Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

આરોગ્ય અને આપણે

April 9th, 2015 by GujaratiLexicon Team | No Comments »

ગુજરાતી ભાષામાં કહેવત છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એટલે કે તંદુરસ્તી સારી તો સૌ બાબતોમાં સુખ આવે. જો શરીરે ચેન જ ન પડતું હોય તે માણસને પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં મૂકી આવો તો ય  કાશ્મીરના ઠંડા ગુલાબી વાતાવરણમાંય તેના અંતરમાં તો દુઃખ અને પીડાના ભડકા જ બળતા હોય. એક હકીકત પ્રમાણે સ્વસ્થ […]

આજે ૬ઠ્ઠી એપ્રિલના રોજ સાહિત્યના એક મૂર્ધન્ય નાટ્યકાર, નવલકથાકાર અને કવિ ચં. ચી. મહેતાની જન્મતિથિ છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. તેમની સાહિત્ય સેવાઓને બિરદાવતાં ‘ગુજરાતીલેક્સિકન’ તરફ્થી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવવામાં આવે છે. ચંદ્રવદન ચીમનલાલ મહેતા, ‘ચં.ચી.મહેતા’ (જન્મ : ૬-૪-૧૯૦૧, અવસાન : ૨૨-૪-૨૦૦૧) કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક તરીકે ખ્યાતિ. તેમને જન્મ સુરત શહેરમાં થયો […]

શાલિવાહન શક સંવતનું નવું વર્ષ ચૈત્ર સુદિ એકમથી શરૂ થઈ જાય છે. આ દિવસ ગુડી પડવા તરીકે અને ચેટીચાંદ તરીકે ઊજવવામાં આવે છે. શક સંવત પ્રમાણેનું નૂતન વર્ષ આપના માટે શુભ અને મંગલમય રહે તેવી ‘ગુજરાતીલેક્સિકન’ ટીમ તરફથી હાર્દિક શુભ કામનાઓ. શક સંવતના વર્ષનો પ્રારંભિક સમયગાળો વિદ્યાર્થીમિત્રો માટે આનંદ અને મોજમજાનો સમયગાળો ગણાય છે, કારણ […]

અવનવી જાણકારી

April 2nd, 2015 by GujaratiLexicon Team | No Comments »

મિત્રો, ઘણીવાર આપણી આસપાસ ઘણી એવી ઘટનાઓ બને છે કે બની રહી છે તેનાથી આપણે જાણકાર હોતા નથી. વિવિધ પ્રચાર-પ્રસાર માધ્યમો પોતપોતાની રીતે આવી માહિતી આપણી સામે રજૂ કરે છે. તેમાં આપણી બુદ્ધિ-વિવેક અને ચકાસણી દ્વારા તેમાં માન્યતા દર્શાવી શકીએ. અલબત્ત જે હોય તે ! પરંતુ આવી માહિતી આપણે જરૂર જાણવી જોઈએ. તે સંદર્ભે અત્રે […]

એક તમાચો (બાળવાર્તા)

March 30th, 2015 by GujaratiLexicon Team | No Comments »

એક મોટા ડૉક્ટર. ડૉક્ટર ભારે ભલા. ગરીબ લોકો પર ઘણો પ્રેમ રાખે. ગમે તેવું કામ મૂકીને ય કોઈ ગરીબની સેવા કરવા દોડી જાય. પૈસાવાળા પાસે ઘણા પૈસા લે. પણ એ જ દવા જો ગરીબને આપવાની હોય તો મફતને ભાવે આપે. પૈસા વગરના બિચારા લોકો બીજું તો કશું આપી શકે નહીં. એટલે ડૉક્ટરને આશીર્વાદ આપે. એક […]

કવિ, વિવેચક તથા સંપાદક તરીકે જાણીતા સાહિત્યકાર શ્રી હેમંત દેસાઈનો આજ ૨૭ માર્ચના રોજ જન્મદિવસ છે. તેમના જન્મદિન નિમિત્તે તેમની સ્મૃતિ કરતાં તેમની જાણીતી રચના માણીએ… ………………………………………………………………………………………………… પડી જવાનું – ઊભા થવાનું, ભાન હોવું – માણસ હોવું, ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું – માણસ હોવું. ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે મચ્યા રહ્યાનું, લગાતાર […]

જળ એજ જીવન

March 23rd, 2015 by GujaratiLexicon Team | No Comments »

ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વારંવાર વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતા નથી. આ વાત જ્યારે યુનાઇટેડ નેશન્સ દ્વારા કહેવાઈ ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્ર સંઘે વિશ્વને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના અમુક પ્રદેશો પાણીની તીવ્ર અછતથી પીડાઈ રહ્યા […]

સાચી જાગૃતિ એટલે…

March 9th, 2015 by GujaratiLexicon Team | No Comments »

આપણે આપણા વેપારધંધાનો – આપણી ધંધામાં થતી આવક-જાવકનો હિસાબ રાખીએ છીએ પરંતુ આપણે આપણા તન-મનના ચલણ-વલણનો હિસાબ રાખીએ છીએ ખરા ? એમ મનાય છે કે ભગવાન જ્યારે કોઈ જીવને મનખાવતાર આપે છે ત્યારે તેને આ ધરતી પર રહી કેટલા શ્વાસ લેવા તે પણ એના થકી નક્કી થયેલું હોય છે ! ઑટોરિક્ષામાં બેસતાં જેમ ભાડાનું મીટર […]

હોળી – રંગોનો તહેવાર

March 2nd, 2015 by GujaratiLexicon Team | 1 Comment »

દર વર્ષે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. આ વર્ષે ૫મી માર્ચ,૨૦૧૫ ને ગુરુવારના રોજ આવતા આ હોળીના પર્વનું સ્વાગત છે. ૬ઠ્ઠી માર્ચ ને શુક્રવારના દિવસે રંગે રમવાનો ઉત્સવ ધુળેટી છે. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ […]

ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા કે જેઓ રતિલાલ ‘અનિલ’ના ઉપનામથી ગુજરાતી કવિતા જગતમાં પ્રસિદ્ધ થયા છે. તેમનો આજે ૨૩ ફેબ્રુઆરીના રોજ ૯૭મો જન્મદિન છે. ગુજરાતી કવિતા તથા ગઝલ વિશ્વમાં તેમનું પ્રદાન બહુમૂલ્ય છે. ચાલો, તેમને જન્મદિનની હાર્દિક હૃદયાંજલિ પાઠવતાં તેમની અમર કૃતિઓનો આસ્વાદ માણીએ… શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો, કહીં સંસાર […]