Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું. કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને […]

ઉમાશંકર જોષી

July 22nd, 2013 by GujaratiLexicon Team | No Comments »

દર વર્ષે 21 જુલાઈનો દિવસ ઉમાશંકર જોષીના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે અને ગઈકાલ એટલે તા. 21-07-2013ના દિવસે ઉમાશંકર જોષીનો 102મો જન્મદિવસ હતો ત્યારે તેમની જન્મજયંતી પર તેમના જીવન વિશેની ટૂંકી માહિતી જાણીએ. સ્વ. શ્રી ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર હતા તે ઉપરાંત ઉત્તમ સર્જક, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, […]

એક સુંદર મજાનું ગામ હતું. તે ગામમાં જયેશ તેના માતા-પિતા તથા તેના દાદા સાથે રહેતો હતો. જયેશને તેના દાદા ખૂબ જ પ્રેમ કરતા અને જયેશને દરરોજ રાત્રે સૂતી વખતે બાળવાર્તાઓ કહેતા. બાળવાર્તાઓ સાંભળીને જ સૂઈ જવું તેવો નિત્યક્રમ બની ગયો હતો. દાદા જે વાર્તા કહેતા તે જયેશ યાદ રાખતો અને તે વાર્તાઓ તેના શાળાના વિદ્યાર્થીમિત્રોને […]

  આજે રોજે રોજ અવનવા ગુજરાતી બ્લોગ બ્લોગ વિશ્વમાં ઉમેરાતા જાય છે. તેમાંના કેટલાક મૌલિક લખાણોથી ભરપૂર હોય છે તો કેટલાક કોઈ માહિતી આપતાં બ્લોગ હોય છે. આ જ બ્લોગ જગતમાં જુલાઈ મહિનાથી પગરણ કરનાર એક બ્લોગ વાચકોનું ધ્યાન દોરે એમ છે. એનું કારણ ફક્ત એટલું જ છે કે આજે ભાષાના શબ્દોનો કેવી રીતે ક્યાં […]

માતૃભાષાનો મરજીવો એકાણુમાં વર્ષે પણ રતિભાઈ ચંદરયાનો માતૃભાષા ગુજરાતી ભાષા માટેનો પ્રેમ અડગ અને અણનમ છે. બધિરતાને કારણે કાને સહેજે સાંભળી શકતા નથી. અમુક દિવસના ગાળા બાદ નિયમિત રૃપે ડાયાલિસિસ કરાવવું પડે છે. આંખે પણ પ્રમાણમાં ઓછું જોઈ શકે છે. શરીર આવું જીર્ણ બન્યું છે, પણ એમનો ઉત્સાહ તો એ જ પ્રકારે અદમ્ય છે. ગુજરાતી […]

http://bazmewafa.wordpress.com/ ઉપર દર્શાવેલ બઝમેવફા બ્લોગની મુલાકાત લેશો. તે એક પ્રકારનું ઇ-મેગેઝીન છે. જેના તંત્રી મોહમ્મદઅલી ભૈડુ’વફાજી છે. જેમાં ગુજરાતી, ઉર્દૂ અને હિંદીમાં વિવિધ માહિતી દર્શાવેલી છે. http://arzewafa.wordpress.com/ સાથે ઉપર દર્શાવેલ અર્ઝેવફા ઉર્ફે બાગેવફા-ગુજરાતી બ્લોગની મુલાકાત લેશો. જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય સંબંધિત વિવિધ માહિતીનો સમાવેશ કરેલ છે.

લોકકોશ-ભાષાની‌ આશા

July 4th, 2013 by GujaratiLexicon Team | No Comments »

આઝાદી પછી ગુજરાત રાજ્ય, બૃહદ મુંબઈ રાજ્યનો જ એક ભાગ હતો. 1લી મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલાતા વિસ્તારો અલગ પાડીને ‘ગુજરાત રાજ્ય’ની સ્થાપના કરવામાં આવી. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં 26માં ક્રમે આવે છે. આમ, ગુજરાતી બોલનારાની સંખ્યા અઢળક હોવા છતાં શબ્દકોશોમાં સંગ્રહાયેલું ગુજરાતીનું શબ્દભંડોળ અંગ્રેજી કરતાં […]