Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

પહેલી ઑગસ્ટ એ ગુજરાતી સાહિત્યકારોનીની દુનિયામાં ખૂબ વિશેષ દિવસ ગણાય છે. કારણ કે આ દિવસે ગુજરાતી સાહિત્યના ચાર-ચાર મહાનુભાવોનું અવતરણ થયું હતું. જેમણે ગુજરાતી સાહિત્યને પોતાની અમર કલા-સાહિત્યકૃતિઓ વડે સોને મઢ્યું છે. ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિને છલકાવનાર એ પ્રતિભાવંત વ્યક્તિઓનાં નામ આ પ્રમાણે છેઃ શ્રી ચીમનભાઈ પટેલ (ઉપનામઃ ચમન) જન્મઃ 1, ઑગસ્ટ, 1933; કૈયલ ( ઉ.  […]

તારીખ ૨૯ જુલાઈની વર્ષાઋતુની મોસમી સંધ્યાએ સાબરમતી સરિતાનું પૂજન થયું ત્યારે આપણે માત્ર સાબરમતી જ નહીં પરંતુ બધી નદીઓની પવિત્રતા જળવાય તે જોવાની આપણે સૌ નાગરિકોની ફરજ છે. નદીમાં દૂષિત કચરો ન નાંખીને તેને પવિત્ર બનાવવાની છે. સાબરમતીમાં નર્મદાનું પણ પાણી આવે છે ત્યારે નર્મદાને તો જોવાથી પણ પુણ્ય મળે છે, તેને કેવી રીતે દૂષિત […]

ઈદ મુબારક

July 29th, 2014 by GujaratiLexicon Team | No Comments »

ઈદ-ઉલ-ફિત્ર/ઈદ-અલ-ફિત્ર અથવા સાદી ભાષામાં કહીએ તો “ઈદ”, ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને ફિત્ર એટલે “ઉપવાસ તોડવો”. રોજા પૂરા થતાં ઈદ આવે છે તે દિવસે નમાજ પહેલાં જકાત ઉલ ફિત્ર એટલે કે દાન આપવામાં આવે છે. રમજાન માસમાં કરેલું પુણ્ય સિત્તેર ગણું મળે છે. આ દિવસે દાનનો મહિમા વધારે હોય છે. આખા મહિનાના ઉપવાસ […]

માતા- પિતાને ઓળખો

July 26th, 2014 by GujaratiLexicon Team | No Comments »

આપણાં ધર્મશાસ્ત્રોમાં મા-બાપની સેવાનું મોટુ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતા-પિતાને દેવ સમાન માનવા જોઈએ. જગતમાં બધું મળી શકે છે. પણ મા-બાપ તેમનું વાત્સલ્ય મળી શકતું નથી. માતા-પિતા બાળકનું લાલન-પાલન કરે છે. બાળકનું પોષણ કરે છે. એનામાં સંસ્કારોનું સિંચન કરે છે. એના વિકાસની, એના ભવિષ્યની એ ચિંતા કરે છે. માતા-પિતા ખરેખર સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે. […]

પુસ્તકના પ્રેમમાં પડવું એ પરમાત્માના પ્રેમમાં પડવા જેવી પુણ્ય ઘટના છે. વાચનનો શોખ આપણી પાછલી અવસ્થાને, આપણી એકલતાને અને આપણી અંગત સમસ્યાઓને કાબૂમાં રાખે છે. પ્રત્યેક ગુજરાતીની છાતી ગજ-ગજ ફૂલે એવું એક સાંસ્કૃતિક અભિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું, ‘વાંચે ગુજરાત.’ આપણે એ અભિયાનમાં આપણા પૂરતો થોડોક શાબ્દિક ફેરફાર કરીને ‘વાંચે ગુજરાત’ને […]

ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે.  ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ સ્વભાવનો ઉતાવળીયો હતો અને નાની નાની વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ મચાવવાની એને ટેવ હતી. એની પત્ની એને ઘણી વખત સમજાવે પણ તેના સ્વભાવમાં ફરક પડતો ન હતો.  એક વખત તેની પત્ની નદી પર પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ […]

મનની મોસમ

July 18th, 2014 by GujaratiLexicon Team | No Comments »

  અત્યારે ઓફિસમાં બેઠો છું. ઓફિસની બારીમાંથી વરસતા વરસાદને જોઈ રહ્યો છું. કાચની પેલે પાર થોડે દૂર બધાં બિલ્ડિંગો પલળતાં દેખાય છે. રસ્તા પર અમુક લોકો વરસાદમાં પલળવાનો આનંદ લઈ રહ્યાં છે, તો અમુક વરસાદથી બચવા પ્રયત્નો કરી રહ્યા છે. ઘણી ગાડીઓ વાઇપરથી કાચને સાફ કરવા મથી રહી છે. ગાડીની સામે વાઇપર ન હોત તો બધું […]

પ્રેરણાની પળોમાં

July 14th, 2014 by GujaratiLexicon Team | No Comments »

[1] તમારી જાતને મહત્તા બક્ષો Whatever your work isDignify itWith your bestThought and effort – E. Baldwin Yorkતમારા ભાગે આવેલાં કામ કે નોકરીને નીચાં ન ગણો. જે પ્રવૃત્તિ હાથ ધરી હોય કે કામ સોંપાયું હોય તેને તમે મહત્તા બક્ષો. તમે જ તમારા કામને નીચું ગણશો તો બીજાઓ તેને કેમ મહત્વનું ગણશે ? એક વખત તમે […]

    અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા છે. આ દિવસે દરેક પોતાના ગુરુને ગુરુવંદના કરશે અને આશીર્વાદ મેળવશે. આપણે ત્યાં ગુરુપરંપરા ખૂબ આદરણીય અને સન્માનનીય છે. ઘણાં કૌટુંબિક ગુરુને પૂજે છે તો ઘણાં પોતાના ભગવાનને જ ગુરુ તરીકે સ્થાપે છે. ભગવાન કૃષ્ણને આપણે શ્રીકૃષ્ણં વંદે જગદ્‌ગુરુમ્‌ કહીને દિલમાં સ્થાપ્યા છે. પોતાના ગુરુની ટીકા કોઈ સહન […]

ચિંતનની પળે

July 7th, 2014 by GujaratiLexicon Team | No Comments »

કુદરતે માણસને જે શક્તિઓ આપી છે, તેમાં એક અને સૌથી શ્રેષ્ઠ કોઈ શક્તિ હોય તો એ છે ભૂલી જવાની શક્તિ. માણસ ઇચ્છે એ યાદ રાખી શકે છે અને ન ઇચ્છે એ ભૂલી જઈ શકે છે. માણસ કરે છે ઊંધું. જે યાદ રાખવાનું હોય છે એ ભૂલી જાય છે અને જે ભૂલવાનું હોય એ યાદ રાખે […]