Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

દીપોત્સવી પર્વ

October 30th, 2013 by GujaratiLexicon Team | No Comments »

માણસના જીવનમાં તહેવાર, જ્ઞાન, ધન અને પવિત્રતાનું આગવું મહત્ત્વ હોય છે. ગુજરાતમાં અનેક તહેવાર ઊજવવામાં આવે છે અને દરેક તહેવારનો અલગ જ મહિમા હોય છે. હવે વિક્રમ સંવત ૨૦૭૦નો આરંભ થશે. દીપોત્સવી પર્વ વાઘ બારશથી શરૂ કરીને લાભપાંચમ સુધી ઊજવવામાં આવે છે. દીપોત્સવી એ પ્રકાશનો, લક્ષ્મીના સ્વાગત અને આશીર્વાદ પ્રાપ્તિનો ઉત્સવ છે. ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, […]

ગીતામાં ભગવાનશ્રી કૃષ્ણ કહે છે કે, “હે માનવી તું કર્મ કરે જા, ફળની ચિંતા ના કર”. આપણે જે પણ કાર્ય કરતાં હોઈએ એનું શું પરિણામ આવશે કે એ કાર્યના કેવા પ્રત્યાઘાત પડશે, જો એ બધી ચિંતા કે ફિકર કર્યા કરીએ તો, આપણે જે કાર્ય કરવા ધાર્યું છે તે માટે આપણે આપણો સંપૂર્ણ પ્રયાસ કદાચ ના […]

શુભ શરદપૂનમ

October 18th, 2013 by GujaratiLexicon Team | No Comments »

આજનો દિવસ વિક્રમ સંવત આસો સુદ પૂનમ એટલે શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ છે. આ દિવસે અનેક જગ્યાએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌંઆ, સાકરને દૂધ સાથે આરોગવાનો રિવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી ગરબા-રાસ લેવામાં આવે છે. […]

Ratilal Chandaria – An Inspirational Life !

October 15th, 2013 by GujaratiLexicon Team | No Comments »

ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક […]

ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે, હે હીંચ લેવી છે ને (મારે ગરબે ઘૂમવું છે)… ઢોલીડા… ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે. હે તારે કિયા ભાઈનાં ચોગલે હવે હીંચ લેવી છે ? મારા સાહ્યબા તારે ચોગલે મારે હીંચ લેવી છે. હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા […]

ભારત દેશના પુરસ્કારો

October 7th, 2013 by GujaratiLexicon Team | 2 Comments »

ભારત રત્ન ઍવૉર્ડ ભારત દેશના સર્વોચ્ચ નાગરિકને ભારત રત્ન પુરસ્કાર સન્માનિત કરવામાં આવે છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ના સમયના રાષ્ટ્રપતિ શ્રી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર વડે […]

ગાંધી જયંતી

October 2nd, 2013 by GujaratiLexicon Team | No Comments »

ગાંધી જયંતી……. મારગમાં કંટક પડ્યા સૌને નડ્યા; બાજુ મૂક્યા ઊંચકી, તે દી નક્કી જન્મ ગાંધીબાપુનો સત્યના અમોઘ મોંઘા જાદુનો. અન્યાય નીચી મૂંડીએ ના લીધ સાંખી; દુર્ગંધ પર મૂઠી ભરીને ધૂળ નાંખી, ઉકરડા વાળી-ઉલેચી સર્જનનું ખાતર રચ્યું; અબોલા ભંગાવવા – એ વાતમાં મનડું મચ્યું; કંઈક આમાંનું બને, ગાંધીજયંતી તે દિને મૂર્ખને લીધા નભાવી, ધૂર્તને યોજ્યા જગતકલ્યાણના […]

Special Release On Ratikaka’s Birthday

October 1st, 2013 by GujaratiLexicon Team | No Comments »

પ્રિય મિત્ર, ભાષા ફક્ત શબ્દો કે વ્યાકરણની જ બનેલી નથી હોતી. રૂઢિપ્રયોગ, વિરુદ્ધાર્થી શબ્દો, કહેવતો, સુવિચાર વગેરે અનેકવિધ પાસાંઓના સમન્વય થકી કોઈ પણ ભાષા વધુ સમૃદ્ધ અને સુદૃઢ બને છે. આ દરેક વિભાગ લોકજીવનમાં કોઈ ને કોઈ રીતે વણાઈ ગયેલા જોવા મળે છે, તેમાંય ખાસ કરીને કહેવતો અને સુવિચારો લોકજીવનમાં એક અલગ જ મહત્ત્વ ધરાવે […]