Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આજ રોજ તારીખ ૨૮ નવેમ્બરના રોજ જાણીતા સાહિત્યકાર શ્રી કરસનદાસ માણેકનો જન્મદિન છે. ચાલો, તેમના જીવન અને કવન વિશેનો ટૂંકમાં પરિચય મેળવીએ. પરિચય કરસનદાસ નરસિંહ માણેક, ‘વૈશંપાયન’ (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ […]

ગુલાબના છોડમાં કાંટા  હોય છે, તેનો કકળાટ ન કરો; કાંટાના છોડમાં ગુલાબ ઊગ્યું છે, તેનો ઉત્સવ કરો. – અરબી કહેવત આપણી પાસે જે નથી તેના માટે આપણે હંમેશાં ફાંફાં માર્યા કરીએ છીએ અને જે છે તેનું મહત્ત્વ કરવાનું ચૂકી જઈએ છીએ. જે નથી તેની લાયમાં ને લાયમાં જે છે તેનું પણ મહત્ત્વ ગુમાવી બેસીએ છીએ. […]

આનંદીબેન મફતલાલ પટેલ ભારતીય રાજકારણી અને ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન છે. તેણી સને ૧૯૮૭ થી ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય છે. તેણીએ ગુજરાત સરકારમાં સને ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેતા છે. હાલમાં, તેણી સૌથી વધુ સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના […]

ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ સાધના સાપ્તાહિકમાં ગત ૧૫ નવેમ્બરના અંકમાં ગુજરાતીલેક્સિકોનની ખૂબ સુંદર કવર-સ્ટોરી છપાઈ. પોતાના વિવિધ શબ્દકોષ, ગુજરાતી સાહિત્ય તથા અન્ય ગુજરાતી પ્રકલ્પો દ્વારા ગુજરાતી ભાષાની અમૂલ્ય સેવા બજાવનાર ગુજરાતીલેક્સિકોન વેબસાઈટની મુક્ત કલમે પ્રસંશા થઈ છે. સાધન સાપ્તાહિકના મદદનીશ એડિટર તથા લેખક – પત્રકાર શ્રી રાજ ભાસ્કરની કલમે કોતરાયેલ ગુજરાતીલેક્સિકોનની શબ્દરૂપ પ્રતિમા અત્રે પ્રસ્તુત કરું […]

આજ 14 નવેમ્બર, આ દિવસ આખા દેશમાં બાળદિન તરીકે ઊજવવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. તેમને બાળકો ખૂબ જ વહાલાં હતાં, તેથી તેમનો જન્મદિવસ બાળ દિન તરીકે ઊજવાય છે. બાળદિન નિમિત્તે ચાલો ફરી બાળક બનીએ….. મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , […]

એક હતું સરોવર; મોટા દરિયા જેવડું, એને કાંઠે એક મોટો વડ હતો. એની ઉપર એક કાગડો રહે. કાગડો તો કાળો મેશ; એક આંખે કાણો ને એક પગે ખાંગો, કાગડો બોલે : “કો-કો.” કાગડો ઊડે તો જાણે પડ્યો કે પડશે. તોય કાગડાનો ગો માય નહિ. મનમાં તો એમ કે, મારા જેવું કોઈ ના ઊડે, મારા જેવું કોઈ ના […]

૪૦ વર્ષ પહેલાં ‘‘સરિતા’’ નામ પાડવા બદલ એને મા પર ગુસ્સો આવતો. ખાબોચિયા જેવું પોતાનું જીવન અને નામ સરિતા! એને પોતાના લટકતા હાથ અને લંગડાતા પગની ચીડ ચડતી. પહેલાં ક્યારેક થતું કે કશો ચમત્કાર થશે અને પોતાના હાથ-પગ સાજા-સમા થઈ જશે. કલ્પ્નાનું મોરપીંછ એના અંગેઅંગ ફરી વળતું અને અનેરા ઉત્સાહથી એને રોમાંચિત કરી દેતું, પરંતુ […]

મિત્રો, આપણે દિવાળી ધામધૂમથી મનાવી,  હવે દેવોની દિવાળી દેવદિવાળી આવશે. જેની ઉજવણી દેવો સાથે માનવો પણ કરે છે. દેવદિવાળી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. દેવદિવાળીના દિવસે જ ઠેર ઠેર તુલસીવિવાહનું આયોજન પણ કરવામાં આવે છે અને ગુરુ નાનકદેવ જયંતીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિ અને પરંપરાઓમાં દેવદિવાળીના પર્વનું ઘણું મહત્ત્વ રહેલું […]