Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આજે મોબાઇલ યુગમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ઉપયોગીતા, જરૂરિયાત અને પસંદ પ્રમાણેની ઍપ્લિકેશન પોતાના ફોનમાં ડાઉનલોડ કરે છે. હાલમાં સૌથી વધુ પ્રચલિત અથવા લોકપસંદની જો ઍપ્લિકેશન હોય તો તે ફોટો / ઇમેજને લગતી ઍપ્લિકેશન છે ત્યાર બાદ ગેમને લગતી ઍપ્લિકેશનનું સ્થાન આવે છે. કેટલીક એવી પણ ઍપ્લિકેશન હોય છે જે તમારું જ્ઞાન વધારતી હોય છે […]

મોબાઇલમાં ગુજરાતી વંચાવું જોઈએ એ એક જરૂરિયાત છે, પણ આ જરૂરિયાત જે લોકોને છે બે પ્રકારના છે : એક, એવા લોકો જેમની જરૂર વૉટ્સઍપમાં આવેલા ગુજરાતી મેસેજિસ વાંચવા પૂરતી હોય. લોકો સ્માર્ટફોનના જૂના જોગી હોય અને સ્માર્ટફોન ખરીદતી વખતે જરૂરી સ્પેસિફિકેશન્સની એમની યાદીમાં ગુજરાતી ફૉન્ટની જરૂરિયાતનો ક્રમ ઘણો નીચે હોય. બીજો પ્રકાર એવા લોકોનો છે, […]

સમયનો મિજાજ વિચિત્ર હોય છે. સમયની ફિતરત અવળચંડી છે. સમય કાયમ માટે મિત્ર પણ હોતો નથી અને હંમેશ માટે શત્રુ પણ હોતો નથી. સમય કયારેક સાથીદારના રૂપમાં મોજૂદ હોય છે તો ક્યારેક એ જ સમય હરીફ બનીને સામે આવીને ઊભો રહી જાય છે. સમય આપણને ચેલેન્જ આપતો રહે છે. પડકારને જે સ્વીકારી નથી શકતો એને સમય હરાવી દે […]

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ ઈ.સ. પૂર્વે ૫૯૯માં કુંડલપુર વૈશાલી (બિહાર)ના ક્ષત્રિય પરિવારમાં સિદ્ધાર્થ અને ત્રિશલાદેવીને ત્યાં ચૈત્ર સુદ તેરસે ત્રીજા સંતાનરૂપે જન્મ લીધો હતો. તેમનાં માતા-પિતા જૈન ધર્મના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ કે જેઓ મહાવીર સ્વામીથી ૨૫૦ વર્ષ પહેલાં થઈ ગયા તેમનાં અનુયાયી હતાં. મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું હતું. જ્યારે વર્ધમાન […]

પર્વાધિરાજ પર્યુષણ

September 10th, 2015 by GujaratiLexicon Team | No Comments »

ક્રોધ-માન-માયા-લોભ વગેરે આંતરશત્રુઓને દૂર હટાવનાર – આત્માને નિર્મળ બનાવનાર અને આત્મા સાથે જોડતું  પર્યુષણ પર્વ પર્વાધિરાજ તથા શિરોમણિ પર્વ છે. આથી જ પર્યુષણને અનેક ઉપમાઓ આપી છે; જેમકે અમૃતની (ઔષધમાં શ્રેષ્ઠ), જેમ કે કલ્પવૃક્ષની (વૃક્ષમાં શ્રેષ્ઠ), જેમ કે ચંદ્રની (તારાઓમાં શ્રેષ્ઠ). જેમ સુગંધ વગર ફૂલ કામનું નથી અને શીલ વિના નારી શોભતી નથી. તેમ પર્યુષણ […]

અવનવી જાણકારી

September 7th, 2015 by GujaratiLexicon Team | No Comments »

મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની ભૂમિ જ કેમ પસંદ કરાઈ…? જ્યારે મહાભારતનું યુદ્ધ ટાળવાનું અશક્ય થઈ પડ્યું ત્યારે યુદ્ધ માટે યોગ્ય સ્થળ શોધવાનું ભગવાન શ્રીકૃષ્ણને કહેવામાં આવ્યું. મહાભારતનું યુદ્ધ ધર્મ માટે હતું. ભગવાન શ્રીકૃષ્ણ નહોતા ઇચ્છતા કે કૌરવો અને પાંડવો વચ્ચે લાગણીવશ કોઈ સંધિ થાય, માટે શ્રીકૃષ્ણે પોતાના દૂતોને અનેક દિશામાં અતિ ક્રૂર ઇતિહાસ ધરાવતી ભૂમિ […]

સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્ત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા,  ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને  આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર –‘શિક્ષક દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષકગણ સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે. 5 મી સપ્ટેમ્બરના […]