Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે યોજિત ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતાના કાર્યક્રમનું બીજું સત્ર આવતીકાલ એટલે તા. 31-8-2012ના રોજ યોજાનાર છે. આ સત્રનો વિષય છે ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું. રસ ધરાવતાં દરેક મિત્રો તેમાં ભાગ લઈ શકે છે. તો ચાલો વહેલાં તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લો. સ્થળ – ગુજરાતી સાહિત્ય પરિષદ […]

ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે તા. 22 થી 26 ઑગષ્ટ દરમ્યાન પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુસતકની ખરીદી પર 10% વળતર મળશે. આ પુસ્તકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી ઇલાબહેન ભટ્ટ અને શ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહેશે. રસ ધરાવતા સૌ મિત્રોને તેની મુલાકાત લેવાનું હાર્દિક આમંત્રણ છે.

જીવન ગૌરવ પુરસ્કાર

August 16th, 2012 by GujaratiLexicon Team | No Comments »

પ્રિય મિત્રો, દર વર્ષે મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરતી વ્યક્તિઓને જીવન ગૌરવ પુરસ્કાર એનાયત કરે છે. 2012ના પુરસ્કાર માટે પુરસ્કર્તાઓ : 1.ઇલા આરબ મહેતા (સાહિત્ય) 2.પિંકી દલાલ, સંપાદક, મુંબઈ સમાચાર (જર્નાલિઝમ) 3.કૌમુદી મુન્શી (સંગીત) અને સંસ્થાકીય એવોર્ડ માટે 4.પ્રગતિ મિત્ર મંડળ દરેક પુરસ્કારમાં 51,0000 રૂપિયા અને પ્રશસ્તિપત્રનો સમાવેશ કરેલ છે. આ […]

ગુજરાતી સાહિત્ય જગત આજે જાણીતા કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક શ્રી સુરેશ દલાલની ચિરવિદાયથી ખાલીપો અનુભવે છે. આજે ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર તેમની ખોટ અનુભવે છે. તેમણે રચેલી કૃતિઓ ઉત્કૃષ્ટ ક્ક્ષાની હતી . આ ઉપરાંત ઇમેજ પબ્લિકેશનના માધ્યમથી તેમણે ખૂબ ઉચ્ચ કક્ષાના પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ કરાવી આપ્યા છે. રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર કવિ શ્રી સુરેશ દલાલની આત્માને […]

તાજેતરમાં જ ગુજરાત વિશ્વકોશ ખાતે ધીરુબહેન પટેલનું એક વ્યકતવ્ય રાખવામાં આવ્યું હતું. ટૂંકાણમાં જો ધીરુબહેનનો પરિચય આપવો હોય તો એવું કહી શકાય કે પટેલ ધીરુબેન ગોરધનભાઈ (૨૫-૫-૧૯૨૬) : નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઊચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં […]

પ્રિય વાચક મિત્રો ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુકત ઉપક્રમે સાહિત્યકારો, લેખકો, પત્રકારો, અધ્યાપકો, શિક્ષકો, સાહિત્યરસિકો, ભાષાપ્રેમીઓ તથા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા-કમ્પ્યૂટરની અભિમુખતા માટે એક કાર્યશાળાનું નિ:શુલ્ક આયોજન થયું છે. જેના પ્રથમ સત્રની શરૂઆત તા ૧૭-૮-૨૦૧૨ને શુક્રવારથી થઈ રહી છે. આ અંગેની વધુ માહિતી આ સાથે જોડેલ ફાઇલમાંથી આપ મેળવી શકો છો. આ કાર્યશાળામાં આપ […]

તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ શ્રી હેમરાજ શાહ દ્વારા એક જાહેરાત કરવામાં આવી જે નીચે મુજબ છે – દર વર્ષે કવિ નર્મદના જન્મદિવસ એટલેકે 24 ઓગષ્ટના દિવસને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે એક ગુજરાતી સાહિત્યકૃતિ અને એક મરાઠી સાહિત્યકૃતિને ‘નર્મદ પુરસ્કાર’ એનાયત […]