મહાનગર મુંબઈ અને કોલકત્તા કરતાં પણ ઉંમરમાં વરિષ્ઠ અમદાવાદ આજે ૬૦૦માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. અહમદશાહના કૂતરાઓને સાબરમતીના કિનારે વસતા સસલાઓએ ભગાડ્યા ત્યારથી માંડીને આજ સુધી આ શહેરની ભૂમિ અનેક અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. પ્રત્યેક વર્ષે વધુને વધુ યુવાન થતા આ શહેરનો સ્થાપના દિન ઉજવવા અમદાવાદીઓમાં અનેરો તરવરાટ અને [...]
-
February 25th, 2010 by GujaratiLexicon Team
કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી…ગુજરાતનાં જાંબાઝ બાશિંદાઓ વિશ્વનાં ખૂણેખૂણે પથરાયેલા છે. દુનિયાનાં લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. એક ગુજરાતીએ પોતાની [...]
-
February 23rd, 2010 by GujaratiLexicon Team
ગુજરાતની પ્રથમ ગઝલ
બલિહારી તારા અંગની, ચંબેલિમાં દીઠી નહીં,
સખ્તાઈ તારા દિલની, મે વજ્રમાં દીઠી નહીં.
મન માહરું એવું કુણું, પુષ્પ પ્રહાર સહે નહીં
પણ હાય ! તારે દિલ દયા, મેં તો જરા દીઠી નહીં.
એક દિન તે અલકાવલીમાં, દીઠી‘તી મુખની છબી,
પણ ગુમ થઈ ગૈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.
એ ! કંઈ જરા કર શોચ કે, મારી ઉપર શાને ગુમાન [...]
-
February 22nd, 2010 by GujaratiLexicon Team
માંગો એવું ઇનામ મળે . . .
તમે માંગો એવું ઇનામ મળે એવો કોઈ કાયદો નથી,
જોઈતાં હોય એવાં ફળ મળે એવો દુનિયાનો ધારો નથી,
કોણે કીધું કે બધું સહેલાઈથી મળી જાય?
રસ્તો સીધો ને સરળ આજ સુધી ક્યાંય જોયો નથી.
કરવાનાં કામ કરી લીધાં ને કાલની ના જોઈ [...]
-
February 17th, 2010 by GujaratiLexicon Team
યહૂદીઓના હાસિડિસમ પંથના વડા એટલે બાલ શૅમ. રોજના નિત્ય ક્રમ મુજબ તેઓ નિશ્ચિત સમયે બીચ પર જતા, અમુક નિશ્ચિત કલાકો સાંજે ત્યાં ગાળતા અને નિશ્ચિત સમયે પાછા ફરતા. તેમના ક્રમમાં કોઈ ફેર પડતો નહીં. જે રસ્તેથી તેઓ આવતા ત્યાં થોડે દૂર બીચથી લગભગ દસેક મિનિટના અંતરે એક બંગલો હતો. આ બંગલાનો ચોકીદાર રોજ આ ઓલિયાને [...]
-
February 17th, 2010 by GujaratiLexicon Team
જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;
દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તમારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તમારું નામ રટાજો !
મારું જીવન અંજલિ [...]
-
February 14th, 2010 by GujaratiLexicon Team
મુક્તકો
માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?
સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન.
પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ?
એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન.
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી [...]
-
February 10th, 2010 by GujaratiLexicon Team
ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એમના એ કદી વિસરશો નહીં
એ સઘળી વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનના કાળજા પથ્થર બની છુંદશો નહીં.
કાઢી મુખેથી કોળિયા મોંમા દઈ મોટા કર્યા,
અમૃત તણા દેનાર સામે ઝેર ઉગરશો નહીં.
લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા,
એ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો [...]
-
February 8th, 2010 by GujaratiLexicon Team
ગામ આખા માટે આ એક કોયડો હતો. શાંતિકાકાનું નામ શાંતિલાલ હતું, પરંતુ તેમના જીવનમાં નામ પ્રમાણે તેમનામાં એકેય ગુણ ક્યાંય શોધ્યો જડે નહીં.
આમતો, કોઈ શાંતિલાલને કારણવિના કોઈ વતાવે નહીં. કોઈ નવો સવો માણસ ભૂલથી શાંતિલાલને પૂછી બેસે કે, કાકા કેમ છો? બસ પૂછનારું આવી જ બને, શું એલા તને કોઈ કામધંધો નથી કે કારણ વિના [...]
-
February 8th, 2010 by GujaratiLexicon Team
કોણ કહે છે આ દુનિયામાં ભગવાન નથી
કોણ કહે છે આ દુનિયામાં દાતા નથી
કોણ કહે છે આ દુનિયામાં માણસાઈ નથી
કોણ કહે છે આ દુનિયામાં સચ્ચાઈ નથી
જરા થોભો અને વિચારો કે શું તમારામાં
ભગવાન, દાતા, માણસાઈ કે સચ્ચાઈ વસેલા નથી?
ભૂલ્યું વિસરેલું એક સ્મિત તમે જો
કોઈના ચહેરા પર લાવી શકો તો
સમજી જજો કે તેના માટે તો તમે [...]
-
February 3rd, 2010 by GujaratiLexicon Team