Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

૩૧મી ઑક્ટોબર, એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનો દિવસ છે.  (૩૧ ઑક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) આ દિવસ સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે પણ મનાવાય છે. સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહિ આઝાદ બનેલા રાષ્ટ્રના […]

વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને ગુજરાતી પંચાંગ વિક્રમ સંવતને અનુસરે છે. એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એની યાદમાં ઈસવીસન પૂર્વે સત્તાવનમાં આ સંવતની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના […]

દીવાળીની શુભકામનાઓ

October 21st, 2014 by GujaratiLexicon Team | No Comments »

અંધકારે એક વાર પરમાત્માને ફરિયાદ કરી : ‘પ્રભુ ! પ્રકાશ મને જંપવા દેતો નથી. હું જ્યાં જાઉં ત્યાં આવીને મને હાંકી કાઢે છે, હું ક્યાંય શાંતીથી રહી જ શકતો નથી.’ પ્રભુએ જોયું – અંધકારની ફરિયાદમાં વજૂદ છે. રોજ રાત પડે અવની પર અંધકાર ઊતરી આવે છે અને તરત જ થોડીવારમાં પ્રકાશનો ઉદય થાય છે. અંધકાર […]

ગુજરાતી દૃષ્ટિકોણવાળું અમેરિકન લખાણ વાંચવું હોય તો શ્રી હરનિશ જાનીને વાંચવા જોઈએ. તેમની પાસે રસાળ, પ્રેમાળ, સંવેદનનાભરી, હાસ્ય રેલાવતી લેખનકલા છે. તેઓ હાલ અમેરિકાના નિવાસી છે અને તેમનું હૃદય ગુજરાત અને ગુજરાતવાસીએ માટે ધબકી રહ્યું છે. અહીં રજૂ થયેલ વાર્તામાં તેમણે વિદેશ જતાં ભારતીયની વેદના-સંવેદનાની વાત કરી છે. …………………………………………………………………………………………………………………………………………………………………………………………………………. ત્રીસ વરસ પહેલાં જ્યારે સેવન  ફોર્ટી […]

ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ […]

આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારિબાપુ હિંદુ ધર્મ અને સંસ્કૃતિની મહાન ધરોહર સમા મૂલ્યવાન ધર્મગ્રંથ રામાયણના આધારે આદર્શ, સુસંસ્કૃત અને ચરિત્રવાન સમાજના નિર્માણ માટેના સઘન પ્રયાસો પોતાનાં ઉપદેશવચનો દ્વારા  કરી રહ્યા છે. તેમના એક પુસ્તક આનંદરાહ બતાવે રામાયણમાંથી એક પ્રકરણ અત્રે પ્રસ્તુત કરાયું છે. ચાલો તે વાંચનરૂપી જ્ઞાનગંગામાં ડૂબકી મારી પાવન થઈએ.  ……………………………………………………………………………………………………………………………………… માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી […]

દરેક વ્યકિતના જીવનમાં સ્વચ્છતા એ એક મહત્ત્વનું પાસુ છે પછી ભલે એ આધ્યાત્મિક જીવન હોય કે વ્યવહાર માર્ગ હોય. જીવનમાં સ્વચ્છતા એ પ્રાથમિક બાબત છે. આધ્યાત્મિક જીવનમાં આંતરિક સ્વચ્છતાની જરૂર છે તો વ્યવહાર માર્ગે બાહ્ય સ્વચ્છતાની જરૂર છે. બાળકોના જીવનમાં કુટુંબ અને શાળામાં નાનપણથી જ સ્વચ્છતાનું મૂલ્ય સમજાય તથા “સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” એવા સંસ્કાર […]

“આ હિન્દતણી, ફૂલવાડી, તેને એક મળ્યો’ તો માળી પુષ્પ મધુરા ખીલ્યા અધૂરા, માનવ મનના પાક્યા પૂળા માનવતાના પુષ્પ ખીલવવા મથી રહ્યો એ માળી…… સદા યાદ રહે એ માળી….. ભારતની આંખો ભીની બની ગઈ, નંદનવાડી સૂની બની ગઈ, લાખ ખરચતાં કદી ન મળશે, એ તો પોરબંદરનો માળી….. સદા યાદ રહે એ માળી….. આ હિન્દતણી ફૂલવાડી, તેને […]