Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, આજે ૧૩ ઑગસ્ટના રોજ જાણીતા કવિ શ્રી વિનોદ જોશીનો જન્મદિન છે. તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવતાં ચાલો, તેમના જીવન, કાર્ય અને સાહિત્યિક પ્રદાનની આછી ઝલક મેળવીએ…. જન્મ ૧૩ ઑગસ્ટ, ૧૯૫૫, ભોરિંગડા, વતન – બોટાદ, જિ. – અમરેલી કુટુંબ પિતા – હરગોવિંદદાસ જોશી, પત્ની – વિમલ; પુત્ર – અનિરુદ્ધ અભ્યાસ ૧૯૭૭ – એમ.એ., ૧૯૮૦ – પી.એચ. ડી. વ્યવસાય ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના […]

દીકરી (અછાંદસ કવિતા)

July 10th, 2015 by GujaratiLexicon Team | 1 Comment »

મિત્રો, ગયા બુધવારે વૉટ્સ-ઍપ મિત્ર દ્વારા એક મેસેજ મળ્યો. જેમાં એક હૃદયસ્પર્શી ઘટનાનું નિરૂપણ થયેલું હતું. એ ઘટના એટલી તો અંતરને ઢંઢોળી ગઈ કે સતત બે-ત્રણ દિવસ સુધી તેના વિચારો આવતા રહ્યા. તેને યોગ્ય શબ્દદેહ આપવા માટે મન આતુર થઈ રહ્યું હતું. હું કલાપી જેવો મોટો કવિ તો નથી કે….પંખીને ભૂલથી પથરો વાગી જતાં….” રે પંખીની ઉપર […]

આજ 14 નવેમ્બર, આ દિવસ આખા દેશમાં બાળદિન તરીકે ઊજવવામાં આવે છે. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા. તેમને બાળકો ખૂબ જ વહાલાં હતાં, તેથી તેમનો જન્મદિવસ બાળ દિન તરીકે ઊજવાય છે. બાળદિન નિમિત્તે ચાલો ફરી બાળક બનીએ….. મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , […]

સત્યાગ્રહને સથવારે રે, આઝાદી કેરી રણભેરી બજી, અહિંસાને આધારે રે, આઝાદી કેરી રણભેરી બજી. સુકલકડીમાં એવી શૂરતા ભરી, અંગ્રેજ વિલાયત ભાગે રે, આઝાદી કેરી રણભેરી બજી. ટુંકી પોતડી પ્રેમે અપનાવી , રેટિયા કેરા રણકારે રે, આઝાદી કેરી રણભેરી બજી. બારડોલીએ તો દીધા ડોલાવી, સરદાર શા શુરવીરે રે, આઝાદી કેરી રણભેરી બજી. લાલ ગુલાબ તો રહ્યું […]

કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ; મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું. કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો, ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો. ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું. અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું, ખરી પડ્યું ઓચિંતું […]

      કવિ શ્રી અનિલ ચાવડા ખૂબ જ ઋજુતાસભર હૃદયના કવિ છે. વર્તામાનકાળે સાહિત્યજગતમાં તેઓ પોતાના વિશિષ્ટ કાવ્યવૈભવની ગરિમાને લીધે ખૂબ પ્રસિદ્ધ થયા છે. ખૂબજ અલ્પ સમયમાં કવિતાજગતમાં છવાઈ જનાર આ કવિ સરળ-નિખાલસ અને પ્રસન્નચિત્ત વ્યક્તિત્વ ધરાવે છે. ………………………………………………………………………………………….. તેમનો પરિચય તેમના શબ્દોમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ […]

સ્વર્ગ નો સ્ટોર

June 2nd, 2014 by GujaratiLexicon Team | No Comments »

વર્ષો પહેલા જિંદગી કેરા હાઇવે પર હું ગયેલો, એ વખતે એક અદભુત એવો અનુભવ મને થયેલો! રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું’તું “સ્વર્ગ નો સ્ટોર”, કુતુહલપૂર્વક ત્યાં જઈને મેં ખખડાવ્યું’ તું ડોર! દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઈને આવ્યો!  સ્ટોરનો આખો રસ્તો એને સરખેથી સમજાવ્યો! હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો – સાંભળ ભાઈ! જે કંઈ જોઈએ ભેગું […]

હું નારી છું

March 8th, 2014 by GujaratiLexicon Team | No Comments »

હું નારી છું,આકાશે રમતાં વાદળની, રૂપેરી તેજ કિનારી છું…….હું નારી….. માં બાપના આંગણ માં પૂજાતી, તુલસી કેરી ક્યારી છું……હું નારી… હું પત્ની છું,હું માતા છું,હું બહેન છું,હું બેટી છું, કૈક રહસ્યો છુપાય એવી તાળાં વાળી પેટી છું. જો ઝાંકવું હોય મનની ભીતર, તો ત્વરિત ખુલતી બારી છું……હું નારી….. હું ચંચલ છું કો હરણી શી, ખળખળ […]

ગુજરાતી કવિતા

January 17th, 2014 by GujaratiLexicon Team | No Comments »

ગલત હશે માણસ નહીં, ખરાબ તો એનો વખત હશે, ચારે તરફથી કેવો મૂંઝાયો સખત હશે? થાતાં થઈ ગયું છે ભલે ને કહ્યા કરે, પસ્તાવું સતત એય હૃદયની રમત હશે. જોતાં શીખીશું જાતને કયારે? ઓ મન કહે, દુ:ખ આપણાં ને વાંક બીજાનો સતત હશે? આંસુ કે ક્રોધ એટલે જ હરવખત હશે, જોશો જરાક મૂળમાં ઊંડે મમત […]

ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું. કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને […]