Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મદિવસ. આજે આ શુભ દિવસે ગુજરાતીલેક્સિકોનનું ક્રોમ બાઉઝર એક્સટેન્શન સૌ વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે.  હાલમાં આ એક્સટેન્શન અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ વિભાગ માટેનું છે અને ટૂંક સમયમાં અન્ય વિભાગો માટે પણ તે રજૂ કરવામાં આવશે. તમે તમારા ક્રોમ બાઉઝરમાં તેને ડાઉનલોડ કરીને તેનો અનુભવ કરી […]

ગત તા. 31 ઓગષ્ટના રોજ સાહિત્ય પરિષદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે યોજિત બીજા સત્રનો વિષય હતો ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું? ગુજરાતીલેક્સિકોન તરફથી આ અંગેનું એક પ્રેઝનટેશન રજૂ કરવામાં આવ્યું હતું. અહીં આ સાથે તે પ્રેઝનટેશન સૌ વાચકો મા ટે રજૂ કરવામાં આવી છે. આશા છે આપ સૌને તે ઉપયોગી સાબિત […]

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે યોજિત ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતાના કાર્યક્રમનું બીજું સત્ર આવતીકાલ એટલે તા. 31-8-2012ના રોજ યોજાનાર છે. આ સત્રનો વિષય છે ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું. રસ ધરાવતાં દરેક મિત્રો તેમાં ભાગ લઈ શકે છે. તો ચાલો વહેલાં તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લો. સ્થળ – ગુજરાતી સાહિત્ય પરિષદ […]

તાજેતરમાં જ ગુજરાત વિશ્વકોશ ખાતે ધીરુબહેન પટેલનું એક વ્યકતવ્ય રાખવામાં આવ્યું હતું. ટૂંકાણમાં જો ધીરુબહેનનો પરિચય આપવો હોય તો એવું કહી શકાય કે પટેલ ધીરુબેન ગોરધનભાઈ (૨૫-૫-૧૯૨૬) : નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઊચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં […]

પ્રિય વાચક મિત્રો ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુકત ઉપક્રમે સાહિત્યકારો, લેખકો, પત્રકારો, અધ્યાપકો, શિક્ષકો, સાહિત્યરસિકો, ભાષાપ્રેમીઓ તથા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા-કમ્પ્યૂટરની અભિમુખતા માટે એક કાર્યશાળાનું નિ:શુલ્ક આયોજન થયું છે. જેના પ્રથમ સત્રની શરૂઆત તા ૧૭-૮-૨૦૧૨ને શુક્રવારથી થઈ રહી છે. આ અંગેની વધુ માહિતી આ સાથે જોડેલ ફાઇલમાંથી આપ મેળવી શકો છો. આ કાર્યશાળામાં આપ […]

તમે ગુજરાતી ‘કલાપી’ ફોન્ટનું નામ તો સાંભળ્યું જ હશે. ૨૦૦૫માં શરુ થયેલી ‘સન્ડે ઈ–મહેફીલ’ની શરુઆત કલાપી ફોન્ટથી કરવામાં આવેલી. ચિત્તાકર્ષક અદ્ભુત વળાંકો ધરાવતો નયનરમ્ય નોન-યુનિકોડ ગુજરાતી ફોન્ટ એટલે ‘કલાપી’. ‘ગુજરાતીલેક્સિકોન’ના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાએ વર્ષો પહેલાં, જ્યારે ‘ગુજરાતી યુનિકોડ ફોન્ટ’ એવા શબ્દોયે કોઈએ સાંભળ્યા નહોતા ત્યારે, એક સ્વપ્ન જોયેલું કે એક સર્વ સુવિધાયુક્ત સર્વોત્તમ ગુજરાતી […]

ગુજરાતીભાષાનું સૌથી જૂનું અને જાણીતું સમાચાર પત્ર એટલે ‘મુંબઈ સમાચાર’. આ લોકપ્રિય સમાચારપત્ર આજે તેની અવિરત યાત્રાનાં 190 વર્ષ પૂર્ણ કરી 191મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ સમગ્ર ‘ગુજરાતીલેક્સિકોન પરિવાર’ તરફથી હાર્દિક અભિનંદન. તમારી આ વિકાસયાત્રા સતત આગળ વધતી રહે અને સિદ્ધિનાં અવનવાં સોપાન સર કરતી રહે તેવી શુભકામનાઓ. સમાચારપત્રનું કામ ફકત લોકો સુધી […]

આજે આવ્યો શુક્રવાર અને શુક્રવારનો દિવસ ગુજરાતીલેક્સિકોન માટે હંમેશા ખાસ રહ્યો છે. તેનું કારણ છે દર શુક્રવારે અપલોડ થતી Quick Quiz. દર શુક્રવારે ક્વિઝ રમવાનો આનંદ ઉઠાવવા માટે ક્લિક કરો – http://www.gujaratilexicon.com/index.php?action=quiz અને હા આ કોયડાની એક ખાસિયત એ છે કે જો આ શુક્રવારે જો ગુજરાતી – ગુજરાતી ક્વિઝ હોય તો ત્યાર પછીના અઠવાડિયે અંગ્રેજી […]

કિડ્ઝ – કોર્નર

May 30th, 2012 by GujaratiLexicon Team | No Comments »

ખુશ ખબર.. ‘ગુજરાતીલેક્સિકોન’ના વપરાશકારો…. આનંદો….. આપણાં ગુજરાતી બાળકો ગમ્મત સાથે જ્ઞાન આપતાં આપણાં લોકપ્રિય ઉખાણાંથી વંચિત થતાં જાય છે. બાળમાનસના ઘડતરમાં તેની વિશિષ્ટ ભૂમિકા પિછાણી ‘ગુજરાતીલેક્સિકોને’ તેના વપરાશકારોનાં સંતાન/બાળમિત્રો માટે અલાયદી કીડ્ઝ કોર્નર Kids Corner ( http://www.gujaratilexicon.com/game/kids-corner/ ) શરૂ કરી છે. હવે આપણે આપણાં બાળકોને પણ આ મીઠી શબ્દરમતમાં રસ લેતાં કરી શકીશું. તેમાં ત્રણ […]

મિત્રો, ખુશ ખબર….. ખુશ ખબર ગુજરાતીલેક્સિકોન હવે તેના ચાહકો માટે લઈ આવ્યું છે તેની ફેસબુક એપ્લિકેશન. આ એપ્લિકેશનની વધુ માહિતી મેળવવા નીચે જણાવેલી લિંક ઉપર ક્લિક કરો. http://apps.facebook.com/gl-gems/ અમને આશા છે આ આપને ગમશે અને જો ગમશે તો તમે જરૂરથી તે વિશેની માહિતી આપના મિત્રો અને સગાસંબંધી સુધી પહોંચાડશો એવી અમારી નમ્ર વિનંતી. આવો…અને ગુજરાતીભાષાના […]