2018નો શબ્દ: ‘વર્ડ ઑફ ધ યર – 2018’
ભારતીય ભાષાઓ માટે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી ભાષા માટે પ્રથમ વાર ‘ગુજરાતીલેક્સિકન અને નવગુજરાત સમય’ દ્વારા ‘વર્ડ ઑફ ધ યર – 2018’નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં નિષ્ણાતો ઉપરાંત લોકો પાસેથી શબ્દના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ માટે મળેલા વિવિધ સૂૂૂૂચનોમાંંથી શબ્દોની ઉપયોગિતા, વપરાશ અને મહત્ત્વ જેવાં વિવિધ પાસાંંઓના અભ્યાસ અને વિમર્શ બાદ શ્રી યોગેન્દ્ર વ્યાસ, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી પ્રકાશ શાહ, શ્રી મનસુખ સલ્લાની બનેેેેલી સમિતિ દ્વારા સર્વાનુમતે ‘નોટબંધી’ શબ્દને વર્ષ 2018ના શબ્દ તરીકે નક્કી કરવામાં આવ્યો છે, અને એ રીતે ‘નોટબંધી‘ શબ્દને ‘વર્ડ ઑફ ધ યર – 2018’ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
નોટબંધી શબ્દનું સૂચન સૌ પ્રથમ વાર ‘લોકકોશ’ના માધ્યમ દ્વારા ઈ.સ. 2016માં શ્રી ધીરેન પંચાલે કર્યું હતું. નિષ્ણાતોની સમિતિના મતે ભલે આ શબ્દ વર્ષ 2018નો નવો શબ્દ નથી પણ આ શબ્દની સૌથી વધુ અસર 2018માં જોવા મળી અને 2018માં આ શબ્દ સ્થિર બન્યો અને સ્થાયી થયો. ઉપરાંત સમિતિ દ્વારા એ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આ શબ્દ સમગ્ર ભારતીય જનતાને એટલે કે શહેરમાં વસતાં અને ગામડામાં વસતાં બધાં નાગરિકોને અસર કરી ગયો છે.
નોટબંધી શબ્દને વ્યાખ્યાયિત કરવામાં શ્રી રોહિત શુક્લએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે અને તેમના મત મુજબ ‘નોટબંધી’ શબ્દનો અર્થ આ પ્રમાણે થાય : “નાણાં તરીકે વપરાતી ચલણી નોટને વિનિમયના માધ્યમ તરીકે વપરાશમાંથી બંધ કરવી.” આ અર્થ સમિતિ દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે, નોટબંધી ઉપરાંત જે શબ્દો વિશે ચર્ચા કરવામાં આવી તે આ મુજબ હતા : સૌરઉર્જા, જીએસટી, પીડિતા, મીટુ અને પોસ્ટ ટ્રુથ
દર વર્ષે ઑકસફોર્ડ યુનિવર્સિટી દ્વારા અંગ્રેજી ભાષામાં જે તે વર્ષ દરમ્યાન સૌથી વધુ પ્રચલિત થયેલા શબ્દને ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે જાહેર કરવામાં આવે છે. વળી હવે ઑક્સફોર્ડ શબ્દકોશમાં ઘણા ભારતીય ભાષાના શબ્દોનો પણ સમાવેશ થયો છે.
ભારતીય ભાષાઓમાં થયેલ આ પહેલને ચાલો, સૌ સાથે મળીને આગળ ધપાવીએ.
No Response to “ગુજરાતી ભાષા માટે પ્રથમ વાર : વર્ષ 2018નો શબ્દ : નોટબંધી” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment