Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

પ્રભુને આપ્યું તે સોનું થાય એક ભિખારી નગરના મુખ્ય રસ્તા આગળ ઊભો રહી ભીખ માંગતો હતો. તે સવારથી સાંજ સુધી ભીખ માગતો રહ્યો, પણ થોડાઘણા અનાજના દાણા સિવાય તેને કાંઈ મળ્યું ન હતું. હજી પણ કાંઈક આશાએ તેનું ભીખ માગવાનું ચાલુ જ હતું. તેવામાં સામેથી નગરના રાજાનો સોનાનો રથ આવતો દેખાયો. ભિખારી તો ખૂબ ખુશ […]

‘મમ્મી, ઓ મમ્મી ! જો, મારી સાથે કોણ આવ્યું છે ?’ ભૂમિકાએ બેલ વગાડીને બૂમ પાડી. મમ્મીએ બારણું ઉઘાડી, બહાર આવીને જોયું. ભૂમિકાની સાથે એના જેવડી બે છોકરીઓ હતી. એમને જોઈને તે બોલી : ‘આવો, આવો. ભૂમિ, કોણ છે આ બે છોકરીઓ ? તારી…’ ‘હા-હા, મમ્મી ! મારી બહેનપણીઓ છે. આ છે કવિતા અને આ […]

મિત્રો, બાળવાર્તાના શીર્ષક હેઠળ મળેલી આ એક વાર્તા મને ખરેખર ગમી . આ વાર્તાની રજૂઆત અને શૈલી ભલે બાળવાર્તાની લાગે. પણ મને તો આ એક સરસ સામાજિક વાર્તા લાગી. આજથી 70 – 80 વર્ષ પહેલાંનો કૌટુંબિક સમાજ, તેમાં ઘરમાં વડીલોની મર્યાદા, મોભો જળવાતો. મોટા ભાગે આ મર્યાદાઓનું, નીતિ-નિયમોનું સૌ કોઈ પાલન કરતા. આ સામાજિક સંબંધોમાં […]

એક તમાચો (બાળવાર્તા)

March 30th, 2015 by GujaratiLexicon Team | No Comments »

એક મોટા ડૉક્ટર. ડૉક્ટર ભારે ભલા. ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીને ય કોઈ ગરીબની સેવા કરવા દોડી જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબને આપવાની હોય તો મફતને ભાવે આપે. પૈસા વગરના બિચારા લોકો બીજું તો કશું આપી શકે નહીં. એટલે ડૉક્ટરને આશીર્વાદ આપે. એક […]

એક હતું સરોવર; મોટા દરિયા જેવડું, એને કાંઠે એક મોટો વડ હતો. એની ઉપર એક કાગડો રહે. કાગડો તો કાળો મેશ; એક આંખે કાણો ને એક પગે ખાંગો, કાગડો બોલે : “કો-કો.” કાગડો ઊડે તો જાણે પડ્યો કે પડશે. તોય કાગડાનો ગો માય નહિ. મનમાં તો એમ કે, મારા જેવું કોઈ ના ઊડે, મારા જેવું કોઈ ના […]

ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે.  ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ સ્વભાવનો ઉતાવળીયો હતો અને નાની નાની વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ મચાવવાની એને ટેવ હતી. એની પત્ની એને ઘણી વખત સમજાવે પણ તેના સ્વભાવમાં ફરક પડતો ન હતો.  એક વખત તેની પત્ની નદી પર પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ […]

રાજા અકબરના પાંચ સવાલ

September 13th, 2013 by GujaratiLexicon Team | No Comments »

બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો. એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી દરબારમાં આવ્યા ન હતા. અત્યંત મહત્વપૂર્ણ એવી દરબારી કાર્યો પર ચર્ચા ચાલી રહી હતી કે અચાનક અકબરને ન […]

એક સુંદર મજાનું ગામ હતું. તે ગામમાં જયેશ તેના માતા-પિતા તથા તેના દાદા સાથે રહેતો હતો. જયેશને તેના દાદા ખૂબ જ પ્રેમ કરતા અને જયેશને દરરોજ રાત્રે સૂતી વખતે બાળવાર્તાઓ કહેતા. બાળવાર્તાઓ સાંભળીને જ સૂઈ જવું તેવો નિત્યક્રમ બની ગયો હતો. દાદા જે વાર્તા કહેતા તે જયેશ યાદ રાખતો અને તે વાર્તાઓ તેના શાળાના વિદ્યાર્થીમિત્રોને […]

બોધવાર્તા !!!

June 17th, 2013 by GujaratiLexicon Team | No Comments »

રોની અને તેનો પરિવાર તાપી નદીને કિનારે જંગલ વિસ્તારમાં ખેરપરા ગામમાં રહેતો હતો. રોનીના પિતાએ ગામમાં એક નાનકડું સસલાંઘર બનાવ્યું હતું. તેમની પાસે પંદર જેટલાં સસલાં હતાં. આ સસલાં રોનીને તથા તેના દોસ્તને ખૂબ જ પ્રિય હતાં. ધીમે ધીમે ખેરપરાના લોકોને પણ સસલાં ગમવા લાગ્યાં હતાં. સસલાં ગામ અને તેની આસપાસ આરામથી રહેતાં હતાં. જંગલ […]

બાળવાર્તા : આપણે સૌ

May 24th, 2013 by GujaratiLexicon Team | No Comments »

એક મહાનગર. નામ શિવનગર. શિવનગરને ફરતે મોટો કોટ. ચાર દિશાના ચાર દરવાજા. તેનાં તોતિંગ બારણાં, તે નગરનો રાજા સત્યરાય પ્રજાપ્રેમી. નાનકડું પ્રધાન મંડળ. નાના કે મોટા ગુનાઓ થતા. ગુના પ્રમાણે દરેકને શિક્ષા થતી. વેપાર અને અનેક ઉદ્યોગોથી શિવનગર ધમધમતું હતું. નગરમાં કામ વગરનો – બેકાર – એક પણ માણસ ન હતો. સ્ત્રી અને પુરુષ બધાં […]