Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આ ‘વિભજિત’ શબ્દમાં ‘જિ’ લખવાને બદલે ‘જી’ લખનારા ઓછા નથી. વિભાજિત લખો. નીચેના શબ્દોમાં પણ ‘જિ’ જ લખો. (૧) આયોજીત (૨) પ્રયોજીત (૩) સંયોજિત (૪) સુયોજિત ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું…… ગુજરાતી ભાષામાં ‘હટ’ શબ્દ છે, પણ ‘હટવું’ કે ‘હટાવવું’ ક્રિયાપદો નથી. ‘હઠવું’ અને ‘હઠાવવું’ ક્રિયાપદો છે અને તેનો જ ઉપયોગ થાય છે. […]

સાચા શબ્દો : ખોટા શબ્દો ભાગ-2

June 25th, 2010 by GujaratiLexicon Team | Comments Off on સાચા શબ્દો : ખોટા શબ્દો ભાગ-2

આપણે શબ્દોમાં ‘સ‘ જોડીને લખવાને ટેવાયેલા છીએ. પણ બધા શબ્દોમાં ‘સ્‘ હોતો નથી. નીચેના શબ્દોમાં ‘સ‘ આખો જ લખો (૧) નુસખો (૨) મસકો (૩) ધુસકો (૪) ધ્રુસકો (નુસ્ખો, મસ્કો, ધુસ્કો, ધ્રુસ્કો – આ શબ્દો ખોટા છે.) ‘સરરર‘ કરતું તીર છૂટ્યું, પણ આડું ફંટાયું. ‘છણણણ‘ માં ત્રણ વખત ણ લખવું. ‘ટનનન‘ માં ત્રણ વખત ન લખવું. […]

નામ – અરુણાબેન જુવાનસિંહ જાડેજા (તાઈના નામથી લોકોમાં વધુ જાણીતા) ઉંમર – ૬૦ વર્ષ અભ્યાસ – એમ.એ. (ગુજરાતી- સંસ્કૃત), બી.એડ. (અંગ્રેજી-સંસ્કૃત) એકદમ સરલ, નિખાલસ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવનારા અરુણાબહેનને તમે એકવાર મળો તો વારંવાર તેમની સાથે વાત કરવાનું કે તેમની વાતો સાંભળવાનું મન થાય અને તેમ છતાં બિલકુલ પ્રસિદ્ધથી પરાંઙમુખ. પોતે મરાઠી પણ શુદ્ધ ગુજરાતી […]

આ પેલું કયું વૃક્ષ દેખાય છે? – એ ‘ગુલમોર’ છે, ‘ગુલમહોર’ નહિ. કેટલાક એને ‘ગુલમહોર’ કહે છે, તે ખોટું છે . હવેથી તમે ‘ગુલમહોર’ ના લખશો. ‘ગુલમોર’ બોલજો, ને લખજો. પેલાં પંખીડાં ‘કલ્લોલ’ કરે છે, ‘કિલ્લોલ’ નહિ. ‘કિલ્લોલ’ શબ્દ ખોટો છે. કોઈ બોલે કે લખે તો તમે તેની ભૂલ કાઢજો. દેવી અંતર્ધાન થઈ ગયાં ! […]

જોડણીના નિયમો ભાગ – 4

June 20th, 2010 by GujaratiLexicon Team | No Comments »

‘ઇષ્ઠ’ અને ‘ઇષ્ટ’ ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠતાદર્શક પ્રત્યય ‘ઇષ્ટ’ નહીં પણ ‘ઇષ્ઠ’ છે. એ પ્રત્યય લગાડવાથી નીચેના શબ્દો બને છે. કનિષ્ઠ, ગરિષ્ઠ, જ્યેષ્ઠ, તેજિષ્ઠ, ધર્મિષ્ઠ, પાપિષ્ઠ, બલિષ્ઠ, વસિષ્ઠ, શ્રેષ્ઠ, સ્વાદિષ્ઠ વગેરે. ‘સ્વાદિષ્ઠ’ અને ‘સ્વાદિષ્ટ’ બંને ખરા છે. હવે નીચેના શબ્દો જુઓ. અનિષ્ટ, અશિષ્ટ, ઇષ્ટ, ઉત્કૃષ્ટ,  ક્લિષ્ટ, ચેષ્ટા, દુષ્ટ, નિશ્ચેષ્ટ, પુષ્ટ, મિષ્ટ, પરિશિષ્ટ, વિશિષ્ટ, ષષ્ટિ, વિષ્ટિ, સૃષ્ટિ […]

જોડણીના નિયમો ભાગ-3

June 17th, 2010 by GujaratiLexicon Team | No Comments »

(૧૪) શબ્દને અંતે ‘ઇત’ : અગણિત, સ્ખલિત, કથિત, નિર્વાસિત, મત્યાદિત, પતિત, પરિચિત, પુનિત, રચિત, લિખિત વગેરેમાં પણ ‘ઇ’ હસ્વ. અપવાદ: શબ્દને છેડે તીત નીત અને ણીત આવે તો ઈ દીર્ઘ હોય છે. જેમ કે, અતીત, કાલાતીત, પ્રતીત, વિનીત, પરિણીત વગેરે. (૧૫) શબ્દને છેડે ‘ઇલ’ : અખિલ, અનિલ, ઊર્મિલ, જટિલ, સુનિલ વગેરે અપવાદ: શીલ માં દીર્ઘ […]

આટલું ધ્યાન રાખીએ તો- કેટલાક ઉપસર્ગ અને પૂર્વગની જોડણી યાદ રાખવાથી ઘણા શબ્દોની સાચી જોડણી લખવાનું સરળ થઈ પડશે. હ્સ્વ ‘ઇ’ વાળા ઉપસર્ગો અતિ, અધિ, નિ, નિર, પરિ, પ્રતિ, વગેરે યાદ રાખવાથી- અતિરેક, અધિષ્ઠાન, નિયમ, નિર્ગુણ, પરિભ્રમણ, પ્રતિબિંબ વગેરે શબ્દોની જોડણીમાં ભૂલો  થવાની સંભાવના રહેશે નહિ (૨) હ્સ્વ ‘ઉ’ વાળા ઉપસર્ગો અનુ, દુર, સુ, ઉત […]

જોડણીના નિયમોમાં અપવાદો તો  હોવાના જ. એ કારણે એ નિયમોની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. જોડણીના નિયમો જાણવા અને સમજવા માટે પ્રથમ તો નીચેના શબ્દોથી પરિચિત થવાની જરૂર છે. સ્વર અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, ઋ આટલા સ્વરો છે. વ્યંજન જે અક્ષરનો ઉચ્ચાર સ્વરની મદદ વિના ન થઈ શકે તે અક્ષર […]

Quiz on Gujaratilexicon

June 12th, 2010 by GujaratiLexicon Team | No Comments »

ગુજરાતી શબ્દોની રમત દ્વારા ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા માટે ગુજરાતીલેક્સિકોને જે પ્રયત્ન કર્યો છે તે તમને ક્વિઝ વિભાગ દ્વારા જોવા મળશે. આ ગુજરાતી શબ્દાર્થ કોયડો દરેક નાનાં-મોટાં સહુ રમી શકે છે અને નવા નવા શબ્દો શીખવાનો આનંદ પણ લઈ શકે છે. દર અઠવાડિયે નવો શબ્દાર્થ કોયડો મૂકવામાં આવે છે તેનામાટે આપ આપેલી લિંક પર […]

Updates on Gujaratilexicon Site

June 11th, 2010 by GujaratiLexicon Team | No Comments »

ગુજરાતીલેક્સિકોન ગુજરાતીના ભાષા રસિકો માટે લાવ્યું છે તેનો નવો અપડેટ કરેલો અંગ્રેજી- ગુજરાતી શબ્દકોશ અને જીએલ – સ્પેશ્યલ. નવા 11345 શબ્દોના ઉમેરણ સાથે અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ વધુ શબ્દસભર અને વધુ સહાયક બન્યો છે. આપ ઇચ્છો તો તે અંગેની વધુ જાણકારી આપ http://www.gujaratilexicon.com/index.php?action=dictionary&chngdictype=EG લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો અને અમે હંમેશા આપના પ્રતિભાવોને […]