Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

જાણીતા બહુમુખી પ્રતિભાવંત સાહિત્યકાર શ્રી ચિનુ મોદીનો જન્મદિન ૩૦ સપ્ટેમ્બરના રોજ છે. આ દિવસે તેઓ પોતાના જીવનનાં ૭૫ વર્ષ પૂર્ણ કરતા હોવાથી ગુજરાતી સાહિત્ય જગત તેમનો અમૃત મહોત્સવ ઉજવતાં ગૌરવ તથા હર્ષોલ્લાસની લાગણી અનુભવે છે. કવિતા, નાટક, વાર્તા, નવલકથા વગેરે વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોમાં તેમનું સાહિત્યિક ખેડાણ પ્રસંશનીય છે. ગુજરાતી સાહિત્યની તેમણે કરેલી સેવાઓ અમૂલ્ય […]

નવરાત્રી ઉત્‍સવ એટલે નવ રાતોનો મહોત્‍સવ, નવરાત્રી એટલે ગુજરાતની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે.‘જયાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત‘ કવિની આ કાવ્‍ય પંક્‍તિને અનુરૂપ ફક્‍ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જયાં જયાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેંક […]

રેડિયોની ભુલાયેલી દુનિયાને એક નવા અંદાજથી જીવંત કરી દેનાર રેડિયો જોકી ધ્વનિત ઠાકર ગરવી ગિરા ગુર્જરીનું એક ગૌરવશાળી નામ છે. આજે શહેરમાં ઘણાં બધાં રેડિયો સ્ટેશનો થયાં છે અને રેડિયો જોકી પણ ઘણા છે પણ રેડિયોપ્રેમી જનતા કહે છે કે – ધ્વનિતની વાત કંઈક ઓર જ છે ! અમદાવાદમાં રેડિયો મિર્ચી આવ્યાના એક જ વર્ષ […]

૧૯ સપ્ટેમ્બર એ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિન છે. રાધા – કૃષ્ણનાં ભાવસભર ગીતો એ તેમની વિશેષતા છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’, ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ વગેરે બહુ જ પ્રસિદ્ધ અને માનવ સંવેદનાને ઉજાગર કરતી રચનાઓ છે. આજે તેઓ ભલે સદેહે હયાત નથી પણ તેમનાં ફોરમતાં પુષ્પોસમાં કાવ્યો સાંભળતાં તેમની […]

એક સુંદર ગામ હતું. ગામમાં એક સુંદર શાળા. આ શાળામાં એક બહુ જ ભલા, જ્ઞાની અને રમૂજી સ્વભાવના શિક્ષક શાંતિલાલ રહે. શંતિલાલ બાળકોને પ્રેમથી ભણાવે. સારી-સારી વાર્તાઓ કહે. તેમની વાતો સાંભળી તોફાની છોકરાય શાંત થઈ જાય. એક દિવસ શાંતિલાલ સાહેબે એક સુંદર વાર્તા કહી. આ વાર્તા હતી મહાભારતના સમયની. શાંતિલાલે કહ્યું : એક મહાન રાજા […]

સાંજનો સમય હતો. એક બાર વર્ષના છોકરાએ પોતાના ઘરની બહાર પગ મૂક્યો. પોતાના ભાઈને વાળુ કરવા બોલાવવાનો તે વિચાર કરતો હતો. હજી ઘરની બહાર પગ મૂકે છે, ત્યાં તો એક મોટો ધડાકો થયો. એવો મોટો ધડાકો કે આખાય વિસ્તારની વીજળી ચાલી ગઈ. ન કાંઈ દેખાય, ન કશી સમજ પડે. ચારેકોર કાળું ઘોર અંધારું ! ભયનાં […]

હિંદુ ધર્મ પ્રમાણે સુદ ભાદરવી પૂનમથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઈ જાય છે અને વદ અમાસ સુધી ૧૬ દિવસ ચાલે છે. આ શ્રાદ્ધપક્ષના ૧૬ દિવસો દરમિયાન લગ્નો વગેરે માંગલિક કાર્યો કરવામાં આવતાં નથી. શ્રાદ્ધપક્ષ દરમિયાન સોના-ચાંદી વગેરે કિંમતી ચીજવસ્તુઓની ખરીદીનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. શ્રાદ્ધપક્ષનો સંબંધ મૃત્યુ સાથે છે. આ જ કારણે આ અશુભ કાળ […]

5 મી સપ્ટેમ્બર એટલે “રાષ્ટ્રીય શિક્ષક દિન”. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં “શિક્ષકદિન” તરીકે ઊજવાય છે. મિત્રો, તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ એટલે […]

અમદાવાદ અનેક સાહિત્યકારોની નગરી છે. અહીં રોજબરોજ સાહિત્યના અનેક કાર્યક્રમો-સમારંભો થયા કરે છે. તેમાંનો એક વિશેષ સમારંભ તારીખ ૦૧ – ૦૯ – ૨૦૧૪ના રોજ યોજાયો.  સમારંભની વિગતો આ મુજબ છેઃ  પ્રસિદ્ધ નૃત્ય વિવેચક શ્રી સુનિલભાઈ કોઠારીને ગુજરાત સાહિત્ય સભા ( અમદાવાદ ) તરફથી ઈ. સ. ૨૦૧૨નો  શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો સમારંભ.  સમયઃ સોમવાર, તા. ૧ સપ્ટેમ્બર ૨૦૧૪  […]