Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ઘરમાં પુત્રની પધરામણી થાય છે. સર્વના હૈયામાં હર્ષની હેલી વરસે છે. પુત્રનાં રૂપરંગ જોઈ, તેનું વિશાળ કપાળ, નમણો ચહેરો, હસતું મુખ વગેરે જોઈ વૃદ્ધો કહી દે છે. ‘છોકરો ભાગ્યશાળી છે.’ નવી પેઢીના બાળકો પૂછે છે, ‘આપે શા ઉપરથી આ કહ્યું?’ વૃદ્ધ પછી તે ડોસો હશે કે ડોસી તરત જ કહી દેશે, ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય.’ […]

બ્રાહ્મણ દેવતા કહેવાયો છે. એને પૂજ્ય ગણવામાં આવ્યો છે. પ્રાચીન સામાજિક વ્યવસ્થામાં બ્રાહ્મણનું સ્થાન અતિ ઉચ્ચ રહ્યું હતું. તે સમયના રાજવીઓ–શ્રીમંત શાહુકારો પણ બ્રાહ્મણનો આદર રાખતાં. તેમના શબ્દ વચનને માન આપતાં. અને આથી જ તે સમયની કહેવતે કહ્યું હતું કે “બામન વચન પરમાન.’ બ્રાહ્મણની વાતને જ પ્રામાણિક માનવી જોઈએ. વિષ્ણુ ધર્મસૂત્રે પણ આજ છે – […]

આગળ જણાવ્યું તેમ ‘તિસમારખાં‘ નામ ત્રીસને મારનારો ખાં–એટલે કે ત્રીસને મારનારો માનવી–એના ઉપરથી આવ્યું છે. અહીં સંખ્યા માત્ર ત્રીસની જ કહી છે. અને એટલે જ તેના ઉપરથી ‘તિસમારખાં‘ નામ પડ્યું છે. બડાઈ કરનારો–શેખી મારનારને આપણી કહેવતે તિસમારખાં નામથી નવાજ્યો છે. આવા ‘તિસમાર ખાં‘ની એક કહેવત વાર્તા આપણે આગળ જોઈ. બીજી પણ આવી કેટલીક વાર્તાઓ છે […]

એક પરદેશી ગવલીએ પરદેશમાં જઈને દુધ વેચવાનો ધંધો શરૂ કર્યો. ઘણા વર્ષો સુધી તેનો વેપાર સારી રીતે ચાલ્યો એટલે તેની પાસે પુષ્કળ દ્રવ્ય એકઠું થયું. પરંતુ તેની એક ખાસ ટેવ હતી કે તે રૂપીયા અને સોના મહોરો જ એકઠી કરતો. નોટોનાં કાગળીયાં તે કદી લેતો નહિ. આ પ્રમાણે તેણે રૂપીયા અને સોનામહોરોથી એક થેલો ભર્યો […]

ગામડું ગામ ઇમાં મનુ મહારાજ કરીને બ્રાહ્મણ રહે. એક દિવસની વાત છે. ઓરડાના ઉંબરા ઢૂકડો ચાકળો નાખીને બેઠેલા મનુ મહારાજ આગળ પીરસેલી થાળી મૂકીને જેવાં ગોરાણી રસોડા ભણી વળ્યાં એવા જ મહારાજ બોલ્યા : ‘વાહ, વાહ, વાહ વાહ! શું તારા પગની પાની છે? હાલે છે ત્યારે કંકુકેશરનાં પગલાં પડે છે. બોલે છે ત્યારે બત્રીસ પાંખડીનાં […]

કહેવતકથા – ખીચડી

January 12th, 2011 by GujaratiLexicon Team | No Comments »

આ એક સહેલું–સસ્તું–સ્વાદિષ્ટ અને તરત જ ચડી જાય તેવું ભોજન છે. ગરીબોને ગમે તેવું – વૃદ્ધોથી ચાવી શકાય તેવું. મકર સંક્રાન્તિ પર ખીચડીનું દાન કરવું તેનું મોટું પુણ્ય છે. તે દિવસે ઘણાં ખીચડી પણ ખાય છે. આ ખીચડી પણ કહેવતમાં ઝડપાઈ છે. કહે છે કે ખીચડીના મિત્ર ચાર છે. ખીચડી કે ચાર યાર. પાપડ–દહીં–ઘી અને […]

માની મમતાને છેડો નથી ‘કુપુત્રો થાય; પણ માતા કદી કુમાતા થતી નથી.’ આ એક પ્રાચીન સંસ્કૃત સૂક્તિ છે. માતાને પેટે ભલે ગમે તેવો પુત્ર પાક્યો તો પણ એને પોતાનો ‘લાલ‘-‘મણિ‘ સમજી પાલણપોષણ કરવાની જ. માતા પુત્રનું ક્યારેય પણ અહિત કરશે નહિ. એ તો સદા તેની ચાહના જ કરવાની. તેનું શુભ જ ઇચ્છવાની. માતાના વિશાળ હૈયાને […]

શિયાળાની સવાર

January 7th, 2011 by GujaratiLexicon Team | No Comments »

શિયાળાની મોસમમાં સવારે વાતાવરણ એકદમ ખુશનુમા હોય છે. વળી ઓક્સિજનનું પ્રમાણ પણ વધુ હોય છે. તથા ઓઝોનનું સ્તર પણ નીચે ઉતરે છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. આવા સમયનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે આપણે વહેલા ઊઠીને લટાર મારવા જઈએ. વળી, હાલની લોકોની લાઈફસ્ટાઈલ પર નજર નાખીએ તો તેમાં વઘુ પડતો આરામ અને […]

ખુરસીને જ માન છે. શાહ કમીશન આગળ જે જુબાનીઓ રજો થઈ છે તેમાં સત્તા જ સર્વોપરી જણાઈ છે. સશક્ત, વગદાર, મોભ્ભાવાળા માનવીઓને પણ નાના–અદના–સાધારણ પરન્તુ સત્તા સ્થાને બેઠેલા માણસોએ હેરાનપરેશાન કર્યાના અનેક દાખલાઓ આપણે જોયા જાણ્યા છે. ‘સત્તા આગળ શાણપણ નકામું‘ એ કહેવત પણ જાણવા અને સમજવા જેવી છે. જેમ અકુલિન–પ્રપંચી–દગાબાજ પણ શ્રીમંત માનવી પૂજાય […]

ભણકાર – નાથાલાલ દવે

January 3rd, 2011 by GujaratiLexicon Team | No Comments »

નીંદરની ચાદર ઓઢી, જાયે સંસાર પોઢી, ……………….. આકાશે રેલાયે અંધાર જી; કોણ રે આવીને ત્યારે મારી વીણાના તારે, ……………….. આવા તે જગાડે ઝંકાર જી ? નીંદ મારી જાય તૂટી, બેસું પથારીમાં ઊઠી, ……………….. જાણું ના શાના આ ભણકાર જી; નજરૂં ત્યાં પાછી વળે, આશા મારી ના ફળે, ……………….. દષ્ટિ તો પામે ના દીદાર જી. ગુંજે […]