Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 25 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


બાળગીતો

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.
તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
*   *   *   *   *   *   *   *    [...]

March 10th, 2010 by GujaratiLexicon Team

કેટલાંક સુવાક્યો

- દુ:ખ એ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહનું વિટામિન છે
- સંકુચિત જ્ઞાન એ મત છે ને વિશાળ જ્ઞાન એ જ વિજ્ઞાન છે
- કલેશ કરાવનારું કોણ? અજ્ઞાન
- મતભેદનો અર્થ શો? ભીંત જોડે અથડાયો! આપણા માથાને વાગ્યું, તે ભીંતનો દોષ કે આપણો દોષ?
- મતભેદ થાય ત્યારે ઝઘડો થાય, મનભેદ થાય ત્યારે ડાઇવોર્સ થાય. તનભેદ થાય [...]

March 9th, 2010 by GujaratiLexicon Team

ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર,
હાલો ને જોવા જાયેં રે,
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. – મોરલી…..
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. – મોરલી…..
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. – મોરલી…..
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. – મોરલી….
ઝૂલણ મોરલી વાગી [...]

March 4th, 2010 by GujaratiLexicon Team

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે – કલાપી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ [...]

March 3rd, 2010 by GujaratiLexicon Team

નિર્દોષ છોકરી

ધડ-ધડ, ધડ-ધડ કરતી ટ્રેન એકધારી ગતિએ દોડી રહી હતી. આવતી કાલે મારે પેપર તપાસીને શાળામાં આપી દેવાનાં હતાં એટલે ઊંઘું ઘાલીને હું મારું કામ કરતી હતી. સામેની બર્થ પર રાજસ્થાની જેવી લાગતી સ્ત્રી, એના પતિની બાજુમાં કપાળ ઢંકાય એટલું માથે ઓઢીને બેઠી હતી. એના પતિએ ચાર-પાંચ મિત્રો સાથે પાનાની રમત જમાવી હતી. એનો મરાઠી મિત્ર [...]

March 2nd, 2010 by GujaratiLexicon Team

અમદાવાદનો આજે ૬૦૦મો સ્થાપના દિન

મહાનગર મુંબઈ અને કોલકત્તા કરતાં પણ ઉંમરમાં વરિષ્ઠ અમદાવાદ આજે ૬૦૦માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. અહમદશાહના કૂતરાઓને સાબરમતીના કિનારે વસતા સસલાઓએ ભગાડ્યા ત્યારથી માંડીને આજ સુધી આ શહેરની ભૂમિ અનેક અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. પ્રત્યેક વર્ષે વધુને વધુ યુવાન થતા આ શહેરનો સ્થાપના દિન ઉજવવા અમદાવાદીઓમાં અનેરો તરવરાટ અને [...]

February 25th, 2010 by GujaratiLexicon Team

માતૃભાષા દિવસે ગુજરાતી ભાષાનાં પ્રચારકોને સલામ

કહેવાય છે કે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી…ગુજરાતનાં જાંબાઝ બાશિંદાઓ વિશ્વનાં ખૂણેખૂણે પથરાયેલા છે. દુનિયાનાં લગભગ તમામ દેશોમાં ગુજરાતી પરિવારો વસે છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, માત્ર પૃથ્વી પર જ નહીં પરંતુ, અંતરિક્ષમાં પણ ગુજરાતી મૂળનાં લોકો પહોંચી ગયા છે. એક ગુજરાતીએ પોતાની [...]

February 23rd, 2010 by GujaratiLexicon Team

ગુજરાતની પ્રથમ ગઝલ – બાલાશંકર કંથારિયા

ગુજરાતની પ્રથમ ગઝલ

બલિહારી તારા અંગની, ચંબેલિમાં દીઠી નહીં,
સખ્તાઈ તારા દિલની, મે વજ્રમાં દીઠી નહીં.
મન માહરું એવું કુણું, પુષ્પ પ્રહાર સહે નહીં
પણ હાય ! તારે દિલ દયા, મેં તો જરા દીઠી નહીં.
એક દિન તે અલકાવલીમાં, દીઠી‘તી મુખની છબી,
પણ ગુમ થઈ ગૈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.
એ ! કંઈ જરા કર શોચ કે, મારી ઉપર શાને ગુમાન [...]

February 22nd, 2010 by GujaratiLexicon Team