Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આળસુ ઊંટ એક હતું જંગલ . તેમાં એક ઊંટ રહે. આ ઊંટે ખૂબ તપ કર્યું. અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન બોલ્યા, ‘હે ઊંટ ! તારા પર રાજી થયો છું, બોલ તારે શું જોઈએ ? ઊંટ બોલ્યું, ‘ હે ભગવાન ! મને ચારસો માઈલ લાંબી ડોક આપો. કારણ કે ખોરાકની શોધમાં મારે દૂર-દૂર જવું પડે છે. […]

મિત્રો, ગયા રવિવારે ‘સંદેશ ‘, સંસ્કાર પૂર્તિ ‘ચિંતનની પળે’ કોલમ અંતર્ગત શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો એક ચિંતનભર્યો લેખ વાંચ્યો. આપણા વ્યક્તિત્વ વિકાસ અને જીવન વિકાસમાં ઉપયોગી બને તેવો આ પ્રેરક લેખ લાગ્યો. તેનું શીર્ષક એમણે તો આ પ્રમાણે રાખ્યું હતું : તારે હવે કેટલાની સલાહ લેવી છે ? આમ જુઓ તો  લેખને બિલકુલ અનુરૂપ આ શીર્ષક છે, […]

મિત્રો, ગઈ કાલે તા. 21 જૂનના દિવસે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિના અપૂર્વ ગૌરવ સમાન  વિશ્વ યોગ દિવસની ભવ્યતાપૂર્વક ઉજવણી થઈ. ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ધરોહર અને દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિવર્ષ 21મી જૂનને વિશ્વ યોગ દિન ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે.  જે અન્વયે દુનિયાભરમાં તથા  સમગ્ર દેશની સાથે ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓ તથા શહેરોમાં પણ […]

સ્નેહીમિત્રો, પુરુષોત્તમ માસ તા ૧૭ જૂનથી શરૂ થઈ ગયો છે અને ૧૬ જુલાઈને બુધવારના રોજ પૂર્ણ થાય છે. બુધવારથી શરૂ થયેલા અષાઢ અધિક માસનું શસ્ત્રોમાં અનેરું મહત્ત્વ માનવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં પંંચાંગના આધારે ધાર્મિક તહેવારો વ્રત, ઉપવાસ અને જપ-તપ વગેરેનો એક આધાર જાણવા મળે છે. ચંદ્ર માસ અને સૌર માસમાં દર ત્રણ વર્ષે ૨૩ થી ૨૭ દિવસના વધારાની પૂર્તિ કરવા […]

વેદો એ મનુષ્ય જીવનના ઉત્તમ માર્ગદર્શકો છે. વેદો માત્ર પૂજા કરવાને લાયક ધર્મગ્રંથો છે – એક એવો ભ્રમ લોકોમાં ભરેલો છે. ખરેખર એવું નથી. એ તો આપણા રોજબરોજના જીવનની ખૂબ પાસે છે. વેદોમાં ઉપાસનાની સાથે સાથે સમાજ વ્યવસ્થા, આરોગ્ય-ચિંતન, કુટુંબભાવ વગેરે વિષયો પર અનેક બાબતો પ્રગટ થઈ છે. અહીં ઋષિ વિનોબાજી વેદોના સારરૂપ કેટલાક મંત્રો વિશે અત્યંત સરળ ભાષામાં પોતાની વાતો […]

બાળકવિતાઓ લખાવાની શરૂઆત ૨૦૦ વર્ષ પહેલાં બ્રિટનમાં થઈ હતી અને આ જ દોરમાં અત્યાર સુધીની સૌથી લોકપ્રિય બાળકવિતા ટ્વીન્કલ ટ્વીન્કલ લિટલ સ્ટાર…નું સર્જન થયું હતું. તેમ બ્રિટિશ વિવેચક, કવિ અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપક પ્રો.જોહ્ન ડ્રયુનું કહેવું છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ દરમ્યાન પ્રો.ચં.ચી.મહેતાના શિષ્ય રહી ચૂકેલા પ્રો.ડ્રયુનો ટ્વીંકલ ટ્વીંકલ લિટલ સ્ટાર…પર વિદ્યાર્થીઓ સાથે એક વાર્તાલાપ યોજાયો […]

પ્રતિષ્ઠાની પગદંડી

June 8th, 2015 by GujaratiLexicon Team | No Comments »

આજે દરેક ક્ષેત્રમાં કાર્ય કરનાર વ્યક્તિ પ્રતિષ્ઠા, કીર્તિ, નામના ઝંખે છે. તે કાર્યક્ષેત્ર સાહિત્યનું હોય, શિક્ષણનું હોય, વિજ્ઞાનનું હોય, રાજનીતિ, સમાજ, નોકરી-વ્યવસાયો કે પછી ભલે ને સેવા કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય…દરેકમાં પ્રતિષ્ઠા વાંછના જોવા મળે છે. આ પ્રતિષ્ઠાની પગદંડી ક્યારેક કાંટાળી પણ હોઈ શકે અથવા સરળ-સુગમ પણ હોઈ શકે. આ માર્ગો સફળતાપૂર્વક પાર કરનારાઓ કીર્તિ […]

કમ્પ્યૂટરનો પરિવાર

June 4th, 2015 by GujaratiLexicon Team | No Comments »

મિત્રો, ચારેક દિવસો પહેલાં સાહિત્યના વાંચન દ્વારા આ એક સુંદર લેખ હાથ લાગ્યો છે. બદલાતા વિશ્વ સાથે કેટલીક વસ્તુઓનું રૂપાંતરણ થઈ રહ્યું છે તેની અહીં વાત છે. ટેક્નોલૉજીની દુનિયાની હરણફાળે પગપાળા ચાલતા માનવીને છેક ચંદ્ર સુધી પહોંચાડી દીધો એ વાત તો આપણે જાણીએ જ છીએ….તેમાંય કમ્પ્યૂટર ક્ષેત્રે જે ક્રાંતિ થઈ અને થઈ રહી છે તે નોંધપાત્ર […]

મિત્રો, બાળવાર્તાના શીર્ષક હેઠળ મળેલી આ એક વાર્તા મને ખરેખર ગમી . આ વાર્તાની રજૂઆત અને શૈલી ભલે બાળવાર્તાની લાગે. પણ મને તો આ એક સરસ સામાજિક વાર્તા લાગી. આજથી 70 – 80 વર્ષ પહેલાંનો કૌટુંબિક સમાજ, તેમાં ઘરમાં વડીલોની મર્યાદા, મોભો જળવાતો. મોટા ભાગે આ મર્યાદાઓનું, નીતિ-નિયમોનું સૌ કોઈ પાલન કરતા. આ સામાજિક સંબંધોમાં […]