Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

એક તમાચો (બાળવાર્તા)

March 30th, 2015 by GujaratiLexicon Team | No Comments »

એક મોટા ડૉક્ટર. ડૉક્ટર ભારે ભલા. ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીને ય કોઈ ગરીબની સેવા કરવા દોડી જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબને આપવાની હોય તો મફતને ભાવે આપે. પૈસા વગરના બિચારા લોકો બીજું તો કશું આપી શકે નહીં. એટલે ડૉક્ટરને આશીર્વાદ આપે. એક […]

કવિ, વિવેચક તથા સંપાદક તરીકે જાણીતા સાહિત્યકાર શ્રી હેમંત દેસાઈનો આજ ૨૭ માર્ચના રોજ જન્મદિવસ છે. તેમના જન્મદિન નિમિત્તે તેમની સ્મૃતિ કરતાં તેમની જાણીતી રચના માણીએ… ………………………………………………………………………………………………… પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું, ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું. ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે મચ્યા રહ્યાનું, લગાતાર […]

જળ એજ જીવન

March 23rd, 2015 by GujaratiLexicon Team | No Comments »

ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વારંવાર વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતા નથી. આ વાત જ્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા કહેવાઈ ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્ર સંઘે વિશ્વને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના અમુક પ્રદેશો પાણીની તીવ્ર અછતથી પીડાઈ રહ્યા […]

ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર તથા જાણીતા ગાંધી કથાકાર નારાયણ દેસાઈનું રવિવારે વહેલી સવારે નિધન થયું હતું. તેઓ ૯૧ વર્ષના હતા. દક્ષિણ ગુજરાતના વેડછીમાં આવેલા સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નારાયણ દેસાઈ છેલ્લા ચારેક મહિનાથી બીમાર હતા. ગત ૯મી ડિસેમ્બર, ૨૦૧૪ના દિવસે તેમની તબિયત અચાનક નાજુક થઈ જતાં તેમને સારવાર માટે […]

સાચી જાગૃતિ એટલે…

March 9th, 2015 by GujaratiLexicon Team | No Comments »

આપણે આપણા વેપારધંધાનો – આપણી ધંધામાં થતી આવક-જાવકનો હિસાબ રાખીએ છીએ પરંતુ આપણે આપણા તન-મનના ચલણ-વલણનો હિસાબ રાખીએ છીએ ખરા ? એમ મનાય છે કે ભગવાન જ્યારે કોઈ જીવને મનખાવતાર આપે છે ત્યારે તેને આ ધરતી પર રહી કેટલા શ્વાસ લેવા તે પણ એના થકી નક્કી થયેલું હોય છે ! ઑટોરિક્ષામાં બેસતાં જેમ ભાડાનું મીટર […]

હોળી – રંગોનો તહેવાર

March 2nd, 2015 by GujaratiLexicon Team | 1 Comment »

દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. આ વર્ષે ૫મી માર્ચ,૨૦૧૫ ને ગુરુવારના રોજ આવતા આ હોળીના પર્વનું સ્વાગત છે. ૬ઠ્ઠી માર્ચ ને શુક્રવારના દિવસે રંગે રમવાનો ઉત્સવ ધુળેટી છે. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ […]