Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

વરસાદ વરસે અને પલળવાનું મન થઈ આવે તો માનજો કે તમે યુવાન છો. વાદળ ગરજે અને દિલનો એકાદ ધબકારો પણ વધે તો માનજો કે તમે યુવાન છો. ભીંજાયેલા શરીર સાથે સંવેદનાઓ ઉછળે તો માનજો કે તમે યુવાન છો. વરસતાં વરસાદમાં મન થોડુંક લપસે તો માનજો કે તમે યુવાન છો. ચોમાસું તરસવાની અને વરસવાની મૌસમ છે. […]

ગુજરાતી સાહિત્યમાં અન્ય સાહિત્ય પ્રકારની સરખામણીએ બાળસાહિત્યનું સર્જન ઓછું થયું છે, તેમ છતાં જે સર્જન થયું છે અને થતું રહે છે તેનું પ્રદાન બહુમૂલ્ય છે. કોઈ પણ ભાષા-સંસ્કૃતિના ઘડતરમાં બાળસાહિત્ય પાયો ગણી શકાય. બાળપણમાં સાહિત્યનો જે આસ્વાદ માણ્યો તે જીવનભરનું ભાથું બનીને સાથે રહે છે. જેમકે, વર્ષો પહેલાં માણેલાં બાળજોડકણાં – ચાંદો સૂરજ રમતા’તા, બાળકાવ્ય – […]

5 મી સપ્ટેમ્બર એટલે “રાષ્ટ્રીય શિક્ષક દિન”. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં “શિક્ષકદિન” તરીકે ઊજવાય છે. મિત્રો, તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ એટલે […]

ગણેશ સ્તોત્રમ્ वक्रतुंडमहाकायसूर्यकोटिसमप्रभ:। निर्विध्नंकुरुमेदेवसर्वकार्येषुसर्वदा॥ ભાવાર્થ – જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારા વિઘ્ન હરે. प्रणम्यशिरसादेवंगौरीपुत्रंविनायकम् । भक्तावासंस्मरेनित्यंआयुःकामार्थसिद्धये ॥ १॥ ભાવાર્થ – ગૌરી-પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાનરૂપ ગણપતિનું નિત્ય […]

ગૌરક્ષા માટે બલિદાન

August 27th, 2014 by GujaratiLexicon Team | No Comments »

27મી ઑગસ્ટ, 1993નો દિવસ અહિંસા અને જીવદયા પ્રેમીઓ માટે આઘાતજનક હતો. અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં કેટલાંક હિંસક અને સ્વાર્થી તત્ત્વોએ હિંસાનો જે ખેલ માંડ્યો, તેણે જીવદયા પ્રેમીઓનાં રુંવાડાં ઊભાં કરી નાંખ્યાં. તે વખતે આ મુટ્ઠીભર સ્વાર્થી તત્ત્વોને લાગ્યું હશે કે એક ગીતાબેન રાંભિયાને ખતમ કરી દેતાં તેમનો રસ્તો સાફ થઈ જશે, પણ તેમનું બલિદાન લાખો […]

“ સામાન્ય મનુષ્યનું જીવન અને અર્થ કામરૂપી પુરુષાર્થમાં વ્યતીત થતું હોય છે. આવા મનુષ્યો વર્ષમાં ઓછામાં ઓછા 8 દિવસ ધર્મની આરાધના કરે અને આત્મકલ્યાણ સાધે તે હેતુથી જ્ઞાની ભગવંતોએ આ પર્વનું આયોજન કર્યું છે.  ‘પરિ’ એટલે ચારે બાજુથી અને ‘ઉષ’ એટલે વસવું આમ ચારે બાજુથી આત્માની સમીપ રહેવાનું પર્વ એટલે પર્યુષણ પર્વ. ” પર્યુષણ મહાપર્વ […]

  હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી […]

સત્યાગ્રહને સથવારે રે, આઝાદી કેરી રણભેરી બજી, અહિંસાને આધારે રે, આઝાદી કેરી રણભેરી બજી. સુકલકડીમાં એવી શૂરતા ભરી, અંગ્રેજ વિલાયત ભાગે રે, આઝાદી કેરી રણભેરી બજી. ટુંકી પોતડી પ્રેમે અપનાવી , રેટિયા કેરા રણકારે રે, આઝાદી કેરી રણભેરી બજી. બારડોલીએ તો દીધા ડોલાવી, સરદાર શા શુરવીરે રે, આઝાદી કેરી રણભેરી બજી. લાલ ગુલાબ તો રહ્યું […]

નામ : શાંતિભાઈ આર. ગાલા જન્મતારીખ : તા. 29/06/1942 હોદ્દો : ડાયરેક્ટરશ્રી – નવનીત એજ્યુકેશન લિમિટેડ, અમદાવાદ તથા મુંબઈ શ્રી શાંતિભાઈ ગાલા ‘નવનીત એજ્યુકેશન લિમિટેડ’, આ સંસ્થાના પાયાની ઈંટ સમાન છે. આજથી લગભગ 54 વર્ષ પહેલાં આ સંસ્થા શરૂ થઈ ત્યારથી સખત પરિશ્રમ દ્વારા શ્રી શાંતિભાઈએ જૂની પ્રિન્ટોલૉજીમાંથી અદ્યતન કોમ્પ્યૂટરાઇઝ્ડ પ્રિન્ટોલૉજી પર સંસ્થાને વિકાસોન્મુખ કરી પ્રગતિના શિખરે પહોંચાડી […]

કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ; મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું. કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો, ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો. ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું. અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું, ખરી પડ્યું ઓચિંતું […]