Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, આપ જાણતા જ હશો કે ગુજરાતીલેક્સિકન વેબસાઇટ પર  ‘GL Goshthi ‘ નામે એક પ્રકલ્પ કાર્યરત છે. જે અંતર્ગત  વિવિધ ક્ષેત્રો જેવાં કે – સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, રાજકારણ, રમતગમત વગેરેમાં જાણીતા બનેલા ગુજરાતના મહાનુભાવો સાથે ભાષા ગોષ્ઠિ કરવામાં આવે છે; જે દ્વારા તેમનો ભાષાપ્રેમ, ભાષા પ્રત્યેની લાગણીઓ તથા ભાષા પ્રચાર – પ્રસાર અંગેના વિચારો પ્રગટ થાય […]

રેડિયોની ભુલાયેલી દુનિયાને એક નવા અંદાજથી જીવંત કરી દેનાર રેડિયો જોકી ધ્વનિત ઠાકર ગરવી ગિરા ગુર્જરીનું એક ગૌરવશાળી નામ છે. આજે શહેરમાં ઘણાં બધાં રેડિયો સ્ટેશનો થયાં છે અને રેડિયો જોકી પણ ઘણા છે પણ રેડિયોપ્રેમી જનતા કહે છે કે – ધ્વનિતની વાત કંઈક ઓર જ છે ! અમદાવાદમાં રેડિયો મિર્ચી આવ્યાના એક જ વર્ષ […]

નામ : શાંતિભાઈ આર. ગાલા જન્મતારીખ : તા. 29/06/1942 હોદ્દો : ડાયરેક્ટરશ્રી – નવનીત એજ્યુકેશન લિમિટેડ, અમદાવાદ તથા મુંબઈ શ્રી શાંતિભાઈ ગાલા ‘નવનીત એજ્યુકેશન લિમિટેડ’, આ સંસ્થાના પાયાની ઈંટ સમાન છે. આજથી લગભગ 54 વર્ષ પહેલાં આ સંસ્થા શરૂ થઈ ત્યારથી સખત પરિશ્રમ દ્વારા શ્રી શાંતિભાઈએ જૂની પ્રિન્ટોલૉજીમાંથી અદ્યતન કોમ્પ્યૂટરાઇઝ્ડ પ્રિન્ટોલૉજી પર સંસ્થાને વિકાસોન્મુખ કરી પ્રગતિના શિખરે પહોંચાડી […]

શ્રી ઉર્વીશભાઈ કોઠારી એક વરિષ્ઠ પત્રકાર, લેખક, સંશોધક તથા વિનોદી વક્તા છે. તેઓ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં ‘નવાજૂની’, ‘દૃષ્ટિકોણ’ તથા ‘બોલ્યું-ચાલ્યું માફ’ કોલમ લખે છે. તેમણે બત્રીસ કોઠે હાસ્ય, સરદાર – સાચો માણસ, સાચી વાત, નોખા ચીલે નલસર્જન વગેરે પુસ્તકો લખ્યાં છે. તેઓ તેમના નામ ‘ઉર્વીશ’ અર્થતઃ ‘રાજા’ પ્રમાણે વિચારોના પણ રાજા છે. ગુજરાતી લેક્સિકોન સાથે […]

      કવિ શ્રી અનિલ ચાવડા ખૂબ જ ઋજુતાસભર હૃદયના કવિ છે. વર્તામાનકાળે સાહિત્યજગતમાં તેઓ પોતાના વિશિષ્ટ કાવ્યવૈભવની ગરિમાને લીધે ખૂબ પ્રસિદ્ધ થયા છે. ખૂબજ અલ્પ સમયમાં કવિતાજગતમાં છવાઈ જનાર આ કવિ સરળ-નિખાલસ અને પ્રસન્નચિત્ત વ્યક્તિત્વ ધરાવે છે. ………………………………………………………………………………………….. તેમનો પરિચય તેમના શબ્દોમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ […]

  વેબગુર્જરી અને વિકિપીડિયા – આ બન્ને નેટ-સંગઠનોએ આજે ગુજરાતીલેક્સિકોનના સર્જક મુરબ્બી શ્રી રતિલાલ ચંદરિયા, એટલે કે રતિકાકાની ગુજરાતી ભાષાની સેવાઓ બદલ નેટ પરના ગુજરાતીઓ વતી આભાર વ્યક્ત કરવા એમનું સન્માન કર્યું. બન્ને નેટ-સંગઠનો વતી વિકિપીડિયાના કર્ણધાર શ્રી ધવલ સુધન્વા વ્યાસે મુંબઈમાં રતિકાકાને ઘેર એક નાના, સાદા અને અનૌપચારિક કાર્યક્રમમાં સન્માનપત્ર અર્પણ કર્યું. આમ, શ્રી […]

ગુજરાતી સાહિત્ય જગતના કેટલાક વિચક્ષણ અને ગુજરાતી ભાષાનો વ્યાપ્ત વધારી અને ગુજરાતી ભાષાને ગૌરવભર્યું સ્થાન અપાવવામાં પોતાનો નોંધપાત્ર ફાળો આપનાર એવા કેટલાંક સાહિત્યકારો – લેખકો – કવિઓ વિગેરેનો વ્યક્તિગત પરિચય આપતાં વિવિધ વીડિયો ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે. તેમની નામાવલિ નીચે મુજબ છે. ૧. ચંદ્રવદન મહેતા ૨. સુન્દરમ ૩. જયભિખ્ખુ ૪. ગુલાબદાસ […]

ગુજરાતી સાહિત્ય પરિષદનાં ભૂતપૂર્વ અને પ્રથમ મહિલા પ્રમુખ ધીરુબહેન પટેલ સીમાસ્તંભરૂપ લેખિકા છે. ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે અને ખાસ કરીને લઘુનવલના સાહિત્ય સ્વરૂપમાં અમૂલ્ય પ્રદાન આપનારાં લેખિકા ધીરુબહેન પટેલ મોખરાનું સ્થાન ધરાવે છે. ‘વાંસનો અંકુર’ ધીરુબહેનની શ્રેષ્ઠ લઘુનવલ ગણાય છે. તેમની ‘આગંતુક’ નામની સર્જનકૃતિ સમસ્યાનવલ છે. ધીરુબહેને નારી હૃદયના ‘વડવાનલ’, ‘હુતાશન’ અને ‘આંધળી ગલી’ જેવી કૃતિઓમાં […]

નામ – અરુણાબેન જુવાનસિંહ જાડેજા (તાઈના નામથી લોકોમાં વધુ જાણીતા) ઉંમર – ૬૦ વર્ષ અભ્યાસ – એમ.એ. (ગુજરાતી- સંસ્કૃત), બી.એડ. (અંગ્રેજી-સંસ્કૃત) એકદમ સરલ, નિખાલસ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવનારા અરુણાબહેનને તમે એકવાર મળો તો વારંવાર તેમની સાથે વાત કરવાનું કે તેમની વાતો સાંભળવાનું મન થાય અને તેમ છતાં બિલકુલ પ્રસિદ્ધથી પરાંઙમુખ. પોતે મરાઠી પણ શુદ્ધ ગુજરાતી […]