Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

અગાઉ જણાવ્યા પ્રમાણે શ્રી અપૂર્વભાઈ પાનેરિયાએ ગુગલ ક્રોમ બ્રાઉઝર માટે ગુજરાતીલેક્સિકોનનું એક એડ ઓન (એક્સટેન્શન) બનાવ્યું છે જે કેવી રીતે ડાઉનલોડ કરવું તેમજ તે કેવી રીતે ઉપયોગી છે અથવા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.

સૌ પ્રથમ તો એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ એડ ઓન ફકત અને ફક્ત ગુગલ ક્રોમ બ્રાઉઝર માટે છે તેથી તે અન્ય વેબ બ્રાઉઝર જેમકે ફાયરફોક્સ, ઇન્ટરનેટ એક્સપ્લોરર, સફારી કે ઓપેરા વગેરે જેવા અન્ય બ્રાઉઝરમાં કાર્ય કરશે નહીં.

ક્રોમ એક્સટેન્શન ડાઉનલોડ કરવા સૌ પ્રથમ ગુગલ ક્રોમ બ્રાઉઝર ખોલો અને નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો –
https://chrome.google.com/webstore/detail/bhmafcbmjdeopomnencnfogfdpdpnnnj

આ લિંક ઉપર ક્લિક કરતાં નીચે મુજબની સ્ક્રિન ખુલશે

અહીં આપેલ Add to Chrome બટન ઉપર ક્લિક કરો

Add to Chrome બટન ઉપર ક્લિક કરતાં નીચે મુજબની સ્ક્રિન ખુલશે

અહીં આપેલ Add બટન ઉપર ક્લિક કરતાં ક્રોમ એક્સટેન્શન તમારા બ્રાઉઝરમાં ઇનસ્ટોલ થશે અને ત્યારબાદ નીચે જણાવ્યા મુજબનો મેસેજ અને આઇકન જોવા મળશે.

આ દર્શાવે છે કે ક્રોમ એક્સટેન્શન તમારા બ્રાઉઝરમાં કાર્યરત થઈ ગયું છે.

હવે કોઈપણ વેબસાઇટ ખોલો.

દા.ત. http://news.google.co.in/
હવે આ સાઇટ ખુલતાં તમે જ્યારે એમાં કોઈપણ સમાચાર કે વિગત વાંચતાં હોવ અને કોઈ શબ્દનો અર્થ કદાચ ખ્યાલ ના હોય તો તે શબ્દ માઉસની મદદથી સિલેક્ટ કરો અને પછી માઉસ ઉપર ડબલ ક્લિક કરો તો તમને નીચે મુજબનો જવાબ જોવા મળશે.

આમ, આ રીતે આ એક્સટેન્શન કાર્ય કરે છે. હાલમાં તમે અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ જોઈ શકો છો. આ અર્થ ગુજરાતીલેક્સિકોનની સાઇટ ઉપરથી લેવામાં આવે છે.

નજીકના ભવિષ્યમાં આ સુવિધા ગુજરાતી – અંગ્રેજી અને ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આશા છે આ સુવિધા આપના વાચનને વધુ સુલભ બનાવશે.

7 Responses to “ગુજરાતીલેક્સિકોનનું ગુગલ ક્રોમ બ્રાઉઝર એક્સટેન્શન કેવી રીતે ડાઉનલોડ કરશો” »

  1. Comment by Uttam Gajjar — September 11, 2012 @ 7:07 am

    આજે જ આ ડાઉનલોડ કર્યું ને બહુ આનંદ થઈ ગયો. મારું અંગ્રેજી નબળું. મેઈલ વાંચતાં વાંચતાં ઘણા શબ્દના અર્થ જોવા પડતા. વાચનમાં રસક્ષતી થતી. તે હવે આ સુવીધાથી નીવારી શકાશે. ગુગલક્રોમ વાપરનારાઓ આ સવલતનો ઉપયોગ કરશે તો તે ફળદાયી રહેશે. ભાઈ અપુર્વ પાનેરીયાને મારા ખાસ અભીનંદન આપજો.. સૌને ધન્યવાદ.. ઉત્તમ અને મધુ..

  2. Comment by Govind Maru — October 1, 2012 @ 9:49 pm

    “ગુજરાતીલેક્સિકોનનું ગુગલ ક્રોમ બ્રાઉઝર એક્સટેન્શન ડાઉનલોડ કર્યું. ત્રણેક વેબસાઈટમાં જઈને માઉસની મદદથી અંગ્રેજી શબ્દ સીલેક્ટ કરીને માઉસ ઉપર ડબલ ક્લીક કરવા છતાં મને કોઈ જવાબ જોવા મળતા નથી. તો અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ મેળવવા માટે માર્ગદર્શન આપવા વીનન્તી.. ધન્યવાદ…

  3. Comment by Inner Eye — October 2, 2012 @ 11:15 am

    Hello, great work. Need to incorporate dictionary in to microsoft word also. so spelling checking can be easy in word document. Now need to copy-paste in spell checker,and then correct in word document. Can this not be used as a custom dictionary in microsoft word? -thanks in advance-Inner eye

  4. Comment by Inner Eye — October 2, 2012 @ 11:25 am

    How to Uninstalled it ?

  5. Comment by GujaratiLexicon Team — October 2, 2012 @ 10:44 pm

    ગોવિંદભાઈ આશા છે આપની સાથે ફોન પર આ સંદર્ભે થયેલ ચર્ચાના વિરામ બાદ આપ હવે સરળતાથી આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યાં હશો. આમ છતાં જો કોઈ મુશ્કેલી અનુભવો તો વિના સંકોચે આપ અમારો ફોન ઉપર સંપર્ક કરી શકો છો.

  6. Comment by GujaratiLexicon Team — October 2, 2012 @ 11:00 pm

    Respected kamleshji,

    You have to go crome-exstension Setting and delete form it.

    Feel free to ask if have any query regarding this.

  7. Comment by VIJAY DOSHI — October 4, 2012 @ 1:42 am

    Thanks. Very good.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment