Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ગુજરાતી ગીત ગુંજારવ

December 5th, 2014 by GujaratiLexicon Team | 1 Comment »

ઓ નીલ ગગનનાં પંખેરું

 

ઓ નીલ ગગનનાં પંખેરું

તુ કાં નવ પાછો આવે

મને તારી, ઓ મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ

સાથે રમતા સાથે ભમતાં

સાથે નાવલડીમાં તરતાં

એક દરિયાનું મોજું આવ્યું

વાર ન લાગી આવી તુજને સરતાં

આજ લગી તારી વાટ જોઉં છું

તારો કોઈ સંદેશો ના આવે…

ઓ, તારો કોઈ સંદેશો ના આવે

મને તારી , મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરુ, પંખેરુ

તારા વિના ઓ જીવનસાથી

જીવન સૂનું સૂનું ભાસે

પાંખો પામી ઊડી ગયો તું

જઈ બેઠો તું ઊંચે આકાશે

કેમ કરી હું આવુ તારી પાસે…

મને કોઈ ના માર્ગ બતાવે…

મને તારી, ઓ મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરું….

મોરલા સમ વાટલડી જોઉં

ઓ રે મેહુલા તારી

વિનવું વારંવાર તુને

તું સાંભળી લે વિનંતિ મારી

તારી પાસે છે સાધન સૌએ

તુ કાં નવ મને બોલાવે …

ઓ, તુ કાં નવ મને બોલાવે

મને તારી, મને તારી યાદ સતાવે

ઓ નીલગગનનાં પંખેરું….

(ગીત સાંભળો…)

એક રજકણ સૂરજ થવાને શમણે

એક રજકણ સૂરજ થવાને શમણે

ઉગમણે જઈ ઊડે

પલકમાં ઢળી પડે આથમણે

જળને તપ્ત નજરથી શોષી

ચહી રહે ઘન રચવા

ઝંખે કોઈ દિન બિંબ બનીને

સાગરને મન વસવા

વમળ મહીં ચકરાઈ રહે

એ કોઈ અકળ મૂંઝવણે

એક રજકણ…

જ્યોત કને જઈ જાચી દીપ્તિ

જ્વાળા કને જઈ લ્હાય

ગતિ જાચી ઝંઝાનિલથી

એ રૂપ ગગનથી ચ્હાય

ચકિત થઈ સૌ ઝાંખે એને

ટળવળતી નિજ ચરણે

એક રજકણ…

(ગીત સાંભળો…)

સાત સમન્દર તરવા ચાલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

ઝંઝા  બોલી  ખમ્મા  ખમ્મા હિમ્મત  બોલી અલ્લાબેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

એવા પણ  છે પ્રેમી અધૂરા  વાતોમાં   જે    શૂરા   પૂરા

શીર   દેવામાં   આનાકાની   દિલ   દેવાની   તાલાવેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

કોનો સાથ  જીવનમાં  સારો  શૂન્ય તમે પોતે જ વિચારો

મહેનત પાછળ બબ્બે બાહુ  કિસ્મત પાછળ માત્ર હથેળી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

આપખુદીનું  શાસન  ડોલ્યું  પાખંડીનું   આસન   ડોલ્યું

હાશ કહી  હરખાયો ઈશ્વર  ‘શૂન્યે’  જ્યાં લીલા  સંકેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

ઝંઝા  બોલી  ખમ્મા  ખમ્મા હિમ્મત  બોલી અલ્લાબેલી

સાત સમન્દર તરવા ચાલી  જ્યારે  કોઈ   નાવ  અકેલી

(ગીત સાંભળો…)

One Response to “ગુજરાતી ગીત ગુંજારવ” »

  1. Comment by તુષાર મહેતા — April 10, 2015 @ 1:10 am

    ” ગુજરાતી ગીત ગુંજારવ ” માં ગીત્ના કવિ, ગાયકના નામ, સંગીત દિગ્દર્શક અને સ્વર સંયોજકના નામોની વિગત હોય તો બહુ સમ્રુદ્ધ સંદર્ભ બને.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment