ દેખાવા લાગશે. કારણ સરખામણીમાં એકનું વધુ સારું હોવું ફરજિયાત છે. એ બહેતર શોધવાની રમત છે, સરખાપણું તારવવાની રીત નથી, […]

જીવનની માવજત

December 26th, 2014 by GujaratiLexicon Team | No Comments »

મનુષ્યજીવન પરમાત્માની સર્વોચ્ચ ભેટ છે. જીવે જેવાં કર્મો કર્યાં હોય તે પ્રમાણે તેને શરીરરૂપી સાધન પ્રાપ્ત થાય છે. શરીર પર કર્મોની સત્તા પ્રવર્તે છે અને કર્મના ફળદાતા ભગવાન છે. પિંડ અને બ્રહ્માંડનું સર્જન ઉપયોગ માટે છે. પણ શરીરને ભગવાને આપેલું સાધન માનવાને બદલે મનુષ્ય તેના પર પોતાની માલિકી સ્થાપે છે અને સત્કાર્યો માટે ઉપયોગ કરવાને […]