Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

સમયનો મિજાજ વિચિત્ર હોય છે. સમયની ફિતરત અવળચંડી છે. સમય કાયમ માટે મિત્ર પણ હોતો નથી અને હંમેશ માટે શત્રુ પણ હોતો નથી. સમય કયારેક સાથીદારના રૂપમાં મોજૂદ હોય છે તો ક્યારેક એ જ સમય હરીફ બનીને સામે આવીને ઊભો રહી જાય છે. સમય આપણને ચેલેન્જ આપતો રહે છે. પડકારને જે સ્વીકારી નથી શકતો એને સમય હરાવી દે […]

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ ઈ.સ. પૂર્વે ૫૯૯માં કુંડલપુર વૈશાલી (બિહાર)ના ક્ષત્રિય પરિવારમાં સિદ્ધાર્થ અને ત્રિશલાદેવીને ત્યાં ચૈત્ર સુદ તેરસે ત્રીજા સંતાનરૂપે જન્મ લીધો હતો. તેમનાં માતા-પિતા જૈન ધર્મના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ કે જેઓ મહાવીર સ્વામીથી ૨૫૦ વર્ષ પહેલાં થઈ ગયા તેમનાં અનુયાયી હતાં. મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું હતું. જ્યારે વર્ધમાન […]

અવનવી જાણકારી

September 7th, 2015 by GujaratiLexicon Team | No Comments »

મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની ભૂમિ જ કેમ પસંદ કરાઈ…? જ્યારે મહાભારતનું યુદ્ધ ટાળવાનું અશક્ય થઈ પડ્યું ત્યારે યુદ્ધ માટે યોગ્ય સ્થળ શોધવાનું ભગવાન શ્રીકૃષ્ણને કહેવામાં આવ્યું. મહાભારતનું યુદ્ધ ધર્મ માટે હતું. ભગવાન શ્રીકૃષ્ણ નહોતા ઇચ્છતા કે કૌરવો અને પાંડવો વચ્ચે લાગણીવશ કોઈ સંધિ થાય, માટે શ્રીકૃષ્ણે પોતાના દૂતોને અનેક દિશામાં અતિ ક્રૂર ઇતિહાસ ધરાવતી ભૂમિ […]

સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્ત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા,  ભારતરત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને  આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5 સપ્ટેમ્બર –‘શિક્ષક દિન’ તરીકે જાણીતો છે. સમગ્ર શિક્ષકગણ સમાજમાં મોભો અને પ્રતિષ્ઠા મળે, તે હેતુથી આ દિવસ ઉજવાય છે. 5 મી સપ્ટેમ્બરના […]

  આજે  ૩૧ ઑગસ્ટના રોજ ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકાર શ્રી ધીરુભાઈ પરીખનો જન્મદિન છે. તેમને જન્મદિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં તેમની ગુજરાતીલેક્સિકન સાથેની પોતાનો ભાષાપ્રેમ અને સાહિત્યપ્રેમ પ્રગટ કરતી મીઠી ગોષ્ઠીને માણીએ… જન્મ : ૩૧ – ૮ – ૧૯૩૩, વીરમગામ. ૧૯૫૧માં મૅટ્રિક, ૧૯૫૫માં બી.એ., ૧૯૫૮માં એમ.એ., ૧૯૬૭માં પી.એચ.ડી., ૧૯૫૫થી સી.યુ.શાહ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭થી ૧૯૬૯ […]

શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની આરાધના, ઉપાસના અને ભક્તિનું પર્વ. દર વર્ષે આવતા આ પવિત્ર શ્રાવણ માસમાં શિવની પૂજા- અર્ચના થાય છે. ભક્તજનો અનેક રીતે ઉપાસના કરે છે. શ્રાવણ માસ  શરૂ થતાં જ શિવલિંગ ઉપર વિવિધ પૂજાસામગ્રીથી અભિષેક કરાય છે. ઘણાં શિવમંદિરોમાં પ્રાતઃકાલથી રુદ્રાભિષેક કરવામાં આવે છે. આ રુદ્રાભિષેકમાં રુદ્રીનો પાંચમો અધ્યાય અગિયાર વખત આવર્તન […]

મિત્રો, આજે ૧૩ ઑગસ્ટના રોજ જાણીતા કવિ શ્રી વિનોદ જોશીનો જન્મદિન છે. તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવતાં ચાલો, તેમના જીવન, કાર્ય અને સાહિત્યિક પ્રદાનની આછી ઝલક મેળવીએ…. જન્મ ૧૩ ઑગસ્ટ, ૧૯૫૫, ભોરિંગડા, વતન – બોટાદ, જિ. – અમરેલી કુટુંબ પિતા – હરગોવિંદદાસ જોશી, પત્ની – વિમલ; પુત્ર – અનિરુદ્ધ અભ્યાસ ૧૯૭૭ – એમ.એ., ૧૯૮૦ – પી.એચ. ડી. વ્યવસાય ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના […]

– ભાષાની ‘વાડ’ ઓળંગી અંગ્રેજીમાં પહોંચ્યું ગુજરાતી સાહિત્ય – ઈલા મહેતા લિખિત ‘વાડ’ના અંગ્રેજી અનુવાદ ‘ફેન્સ’નું  વિમોચન થયું – ઘણી ગુજરાતી કૃતિઓ અનુવાદિત થઈ છતાં વિશ્વસ્તરે હજી ગુજરાતી સાહિત્ય ઉપેક્ષિત અમદાવાદ: સંખ્યાબંધ ઉત્તમ કૃતિઓ થકી ગુજરાતી સાહિત્યને લીલુછમ્મ રાખવામાં મહત્ત્વનું યોગદાન આપનાર ઈલા આરબ મહેતાની નવલકથા ‘વાડ’ના અંગ્રેજી અનુવાદ ‘ફેન્સ’નું શનિવારે અમદાવાદમાં ક્રોસવર્ડ બુકસ્ટોરમાં વિમોચન થયું […]

મિત્રો, આપ જાણતા જ હશો કે ગુજરાતીલેક્સિકન વેબસાઇટ પર  ‘GL Goshthi ‘ નામે એક પ્રકલ્પ કાર્યરત છે. જે અંતર્ગત  વિવિધ ક્ષેત્રો જેવાં કે – સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, રાજકારણ, રમતગમત વગેરેમાં જાણીતા બનેલા ગુજરાતના મહાનુભાવો સાથે ભાષા ગોષ્ઠિ કરવામાં આવે છે; જે દ્વારા તેમનો ભાષાપ્રેમ, ભાષા પ્રત્યેની લાગણીઓ તથા ભાષા પ્રચાર – પ્રસાર અંગેના વિચારો પ્રગટ થાય […]

તારી મૈત્રીમાં કઈ સાર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે, જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે.  દુનિયાનો દરેક સંબંધ આપણા જન્મ સાથે જોડાયેલો હોય છે, જેને બદલી શકવો અસંભવ છે. જન્મ લેતાની સાથે જ મળતા સંબંધો ઇચ્છો કે ન ઇચ્છો હંમેશાં જોડાયેલા રહે […]