Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

કવિ શ્રી દલતપતરામે જ્યારે ભરસભામાં કહ્યું કે પોતે ગુજરાતી વાણી રાણીનો વકીલ છે ત્યારે ગુજરાતી હોવાના ગર્વથી છાતી ગજ ગજ ફૂલે. ગુર્જર પ્રદેશમાં વસતાં લોકો દ્વારા બોલાતી ભાષા એટલે ગુજરાતી ભાષા. આ ગુજરાતી ભાષાને આધુનિક તકનીકના માધ્યમથી સાચવવાની એક પહેલ આજથી વર્ષો પહેલાં શ્રી રતિલાલ ચંદરયાએ કરી અને 26 કરતાં વધુ વર્ષોની મહેનત થકી 13 જાન્યુઆરી 2006ના રોજ ગુજરાતીલેક્સિકન સ્વરૂપે ડિજિટલ ગુજરાતી ભાષાની રજૂઆત થઈ.

આજે ગુજરાતીલેક્સિકન ફકત એક શબ્દકોશ ના રહેતાં ગુજરાત અને ગુજરાતી ભાષાની વિધ વિધ વાતો, બાબતો, સંસ્કૃતિ, સભ્યતા, પહેરવેશ વગેરે વગેરેને આવરી લેતો એક રસથાળ બની ગયો છે. વળી ટેક્નોલોજી સાથે કદમથી કદમ મેળવીને ચાલવાની નેમ હજી તેમની તેમ જ છે અને તેના ફળસ્વરૂપે આજે મોબાઇલ ટેક્નોલોજીના યુગમાં ગુજરાતી ભાષાનો ડંંકો વગાડવાના પ્રયત્નો સ્વરૂપે અમે અમારી 3 અ‍ૅપ્લિકેશનને નવા રૂપરંગ સાથે આજે આપ સૌ સમક્ષ રજૂ કરતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.

સાર્થ ગૂજરાતી જોડણીકોશ : 

Sarth_1જ્યારે ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીજીની પ્રેરણાથી સાર્થ ગૂજરાતી જોડણીકોશ તૈયાર કરવામાં આવ્યો ત્યારે તેની રજૂઆત વખતે ગાંધીજીએ કહેલું કે, ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’

ફકત શબ્દકોશ નહીં પણ જોડણીકોશની માન્યતા જેને મળી છે તે સાર્થ જોડણીકોશ હવે મોબાઇલમાં નવા રૂપરંગ સાથે ઉપલબ્ધ બનેલ છે અને તેની મદદથી ગુજરાતી ભાષાના શબ્દો ઉપરાંત વ્યુત્પત્તિ, વ્યાકરણ અને અર્થની સમજ સરળતાથી આપ મેળવી શકશો.

સાર્થ કોશ મોબાઇલમાં નીચે જણાવેલ લિંક દ્વારા મેળવી શકાશે.

 

 

Android : https://play.google.com/store/apps/details?id=com.arnion.sarthdict

iOS : https://itunes.apple.com/in/app/sarth/id1068164351?mt=8

ભગવદ્ગોમંડલ :

ગોંડલ નરેશ ભગવતસિંહજીની 26 વર્ષની મહેનત સમાન ગુજરાતી ભાષાનો એક માત્ર એન્સાઇક્લોપીડિયા અને સાંસ્કૃતિ સીમા સ્તંભ સમાન કોશ હવે આપના આંગળીના ટેરવે ઉપલબ્ધ બન્યો છે.

BG_1

2.81 હજાર શબ્દોનો વિશાળ ખજાનો ધરાવતો આ કોશ શબ્દના અર્થ નહીં પણ વિસ્તૃત અર્થ આપે છે તે પણ તેની વ્યુત્પત્તિ, વ્યાકરણ, ઉદાહરણ અને ચિત્ર સહિત.

આવો જ્ઞાનખજાનો તમને મોબાઇલ ટેક્નોલોજીની ક્રાંતિની નવી અનુભૂતિ કરાવશે.

આજે જ આ કોશ આપના મોબાઇલમાં ડાઉનલોડ કરો નીચે જણાવેલ લિંકની મદદથી :

 

 

Android : https://play.google.com/store/apps/details?id=com.arnion.bhagvadgomandal

iOS : https://itunes.apple.com/in/app/bhagwadgomandal/id1068170549?mt=8

ગુજરાતીલેક્સિકન ડિક્શનરી : 

4અંગ્રેજી – ગુજરાતી, ગુજરાતી – અંગ્રેજી અને ગુજરાતી – ગુજરાતી એમ 3 શબ્દકોશ ધરાવતી ગુજરાતીલેક્સિકન ડિક્શનરી એપ્લિકેશન તેના નવા રૂપરંગ સાથે રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.

આ એપ્લિકેશનની મદદથી અંગ્રેજી કે ગુજરાતી ભાષાના શબ્દોના અર્થ જાણવા સરળ બન્યા છે.

વળી આજનો શબ્દ એટલે કે ‘વર્ડ ઑફ ધ ડે’ અને આજનો સુવિચાર એટલે કે ‘ક્વોટ ઑફ ધ ડે’ની મદદથી રોજ એક નવો શબ્દ અને સુવિચાર આપ માણી શકો છો.

નીચેની લીંક્સ પરથી આપ નવું વર્ઝન ડાઉનલોડ કરી શકશો:

 

Android : https://play.google.com/store/apps/details?id=com.arnion.glmobile

iOS : https://itunes.apple.com/in/app/gujaratilexicon-dictionary/id663856148?mt=8

No Response to “13 જાન્યુઆરી – ડિજિટલ ગુજરાતીની શરૂઆત” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment