Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

સાત ગ્રહોના નામ ઉપરથી પાડેલ સાત માંહેનો દરેક દિવસ એટલે વાર.

અઠવાડિયાના સાત માંહેનો દરેક દિવસ એટલે વાર.7-days-of-the-week

પ્રાચીન જ્યોતિષીઓના મત પ્રમાણે સર્વ ગ્રહ પૃથ્વીની આસપાસ ફરે છે. તેનો ક્રમ છેલ્લેથી લઈએ તો શનિ, ગુરુ, મંગળ, રવિ, શુક્ર, બુધ અને ચંદ્ર છે. આમાંનો પહેલો શનિ લઈને પછી ચોથો ગ્રહ ફરી ફરી લઈએ તો સાતે વાર આપણા ક્રમ પ્રમાણે આવશે. દિવસના ૨૪ ભાગ કરીને તે પ્રત્યેક ભાગને હોરા સંજ્ઞા અપાય છે અને તે હોરાના સ્વામી તરીકે શનિ ઇત્યાદિ ગ્રહ ઉપર દર્શાવેલા ક્રમ‌ પ્રમાણે માને છે અર્થાત્ એ રીતે લેતાં એક દિવસમાં સર્વે ગ્રહો અનુક્રમે ત્રણ વાર સ્વામી થાય છે, ત્યારે એકવીસ કલાક પૂરા થાય છે. તે પછીના બાકી રહેલા ત્રણ કલાકમાં એકવીસમાં કલકના સ્વામી થયેલા ગ્રહ પછીના ત્રણ ગ્રહો અનુક્રમે સ્વામી થાય છે.

દાખલા તરીકે, કોઈ એક ચોક્કસ દિવસે પહેલી હોરાનો સ્વામી શનિ માનીએ તો પછી ૨૧મા કલાકનો સ્વામી ચંદ્ર થશે ત્યાર પછી ૨૨, ૨૩ અને ૨૪મા કલાકના સ્વામી અનુક્રમે શનિ, ગુરુ ને મંગળ આવશે. આ પ્રમાણે શનિવાર પૂરો થયા બાદ વળતો દિવસ શરૂ થશે. તેની પહેલી હોરોનો સ્વામી તે જ પ્રમાણે રવિ થશે. એવી જ રીતે ત્રીજે દિવસે ચંદ્ર આવશે. પ્રત્યેક દિવસે પહેલી હોરાનો જે અધિપતિ હોય તે જ તે વારનો સ્વામી ગણવો. આ પ્રમાણે રવિ, ચંદ્ર, મંગળ, એ ક્રમ પ્રથમ ઉત્પન્ન થયો અને પૃથ્વી ઉપર હાલમાં જ્યાં જ્યાં વાર ચાલે છે ત્યાં તે જ ક્રમ છે, એટલું જ નહિ પણ આપણા દેશમાં અત્યારે જે વાર છે તે જ વાર પૃથ્વી ઉપર સર્વત્ર છે.

આ વારનાં નામ પણ સર્વ દેશમાં ઘણું કરી એક જ અર્થનાં છે. એક દિવસ અને રાત્રિના સરવાળા જેટલો એક વાર પૂરેપૂરો ૨૪ કલાક અથવા ૬૦ ઘડીનો થાય છે.

Ref : http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0*/

Image Ref : http://3.bp.blogspot.com/_qsxgrBpk7u8/TUrGSOtKWvI/AAAAAAAAASo/dASjnylbp2Y/s400/7-days-of-the-week.png

One Response to “અઠવાડિયાના વારના નામ કેવી રીતે પડ્યાં” »

  1. Comment by Online books — April 4, 2017 @ 10:39 pm

    Nice information

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment