Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

દીકરી (અછાંદસ કવિતા)

July 10th, 2015 by GujaratiLexicon Team | 1 Comment »

મિત્રો, ગયા બુધવારે વૉટ્સ-ઍપ મિત્ર દ્વારા એક મેસેજ મળ્યો. જેમાં એક હૃદયસ્પર્શી ઘટનાનું નિરૂપણ થયેલું હતું. એ ઘટના એટલી તો અંતરને ઢંઢોળી ગઈ કે સતત બે-ત્રણ દિવસ સુધી તેના વિચારો આવતા રહ્યા. તેને યોગ્ય શબ્દદેહ આપવા માટે મન આતુર થઈ રહ્યું હતું. હું કલાપી જેવો મોટો કવિ તો નથી કે….પંખીને ભૂલથી પથરો વાગી જતાં….” રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો…” જેવી મંદાક્રાંતા છંદમાં લખાયેલી અદભુત રચના કરી શકું.  અલબત્ત લખવાની અદમ્ય મારી ઇચ્છાએ તેને  અછાંદસ કાવ્યરૂપે શબ્દદેહ આપી દીધો ખરો ! આપને જરૂર ગમશે તેવી અભિલાષા સહ અત્રે આપની સમક્ષ પસ્તુત કરી રહ્યો છું.  

Dikariદીકરી

કાળી મેઘલી રાત, વરસતો વરસાદ

એક આધેડ દંપતી, ગાડી લઈ જતાં હતાં

 પુત્રની અદમ્ય ઇચ્છામાં, પાંચ પાંચ દીકરી જન્મી

આજે છઠ્ઠીને રોકી હતી, દુનિયામાં અવતરતાં પહેલાં

 પહાડી… સૂમસામ રસ્તો, ડરાવતો જાણે સામે ધસતો

ચમકી એક વીજળી અચાનક, સફેદ વસ્ત્રોમાં કોઈ ભયાનક

 મદદ માટે હાથ લંબાવે, સામે દોડી ગાડી થંભાવે

‘ના’ પાડતી પત્ની ડરતાં, પતિએ રોકી ગાડી છતાં

 હાંફળી-ફાંફળી એક સ્ત્રી, મદદ માટે આવી કરગરતી

“બચાવો કોઈ મારી દીકરીને, પડી મારી ગાડી પલટીને”

 દેખાઈ ગાડી એક ગબડેલી, થોડે દૂર પહાડી પાસે

પતિ ગયો સ્ત્રી સંગાથે, પહોંચ્યો પલટેલી ગાડી પાસે

 પાંચેક વર્ષની માસૂમ બાળા, રોતી-કકળતી અને કણસતી

તેને ગાડીની બહાર કાઢી, કરી ઊંચી છાતીએ વળગાડી

 ત્યાં અચાનક નજર ધસી, જાણે પગ તળેથી ધરતી ખસી

ડ્રાઇવરની સીટ પર મૃત જોઈ, મદદ માટે આવેલી એજ સ્ત્રી

 અંતરેથી એક આહ નીકળી, ધન્ય છે ઓ મા તને !

મર્યા પછી પણ પરવા કીધી, વહાલસોયી તારી દીકરીની

 – ઉપેન્દ્ર ગુર્જર ( 07 – 07 – 2015)

One Response to “દીકરી (અછાંદસ કવિતા)” »

  1. Comment by Jayendra Thakar — April 16, 2017 @ 9:24 pm

    Very thrilling and interesting concept! The love of mother is probably the best of all. She gives it all uncondionally, even after the death.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment