Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

માનવમૂલ્યોના પ્રહરી સાહિત્યકાર અને સમાજસેવી શ્રી રઘુવીર ચૌધરીના જીવનકાર્યની વંદના કરતો કાર્યક્રમ : ‘કાચા સૂતરને તાંતણે’ સ્નેહીશ્રી, ગુજરાતી ભાષાના મૂર્ધન્ય-રસાળ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીના વ્યક્તિત્વની પરકમ્મા કરવા માટે, અમે મિત્રોએ શનિવાર, તા. ૧૦-૧-૨૦૧૫ના રોજ સાંજે ૫-૦૦ કલાકે, ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. સભાગૃહમાં એક આત્મીય કાર્યક્રમ યોજ્યો છે. રઘુવીરભાઈની ઉપસ્થિતિમાં એમનાં સ્નેહી-મિત્રો વૈવિધ્યસભર વ્યક્તિત્વ વિશે મન મૂકીને વાતો કરશે. […]

આજ રોજ તારીખ ૨૮ નવેમ્બરના રોજ જાણીતા સાહિત્યકાર શ્રી કરસનદાસ માણેકનો જન્મદિન છે. ચાલો, તેમના જીવન અને કવન વિશેનો ટૂંકમાં પરિચય મેળવીએ. પરિચય કરસનદાસ નરસિંહ માણેક, ‘વૈશંપાયન’ (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮): કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ […]

માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે 21 ફેબ્રુઆરી, 2013 ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિશ્વકોશ, ગુજરાતીલેક્સિકોન, સાબરમતી કન્યા વિદ્યાલય વગેરેના સંયુક્ત સહયોગથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત માતૃભાષા રેલી જે ગૂજરાત વિદ્યાપીઠથી ગુજરાતી સાહિત્ય-પરિષદ સુધી હતી તેનાથી થયો. માતૃભાષા રેલી માટે અધ્યાપકો, મહાધ્યાપકો તે ઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, લેખકો, પત્રકારો, સહયોગી સંસ્થાના […]