કલાંત કળીયુગ હતી કર્કશા, સતયુગ હતી સદ નાર,
પુત પારકો ગળે પડીને, ઘરથી કાહડી બહાર.
અક્કલ કસીને ન્યાય તોલિયો, કસી કલીયુગની નાડ,
સત્ય જાણ્યું સતયુગનું, મલ્યો પુત હકદાર.
સીંદુ નામે એક શહેરના વાણીયાની સ્ત્રીને તેની પાડોશમાં રહેતી તેજ જ્ઞાતિની બીજી એક સ્ત્રી સાથે ઘણી જ ગાઢ મૈત્રી હતી. જેમાંની એકનું નામ સત્યુગ અને બીજીનું નામ [...]
-
December 22nd, 2010 by GujaratiLexicon Team
ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ ખૂબ મોટુ પ્રદાન કરેલું છે. તેમણો જન્મ 28-8-1896 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો પરંતુ તેઓ મૂળ વતની અમરેલી જિલ્લાના બગસરાના હતા.
તેમની માતાનું નામ ધોળીબા અને પિતાનુ નામ કાળીદાસ હતું. ઇ.સ.1912માં તેમને મેટ્રીક પાસ કર્યું. ત્યારબાદ તેમને ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો.
તેમને નાનપણથી જ સાહિત્યમાં રસ હતો. તેમણે [...]
-
December 17th, 2010 by GujaratiLexicon Team
માનવીનાં જીવનનાં મૂલ્યો એના ઓશીકા નીચે જ પડ્યાં છે જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફાં મારે છે, પરંતુ ખુદનાં તકિયાને તપાસતો નથી. કોઈ પણ ક્ષેત્રનો સર્વોચ્ચ માણસ તીર્થ સમાન છે, પરિવારનો મોભી તીર્થ છે, શાળાનો આચાર્ય તીર્થ છે, ગામડાંનાં સરપંચથી માંડીને મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ તીર્થ છે. જો તીર્થની પવિત્રતા અકબંધ હોય [...]
-
December 14th, 2010 by GujaratiLexicon Team
લરશો તક વેઠો કરી, ગયો બાપને ગામ,
લોભે ઘસડાઈ માતડી, કિધું કામ હરામ.
દ્રવ્ય દેખી પ્રપંચ રચ્યું, ઘડ્યો પુરો ઘાટ,
પિછાન્યો પુતને નહિ, ખુન કિધું મધરાત.
અસુંદરા નામે એક ગામમાં દેવશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે આસપાસના ગામમાંથી ભીખ માગી લાવી પોતાના કુટુંબનું ગુજરાન કરતો. દેવશંકરને ચંપાવલી નામે દીકરી અને ગુલાબશંકર નામે એક દીકરો હતો. આ બંને [...]
-
December 11th, 2010 by GujaratiLexicon Team
‘જવાનીનું મોતી શોધી રહી છું.’
એક વૃદ્ધ ડોસીમા કે જેમની કેડ વળી ગઈ હતી તેઓ નીચી ડોકી કરી લાકડીને ટેકે ટેકે ધીરે ધીરે ચાલી રહ્યાં હતાં. સામેથી એક જુવાન આવતો દેખાયો. તેણે મશ્કરીમાં જ ડોસીમાને પૂછ્યું : ‘માજી ! શું શોધી રહ્યાં છો?’
ડોસીએ કહ્યું : ‘દીકરા ! હું જવાનીનું મોતી શોધી રહી છું. તેં [...]
-
December 8th, 2010 by GujaratiLexicon Team
જૂના રે વડલા ને જૂના ગોંદરા,
જૂની સરોવર-પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
બાજે સાંજસવાર;
……………. એથી યે જૂની મારી પ્રીતડી.
ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં,
ઘેરા મોભ ઢળન્ત;
ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા,
ઘેરા દૂરના દિગન્ત;
……………. એથી યે ઘેરી મારી વેદના.
ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી,
ઘેલાં પંખી પવન;
ઘેલી રે ગોવાળણ ગોપની,
સુણી બંસી સુમંદ,
……………. એથી યે ઘેલી મારી ઝંખના.
મનની માનેલી ખેલે મસ્તીઓ
આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે [...]
-
December 7th, 2010 by GujaratiLexicon Team
માતર નામે પરગણાંના મહુવા નામે ગામમાં શેરખાં નામે એક પઠાણ રહેતો હતો. પઠાણ બાપીકી દોલત બહુ ધરાવવાથી હંમેશાં મગરૂર રહેતો. એજ ગામમાં સોભાગચંદ નામનો વાણીયો રહેતો હતો. સોભાગચંદ ડાહ્યો, ધીરજવાન, અક્કલમંદ, અને મીલનસાર હતો, ત્યારે શેરખાં ઉછાછળો, તુંડ મીજાજનો અને અભિમાની હતો. જો કોઈની સાથે જરા પણ અણબનાવ થાય તો સેરખાં તેને પૈસાના બળથી હેરાન [...]
-
December 1st, 2010 by GujaratiLexicon Team