Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ઉર્વીશ કોઠારી મને જેટલી ભાષાઓ વાંચતાં-લખતાં આવડે છે, એ બધી જ બહુ વહાલી છે. પણ ગુજરાતી ભાષા માટે વિશેષ પ્રેમ છે. કારણ ફક્ત એટલું જ કે એ મને વધારે આવડે છે. માને પ્રેમ કરવા માટે માસીને ઉતારી પાડવાનું મને કદી સમજાયું નથી. આપણી વહાલી ભાષા કેવી રીતે જીવે છે? ભાષાનું મૂળ કામ પ્રત્યાયનનું-ગુજરાતીમાં કહીએ તો, […]

અમદાવાદના સાહિત્ય જગતના રસીકજન અને અમદાવાદના સાર્વજનિક જીવનમાં સક્રિય રહેતી ઉપસ્થિ વ્યક્તિ, હું સૌને નમસ્કાર કરું છું. આજે શ્રી રતિલાલ ચંદરયા તૃતિય સ્મૃતિ વ્યાખ્યાન આપવાની મને જે તક મળે છે એ તક આપવા માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. ‘ગુજરાતી લેક્સિકન’ – આ કલ્પના મને રોમહર્ષક લાગે છે. ગુજરાતીનું ખોટું અભિમાન મારા દિલમાં નથી, […]

તા. 10 ઑક્ટોબર 2015, શનિવારના રોજ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના પ્રાંગણમાં સાંજના 4.30 થી 7 દરમ્યાન ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર ગુજરાતીલેક્સિકનના સ્થાપક માતૃભાષાના ભેખધારી શ્રી રતિલાલ ચંદરયાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાષા, કલા, સાહિત્ય અને સંસ્કૃતિના સંદર્ભમાં ‘ગુજરાતની અસ્મિતા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી સિતાંશુભાઈ અને અતિથિ વિશેષ શ્રી કુમારપાળભાઈ હતા. […]

  આજે  ૩૧ ઑગસ્ટના રોજ ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકાર શ્રી ધીરુભાઈ પરીખનો જન્મદિન છે. તેમને જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં તેમની ગુજરાતીલેક્સિકન સાથેની પોતાનો ભાષાપ્રેમ અને સાહિત્યપ્રેમ પ્રગટ કરતી મીઠી ગોષ્ઠીને માણીએ… જન્મ : ૩૧ – ૮ – ૧૯૩૩, વીરમગામ. ૧૯૫૧માં મૅટ્રિક, ૧૯૫૫માં બી.એ., ૧૯૫૮માં એમ.એ., ૧૯૬૭માં પી.એચ.ડી., ૧૯૫૫થી સી.યુ.શાહ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭થી ૧૯૬૯ […]

આજે ૨૪ ઑગસ્ટના રોજ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી નર્મદનો જન્મદિન છે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. તેમના જન્મદિન નિમિત્તે આ  દિવસ ‘વિશ્વ ગુજરાતી દિવસ’ તરીકે પણ ઉજવાય છે. નર્મદ માત્ર કવિ જ નહીં પણ નિબંધકાર, આત્મકથાકાર, પિંગળકાર, સંપાદક, કોશકાર અને નાટ્ય સંવાદ લેખક તરીકે પણ પ્રખ્યાત હતા. સુરતની ધરાનું ગુજરાતી સાહિત્યક્ષેત્રે ઊંચું […]

      કવિ શ્રી અનિલ ચાવડા ખૂબ જ ઋજુતાસભર હૃદયના કવિ છે. વર્તામાનકાળે સાહિત્યજગતમાં તેઓ પોતાના વિશિષ્ટ કાવ્યવૈભવની ગરિમાને લીધે ખૂબ પ્રસિદ્ધ થયા છે. ખૂબજ અલ્પ સમયમાં કવિતાજગતમાં છવાઈ જનાર આ કવિ સરળ-નિખાલસ અને પ્રસન્નચિત્ત વ્યક્તિત્વ ધરાવે છે. ………………………………………………………………………………………….. તેમનો પરિચય તેમના શબ્દોમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ […]

  આજે રોજે રોજ અવનવા ગુજરાતી બ્લોગ બ્લોગ વિશ્વમાં ઉમેરાતા જાય છે. તેમાંના કેટલાક મૌલિક લખાણોથી ભરપૂર હોય છે તો કેટલાક કોઈ માહિતી આપતાં બ્લોગ હોય છે. આ જ બ્લોગ જગતમાં જુલાઈ મહિનાથી પગરણ કરનાર એક બ્લોગ વાચકોનું ધ્યાન દોરે એમ છે. એનું કારણ ફક્ત એટલું જ છે કે આજે ભાષાના શબ્દોનો કેવી રીતે ક્યાં […]

  http:r//rushichintan.com ઉપર દર્શાવેલ “ઋષિ ચિંતનના સાંનિધ્યમાં” બ્લોગની મુલાકાત લેશો. ચિંતન મનન કરવાથી વિચારોના અપાર  ઊંડાણમાં મન ડુબતું જાય છે, અને જીવન જીવવાનો એક નવો દૃષ્ટિકોણ વિકસતો જાય છે. તેને વારંવાર વાંચવાથી હંમેશા માટે જીવનનું પરિવર્તન થાય છે. યુગ દૃષ્ટાની આ ભાવયુકત ભેટ છે. પ્રસાદ છે, અને વધુને વધુ  લોકોને વહેંચીને જો મનુષ્ય સારું વિચારવાનું અને […]

મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત 27મું જ્ઞાનસત્ર તા. 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આ જ્ઞાનસત્ર અંગેની વિગતવાર માહિતી અહીં આપેલી લિંક ઉપરથી મેળવી શકાશે. http://www.gujaratisahityaparishad.com/shikshan/pravruti/seminar/27gnan-satra.pdf આ જ્ઞાનસત્રના અધ્યક્ષ સુશ્રી વર્ષા અડાલજા છે. આ જ્ઞાનસત્રના પ્રથમ દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે હાલમાં જ આયોજિત પાંચ સત્રની કાર્યશાળામાં રજૂ કરાયેલ નિદર્શનમાંથી ગુજરાતીમાં […]

અગાઉ જણાવ્યા પ્રમાણે શ્રી અપૂર્વભાઈ પાનેરિયાએ ગુગલ ક્રોમ બ્રાઉઝર માટે ગુજરાતીલેક્સિકોનનું એક એડ ઓન (એક્સટેન્શન) બનાવ્યું છે જે કેવી રીતે ડાઉનલોડ કરવું તેમજ તે કેવી રીતે ઉપયોગી છે અથવા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે. સૌ પ્રથમ તો એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ એડ ઓન […]