Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ઉર્વીશ કોઠારી મને જેટલી ભાષાઓ વાંચતાં-લખતાં આવડે છે, એ બધી જ બહુ વહાલી છે. પણ ગુજરાતી ભાષા માટે વિશેષ પ્રેમ છે. કારણ ફક્ત એટલું જ કે એ મને વધારે આવડે છે. માને પ્રેમ કરવા માટે માસીને ઉતારી પાડવાનું મને કદી સમજાયું નથી. આપણી વહાલી ભાષા કેવી રીતે જીવે છે? ભાષાનું મૂળ કામ પ્રત્યાયનનું-ગુજરાતીમાં કહીએ તો, […]

2018નો શબ્દ: ‘વર્ડ ઑફ ધ યર – 2018’      ભારતીય ભાષાઓ માટે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી ભાષા માટે પ્રથમ વાર ‘ગુજરાતીલેક્સિકન અને નવગુજરાત સમય’ દ્વારા ‘વર્ડ ઑફ ધ યર – 2018’નું આયોજન કરવામાં આવ્યું અને તેમાં નિષ્ણાતો ઉપરાંત લોકો પાસેથી શબ્દના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ માટે મળેલા વિવિધ સૂૂૂૂચનોમાંંથી શબ્દોની ઉપયોગિતા, વપરાશ […]

ઇજનેરી, સાહિત્ય અને સમાજસેવાના ત્રિવેણી સંગમ સમા આદરણીય શ્રી બળવંતભાઈ વાઘજીભાઈ પટેલ બી. વી. પટેલના હુલામણા નામથી ઓળખાય છે અને અનેરો આદર અને લોકચાહના ધરાવે છે. બળવંતભાઈએ કર્મચારીઓના નગર તરીકે ઓળખાતા ગાંધીનગરની સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક ઓળખ ઊભી કરવામાં પાયાની ભૂમિકા ભજવી. ગાંધીનગરની ઓળખ સમી અનેકવિધ સંસ્થાઓની સ્થાપનામાં તેમનું યોગદાન અમૂલ્ય કહી શકાય તેવું છે. […]

કવિ શ્રી દલતપતરામે જ્યારે ભરસભામાં કહ્યું કે પોતે ગુજરાતી વાણી રાણીનો વકીલ છે ત્યારે ગુજરાતી હોવાના ગર્વથી છાતી ગજ ગજ ફૂલે. ગુર્જર પ્રદેશમાં વસતાં લોકો દ્વારા બોલાતી ભાષા એટલે ગુજરાતી ભાષા. આ ગુજરાતી ભાષાને આધુનિક તકનીકના માધ્યમથી સાચવવાની એક પહેલ આજથી વર્ષો પહેલાં શ્રી રતિલાલ ચંદરયાએ કરી અને 26 કરતાં વધુ વર્ષોની મહેનત થકી 13 […]

અમદાવાદના સાહિત્ય જગતના રસીકજન અને અમદાવાદના સાર્વજનિક જીવનમાં સક્રિય રહેતી ઉપસ્થિ વ્યક્તિ, હું સૌને નમસ્કાર કરું છું. આજે શ્રી રતિલાલ ચંદરયા તૃતિય સ્મૃતિ વ્યાખ્યાન આપવાની મને જે તક મળે છે એ તક આપવા માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ‘ગુજરાતી લેક્સિકન’ – આ કલ્પના મને રોમહર્ષક લાગે છે. ગુજરાતીનું ખોટું અભિમાન મારા દિલમાં નથી, […]

મરીઝ શતાબ્દી વંદના

February 24th, 2017 by GujaratiLexicon Team | 2 Comments »

22  ફેબ્રુઆરી 2017, બુધવારે સાંજે 6 થી 8 દરમ્યાન સાહિત્ય પરિષદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકનના સંયુક્ત ઉપક્રમે મરીઝનો જન્મ શતાબ્દી વંદના કાર્યક્રમ યોજાયો. પ્રાસંગિક ઉદ્બોધન બાદ આમંત્રિત કવિઓનું પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું. ત્યાર બાદ શરૂ થઈ મરીઝની જીવન ઝરમર. વ્યવસાયે ડૉક્ટર પણ મનથી સાહિત્યકાર તેવા રઈશ મણિયારે મરીઝના જીવન વિશે કેટલીક પરિચિત તો […]

પ્રિય મિત્ર, શ્રાવણ માસના પ્રારંભ સાથે જ આપણી આજુબાજુનું વાતાવરણ ધાર્મિક બની જાય છે. નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળાસાતમ, ગોકળ અષ્ટમી, બળેવ,સ્વતંત્રતાદિવસ, પર્યુષણનો પ્રારંભ વિવિધ તહેવારોથી શોભતાં આ શ્રાવણ માસની રોનક કંઈક અનેરી જ છે. ગુજરાતીલેક્સિકન પરિવાર આપ સૌને શ્રાવણ માસની વધામણી પાઠવે છે અને સાથે સાથે 8મી ઑક્ટોબર 2016, શનિવારના રોજ યોજાનાર ‘શ્રી રતિલાલ ચંદરયા […]

Jan 13, 2016 Marks The Ten Years of GujaratiLexicon

January 12th, 2016 by GujaratiLexicon Team | No Comments »

વર્ષગાંઠ, સંવત્સરી(એનીવર્સરી) સૌને પ્રિય હોય છે પછી એ પોતાની હોય, સ્વજનની હોય, મિત્રની હોય, સ્નેહીની હોય, પરિવારમાં કોઈની હોય. એ જ રીતે ગુજરાતીલેક્સિકન પણ આજે ભાષા પ્રેમીઓ માટે એક સ્વજન, મિત્ર, સ્નેહી, પરિવારની વ્યક્તિ બની ગયું છે. આજે ગુજરાતીલેક્સિકન તેના લોકાર્પણના 10 વર્ષ પૂર્ણ કરી 11માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભગવદ્ગગીતાના ‘કર્મ કરે જા […]

તા. 10 ઑક્ટોબર 2015, શનિવારના રોજ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના પ્રાંગણમાં સાંજના 4.30 થી 7 દરમ્યાન ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર ગુજરાતીલેક્સિકનના સ્થાપક માતૃભાષાના ભેખધારી શ્રી રતિલાલ ચંદરયાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાષા, કલા, સાહિત્ય અને સંસ્કૃતિના સંદર્ભમાં ‘ગુજરાતની અસ્મિતા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી સિતાંશુભાઈ અને અતિથિ વિશેષ શ્રી કુમારપાળભાઈ હતા. […]

મિત્રો, આજે ૧૩ ઑગસ્ટના રોજ જાણીતા કવિ શ્રી વિનોદ જોશીનો જન્મદિન છે. તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવતાં ચાલો, તેમના જીવન, કાર્ય અને સાહિત્યિક પ્રદાનની આછી ઝલક મેળવીએ…. જન્મ ૧૩ ઑગસ્ટ, ૧૯૫૫, ભોરિંગડા, વતન – બોટાદ, જિ. – અમરેલી કુટુંબ પિતા – હરગોવિંદદાસ જોશી, પત્ની – વિમલ; પુત્ર – અનિરુદ્ધ અભ્યાસ ૧૯૭૭ – એમ.એ., ૧૯૮૦ – પી.એચ. ડી. વ્યવસાય ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના […]