Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

જૂના જમાનાથી આ વાત લોકકંઠે રમતી આવે છે. અમરેલી જિલ્લામાં વડિયા નામે નાનું એવું ગામ. ઈ ગામમાં શંભુ મહારાજ કરીને ગરીબ બ્રાહ્મણ રહે. બ્રાહ્મણ ઉપર ભગવાન રૂઠેલા એટલે વસ્તારવેલો પણ મોટો. ભાગ્યશાળીને ઘેર છ દીકરીયું ને ત્રણ દીકરા. વિધાત્રીએ કરમની રેખા જરીક અવળી પાડેલી એટલે ખોરડે અઢાર ગાડાં ભૂખ ભરી છે. ઘરમાં ખાવાપીવાનું ન મળે, […]

આર્યસત્ય = બુદ્ધે જણાવેલાં ચાર મહાન સત્યો-દુ:ખ, સમુદય, માર્ગ અને નિરોધ ચાર વેદ = ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ કેટલાક મોગલ બાદશાહો = બાબર, અકબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ શાસ્ત્રીય નૃત્યના પ્રકાર = કથ્થક-કથકલી, ભરતનાટ્યમ, ઑડિસી શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ = કાલિંદી, ભદ્રા, મિત્રવિંદા, રુકમણી, સત્યભામા, જાંબુવતી, સત્યા ચંદ્રક = સાહિત્યકારોને તેમની વિશિષ્ટ કૃતિઓ માટે અપાતો ચંદ્રક […]

લોકગીત – સોના વાટકડી

October 25th, 2010 by GujaratiLexicon Team | No Comments »

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા, લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા. પગ પરમાણે, કડલાં સોઇં રે, વાલમિયા, કાંબિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. કેડ પરમાણે ઘાઘરો સોઇં રે, વાલમિયા, ઓઢણીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. હાથ પરમાણે ચૂડલા સોઇં રે, વાલમિયા, ગૂજરીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. ડોક પરમાણે, ઝરમર સોઇં રે, વાલમિયા, તુળસીની […]

આપણા ચીનુભાઈ તો તેમના હવાઈમહેલ સ્વપ્નસૃષ્ટિમાં રચવામાં એવા તો મશગૂલ થઈ ગયા કે વાતના પૂછો. તેઓ તેમના ઘરના ઓટલા ઉપર બેસેલા હતા અને બાજુમાં જ તેમનો ડંડો પડ્યો હતો અને સ્વપ્નમાં રાચતા ચીનુભાઈ એવા તો રંગમાં આવી ગયા કે ડંડો ઉઠાવ્યો અને લાગ્યા વીંઝવા જાણે કે તેઓ તેમની સ્વપ્નકુમારી સાથે રાસ રમી રહ્યા હોય. એ.એ… […]

ધૂળનોય ખપ પડે. આપણી એક બહુ જ જૂની ઘરડાંના સમયની કહેવત છે – સંઘર્યો સાપ પણ કામ આવે. આ કહેવતનું તાત્પર્ય એ છે કે દુનિયામાં કોઈ ચીજ નકામી નથી. ગમે ત્યારે પણ તે ઉપયોગી થઈ પડે છે. આજ કહેવતને મળતી બીજી પણ એક કહેવત છે. ધૂળનોય ખપ પડે કોઈ પણ ચીજ નકામી નથી તે વાતને […]

જે જાગે છે એ પામે છે. આપણા વેદોમાં પણ અનેક સૂક્તિઓ કહેવતો છે કે જે આપણને સદા જાગ્રત–પ્રયત્નશીલ અને કાર્યરત રાખવા પ્રેરે છે. આવી કેટલીક કહેવતોમાંથી, બે કહેવતો અહીં હાલ લઈએ. એ છે–જે જાગે છે એ પામે છે અને બીજી છે – ‘ચાલતો રહે ચાલતો રહે.’ જે જાગ્રત હોય છે તે જ સફળ જીવનનો સ્વામી […]

સંસ્કૃતવાણી

October 4th, 2010 by GujaratiLexicon Team | No Comments »

ૐ નમ: સિવાય  = શિવને નમસ્કાર મંગલમ સદા કૂર્યાત = સદા મંગલકારી બનો ! અહિંસા પરમો ધર્મ: = સર્વોત્તમ ધર્મ અહિંસા છે અહો રૂપમ અહો ધ્વનિ = એકબીજાની પ્રશંસા કરવી તે મિચ્છામિ દુક્કડમ = મારું દુષ્કૃત મિથ્યા થાઓ ! (દુષ્કૃતને અંગે ક્ષમા યાચવા જૈનોમાં આ બોલ વપરાય છે.) આચાર્ય દેવો ભવ = આચાર્ય દેવ સમાન […]

વિશિષ્ટ જ્ઞાન

October 1st, 2010 by GujaratiLexicon Team | No Comments »

એક, બે, ત્રણ, ચાર, પાંચ કે તેથી વધુ શું શું છે? એક ઈશ્વર, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ધર્મ, વચન રાજા તો એક જ – મેઘરાજા રાણી પણ એક જ – વર્ષારાણી બે અયન :  ઉત્તરાયન; દક્ષિણાયન અવયવ :  બે હાથ બે પગ બે કાન બે આંખ અવસ્થા : પૂર્વા; ઉત્તરા પક્ષ :  શુકલ(સુદ); કૃષ્ણ ત્યાગ : […]