Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

જીવનપલટો (વાર્તા )

July 6th, 2015 by GujaratiLexicon Team | No Comments »

બુંદેલખંડનો એક ભયંકર ડાકુ મોહનસિંહ આખા પ્રદેશમાં ત્રાસ વર્તાવી રહ્યો હતો. રાજ્યની પોલીસ એને પકડી શક્તી ન હતી. તેણે પોતાની એક ટોળી બનાવી હતી. એ નવજુવાન હતો. તેના વતનના ગામના નગરશેઠે જૂના લેણા પેટે એની જમીન-જાગીર પડાવી લીધી અને તેના બાપને ખૂબ હેરાન કરેલો તેથી મરતી વખતે એના બાપને જીવ જતો ન હતો એ વખતે […]

એક સુંદર ગામ હતું. ગામમાં એક સુંદર શાળા. આ શાળામાં એક બહુ જ ભલા, જ્ઞાની અને રમૂજી સ્વભાવના શિક્ષક શાંતિલાલ રહે. શંતિલાલ બાળકોને પ્રેમથી ભણાવે. સારી-સારી વાર્તાઓ કહે. તેમની વાતો સાંભળી તોફાની છોકરાય શાંત થઈ જાય. એક દિવસ શાંતિલાલ સાહેબે એક સુંદર વાર્તા કહી. આ વાર્તા હતી મહાભારતના સમયની. શાંતિલાલે કહ્યું : એક મહાન રાજા […]

એક રૂપિયો

March 18th, 2014 by GujaratiLexicon Team | No Comments »

એક રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય પુત્રો પુખ્ત ઉંમરના થયા છે. રાજા વૃધ્દ્ર થવા લાગ્યા છે. રજવાડાના નિયમ પ્રમાણે જ્યેષ્ઠ પુત્ર રાજગાદીનો વારસ બને, પરંતુ રાજા આ પ્રણાલીમાં માનતા નથી. રાજ્યશાસન ચલાવવાની લાયકાતવાળો પુત્ર રાજા બને તેવું તેઓ ઈચ્છે છે. તેમણે પોતાના મનની વાત ગુરુને કહી. ગુરુએ કહ્યું,”રાજન, તે માટે કસોટી કરીએ.” ત્રણેય પુત્રોને બોલાવવામાં […]

આરવનો દોસ્ત-ટીચર

February 4th, 2014 by GujaratiLexicon Team | No Comments »

આરવ ભણવામાં મધ્યમ હતો. એની મમ્મી આરતીબહેને એના માટે ટયૂશન અંગે વિચાર્યું. ઘરે પ્રાઇવેટ ટયૂશન મોંઘું પડે એમ હતું. એટલે ક્લાસીસમાં મૂકવાનો વિચાર કર્યો, પરંતુ ક્લાસીસમાં ય શાળાની જેમ વધારે છોકરાં ભણતાં હોય એટલે આરવ મન દઈ ભણી ન શકે, એવું આરતીબહેનને લાગ્યું. બાજુની સોસાયટીમાં હીનાબહેન ઘરે પાંચ-સાતની નાની બેચ બનાવી ભણાવતાં હતાં. આરતીબહેને આરવને […]

છોકરીઓનું કામ

November 11th, 2013 by GujaratiLexicon Team | No Comments »

નાના તપસ્વીને કચરો વાળતો જોઈ પડોશમાં રહેતા સવિતાબહેન ટીકા કરતાં કહેવા લાગ્યાં, ‘લો કમળાબહેન, તમારે તો છોકરી ઘરમાં જ છે. તપસ્વી, તને કચરો વાળતાં શરમ નથી આવતી? આવાં ઘરનાં કામ તો છોકરીએ કરવાનાં હોય. છોકરાઓએ તો કમાવવાનું હોય, વટ મારવાનો હોય, રુઆબ કરવાનો હોય. તું તો સાવ છોકરી છે છોકરી!’ તપસ્વીથી રહેવાયું નહીં, તે બોલી […]

રાજા અકબરના પાંચ સવાલ

September 13th, 2013 by GujaratiLexicon Team | No Comments »

બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો. એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી દરબારમાં આવ્યા ન હતા. અત્યંત મહત્વપૂર્ણ એવી દરબારી કાર્યો પર ચર્ચા ચાલી રહી હતી કે અચાનક અકબરને ન […]

એક સુંદર મજાનું ગામ હતું. તે ગામમાં જયેશ તેના માતા-પિતા તથા તેના દાદા સાથે રહેતો હતો. જયેશને તેના દાદા ખૂબ જ પ્રેમ કરતા અને જયેશને દરરોજ રાત્રે સૂતી વખતે બાળવાર્તાઓ કહેતા. બાળવાર્તાઓ સાંભળીને જ સૂઈ જવું તેવો નિત્યક્રમ બની ગયો હતો. દાદા જે વાર્તા કહેતા તે જયેશ યાદ રાખતો અને તે વાર્તાઓ તેના શાળાના વિદ્યાર્થીમિત્રોને […]