Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આપણા કહેવત સાહિત્યમાં કેટલી કહેવતો એવી જણાઈ છે કે જે પરદેશી છે તો પણ તે આપણા સમાજમાં, વ્યવહારમાં સારી રીતે પ્રચલિત છે. એમાંની કેટલીક કહેવતો તો ખાસ તરૂણયુવાન સમુદાયે અપનાવેલી છે અને તેને કોઈ જાતિસમાજ કે વાડો પણ સ્પર્શી શક્યો નથી. આવી કહેવતોમાં એક કહેવત મુખ્ય છે અને તે છે Forget-me-not ફરગેટ–મી–નોટ–મને ભૂલી ન જશો. […]

કર્મ હસાવે, કર્મ રડાવે, કર્મ હોય તો રાજ કરે, લખ્યા લેખ ના ટળે કર્મના, ફકીરને સરતાજ કરે. મીરજાપુરમાં બે ભાઈઓ રહેતા હતા. તેઓ એક બીજાને ઘણા જ હેતથી ચાહતા. એક દિવસ તે બંનેને એક બાબતમાં મત ભેદ પડ્યો, મોટાભાઈએ કહ્યું, કે “પ્રારબ્ધ–નશીબ હંમેશાં બળવાન છે અને તેના આગળ માણસનો બધો પ્રયત્ન વ્યર્થ જાય છે“. ત્યારે […]

આકરુ ગામના ઊભા મારગે જતા ભલગામડા નામનું ડુંગળીના દડા જેવું ગામડું ગામ. ઈ ગામની માલીપા ઉગરચંદ નામનો વહેવારિયો વાણિયો રિયે. ઉગરચંદને પરણાવ્યા પછી એના બાપ વનેચંદ સ્વર્ગે સિધાવ્યા. આ વાતને પાંચ સાત વરસનાં વહાણાં વાયાં. ઘરમાં હુતોહુતી બે માણસ. શેઠ વેપારધંધે દેશદેશાવર ખેડે. વાણિયણ ઘરમાં એકલી અટૂલી. પેટ સંતાન ન મળે. ઈ તો બાપડી બાળક […]

મુંઝવણમાં માર્ગદર્શન કરાવતી કહેવતો આપણી કેટલીક કહેવતોમાં બોધ છે. નક્કર હકીકત અને માર્ગદર્શન છે. અનુભવનો નીચોડ છે. ઘણી વાત એવી હોય છે કે જે આપણે જાણીએ છીએ. સમજીએ છીએ પણ તે આપણા ધ્યાનમાં ઝટ આવી જતી નથી. આવી વાતોને કહેવત સ્પષ્ટ રીતે આપણી સમક્ષ તેને રજુ કરી દે છે. કહેવતોમાં પ્રશ્નને ઉકેલવાનો મુંઝવણોમાં માર્ગદર્શન મેળવવાનો […]

ત્અર

બુંદેલખંડી ભાષામાં એક કહેવત છે : ‘ઉકતાયે કામ નસાયે ધીરજ કામ બનાયે.’ ઉતાવળથી કોઈ કામ થતું નથી. ધીરજથી કામ લો. આને મળતી કહેવતો ગુજરાતી ભાષામાં પણ મળે છે : ‘ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર.’ ‘ઉતાવળે આંબા ન પાકે.’ આ કહેવતની પાછળ એક રસપ્રદ કથા પડેલી મળી આવે છે. જૂના જમાનાની વાત છે. શ્રાવસ્તીનગરમાં એક […]

Happy Diwali & Happy New Year to all our Dear Readers ચાલો, ત્યારે આપણે દિવાળી તહેવાર વિશે થોડી ઘણી માહિતી જાણીએ: દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ, શીખ ધર્મ, બુદ્ધ ધર્મ, અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ […]

પોતાના વતનમાં માણસ પંકાતો નથી. તેની ગણના થતી જ નથી. પછી ભલેને એ કોઈ મોટો ભણેલો ગણેલો પંડિત કેમ ન હોય ! વિદ્વતા દેશમાં અંકાતી નથી. પરદેશમાં જ તેની કદર થાય છે. દેશના અનેક શિક્ષિત યુવાનો આજે પરદેશમાં સારું ધન કમાઈ રહ્યા છે કારણ તેમની વિદ્વતાની ત્યાં કદર થાય છે છતાં કહેવું પડશે દેશ એ […]

‘કેમ’લ્યા ! ઊંઘ નથી આવતી ?’ નાથાકાકાએ બાજુની ખાટલીમાં થતી સળવળ જોઈને પૂછ્યું. હમણાંના એ જરા નરમ અવાજે બોલતા હતા. હમણાંની કેટલીયે વાતોની જેમ એ નરમાશ હીરિયાથી જીરવાતી નહોતી. નાથાકાકા પહેલાંની જેમ એને વાતે વાતે ઘરચિયું ઘાલીને ઢીબી નાખતા હોય તો બહુ સારું લાગે, પણ એ એવું કરતા નહોતા. કોઈ એવું કરતું નહોતું. નિશાળે જવાની […]