Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

5724293958729728
પ્રિય મિત્રો, 
નમસ્કાર.
ગુજરાતીલેક્સિકન દ્વારા તાજેતરમાં ટૂંકી વાર્તા તથા નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ. તેમાં સાહિત્યપ્રેમી મિત્રોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. ખૂબ જ સરસ કૃતિઓ મળી અને વિજેતાઓને પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા. તેની ઝળહળતી સફળતા જોતાં આવી જ બીજી એક ખુશખબર આપના સુધી પહોંચાડતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.
 
એક અનોખી ‘ઉપાડો તમારી કલમ’ ઓનલાઇન વાર્તા સ્પર્ધા…
સુરતનાં પ્રસિદ્ધ લેખિકા  નિમિષા દલાલ દ્વારા એક ઓનલાઇન વાર્તા સ્પર્ધાનું આયોજન કરેલ છે. તેમાં માત્ર લેખિકાઓ ભાગ લઈ શકે છે. 
આ સ્પર્ધાની વિગત નીચે પ્રમાણે છેઃ

આ એક ઓનલાઇન સ્પર્ધા છે. આ સ્પર્ધા ફક્ત લેખિકાઓ માટે છે….. જે ‘લેખિકા’ વાર્તાલેખન ગ્રુપ – સુરત દ્વારા આયોજિત છે. આ સ્પર્ધામાં તમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમારા ઘરઆંગણેથી ભાગ લઈ શકો છો. તમારે માત્ર શક્ય એટલી જલ્દી તમારી વાર્તા અમને “વર્ડ ફાઈલમાં” મોકલી આપવાની છે. શક્ય હોય તો યુનિકોડ-શ્રુતિ ફોન્ટમાં મોકલશો તો વધુ સરળ રહેશે.. 

જેટલી જલ્દી અમારી પાસે આવશે એટલા વધુ સમય માટે આખી દુનિયાના ગુજરાતી વાચકો સમક્ષ રહેશે અને જેટલા વધુ વાચકો તમને મળશે તમે ઈનામને હકદાર બનશો..”૨૯મી એ” વાચકો સમક્ષ સૌપ્રથમ વાર્તાઓ મૂકી દેવાશે. એ પછી જેમ જેમ વાર્તાઓ આવશે તેમ તેમ મૂકાશે. 

સ્પર્ધા અંગેના નિયમો આ લીંક પર મળી રહેશેઃ http://www.pratilipi.com/event/5724293958729728સ્પર્ધા વિશે વધુ માહિતી માટે નિમિષા દલાલ અથવા Sahradayi Modi (શૈલી -પ્રતિલિપિ )નો સંપર્ક કરી શકો છો.તો રાહ શેની જુઓ છો. ? ‘ઉપાડો તમારી કલમ’ અને તમારી ઉત્તમ વાર્તા જલ્દીથી  મોકલો..નિમિષા દલાલની પ્રોફાઈલ અને રચનાઓ આપ આ લિંક http://www.pratilipi.com/nimisha-dalal પર જોઈ શકશો. 

 

No Response to “ઓનલાઇન વાર્તા સ્પર્ધા – માત્ર લેખિકાઓ માટે” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment