Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

5 મી સપ્ટેમ્બર એટલે “રાષ્ટ્રીય શિક્ષક દિન”. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં “શિક્ષકદિન” તરીકે ઊજવાય છે. મિત્રો, તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ એટલે […]

ગૌરક્ષા માટે બલિદાન

August 27th, 2014 by GujaratiLexicon Team | No Comments »

27મી ઑગસ્ટ, 1993નો દિવસ અહિંસા અને જીવદયા પ્રેમીઓ માટે આઘાતજનક હતો. અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં કેટલાંક હિંસક અને સ્વાર્થી તત્ત્વોએ હિંસાનો જે ખેલ માંડ્યો, તેણે જીવદયા પ્રેમીઓનાં રુંવાડાં ઊભાં કરી નાંખ્યાં. તે વખતે આ મુટ્ઠીભર સ્વાર્થી તત્ત્વોને લાગ્યું હશે કે એક ગીતાબેન રાંભિયાને ખતમ કરી દેતાં તેમનો રસ્તો સાફ થઈ જશે, પણ તેમનું બલિદાન લાખો […]

આગ્રા પાસેના એક ગામમાં એક સાધારણ પરિવારમાં બીરબલનો જન્મ થયો હતો. એની પંદર વર્ષની ઉંમરે એનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. એ વખતે એની પાસે પચાસ રૂપિયા હતા. એણે વિચાર્યું કે, ગામડાગામમાં રહીને શો ધંધો કરીને જીવન ગુજારીશ? ખૂબ વિચાર કર્યા પછી એણે આગ્રાના કિલ્લાની બાજુમાં પાનની દુકાન કરી. એની પાનની જમાવટ અને મળતાવડા સ્વભાવને કારણે […]

લીલા નામે એક વન હતું. આ લીલાવનમાં અનેક પશુપંખીઓ રહેતા હતા. એક દિવસ આ લીલાવનમાં પંખીઓનો સંસ્કૃતિમેળો યોજવાનું નક્કી કરવામાં આવ્યું. ઠેર ઠેર પત્રિકાઓ વહેંચવામાં આવી અને જંગલના બધાં પંખીઓને આમંત્રિક કરવામાં આવ્યાં. સંસ્કૃતિ મેળાનો દિવસ આવી પહોંચ્યો એટલે બધાં જ પંખીઓ વડમેદાન પાસે આવી પહોંચ્યાં. અને એક વડલાની છાયામાં બધા જ પંખીઓ આવીને ગોઠવાઇ […]

  હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી […]

ઉત્સાહી માણસને શારીરિક ઉંમર બહુ અસર કરી શકતી નથી. એવા માણસો મોટી ઉંમરે પણ યુવાનો જેવું કામ કરી શકતા હોય છે. એમનો ઉત્સાહ એમના મનની એક સ્થિતિ હોય છે. અને એમના મનમાં યુવાન વ્યક્તિના બધા જ ગુણો સચવાઈ રહ્યા હોય છે. તમારામાં ઉત્સાહ છે ત્યાં સુધી તમે યુવાન છો અને તમે યુવાન છો ત્યાં સુધી […]

મુક્ત હાસ્ય

August 5th, 2014 by GujaratiLexicon Team | No Comments »

એક વખત સૌવીર દેશનો રાજા રાહુગણ પાલખીમાં બેસીને કપિલ મુનિના આશ્રમે જતો હતો. રાહુગણ ધર્મજિજ્ઞાસુ અને પ્રજાપ્રેમી રાજા હતો. પાલખી ઉપાડનાર ભોઈ વારંવાર ખભા બદલાવતા હતા. તેનું કારણ પૂછતાં જણાયું કે, પાલખી ઉપાડનાર એક ભોઈનું માથું દુ:ખતું હતું એટલે તરત જ રાજાએ પાલખી નીચે મૂકાવી, કોઈક બીજા માણસને શોધવા માણસ મોકલ્યો. થોડી વારમાં રાજાનો નોકર […]

માતા- પિતાને ઓળખો

July 26th, 2014 by GujaratiLexicon Team | No Comments »

આપણાં ધર્મશાસ્ત્રોમાં મા-બાપની સેવાનું મોટુ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતા-પિતાને દેવ સમાન માનવા જોઈએ. જગતમાં બધું મળી શકે છે. પણ મા-બાપ તેમનું વાત્સલ્ય મળી શકતું નથી. માતા-પિતા બાળકનું લાલન-પાલન કરે છે. બાળકનું પોષણ કરે છે. એનામાં સંસ્કારોનું સિંચન કરે છે. એના વિકાસની, એના ભવિષ્યની એ ચિંતા કરે છે. માતા-પિતા ખરેખર સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ છે. […]

પુસ્તકના પ્રેમમાં પડવું એ પરમાત્માના પ્રેમમાં પડવા જેવી પુણ્ય ઘટના છે. વાચનનો શોખ આપણી પાછલી અવસ્થાને, આપણી એકલતાને અને આપણી અંગત સમસ્યાઓને કાબૂમાં રાખે છે. પ્રત્યેક ગુજરાતીની છાતી ગજ-ગજ ફૂલે એવું એક સાંસ્કૃતિક અભિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું, ‘વાંચે ગુજરાત.’ આપણે એ અભિયાનમાં આપણા પૂરતો થોડોક શાબ્દિક ફેરફાર કરીને ‘વાંચે ગુજરાત’ને […]

ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે.  ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ સ્વભાવનો ઉતાવળીયો હતો અને નાની નાની વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ મચાવવાની એને ટેવ હતી. એની પત્ની એને ઘણી વખત સમજાવે પણ તેના સ્વભાવમાં ફરક પડતો ન હતો.  એક વખત તેની પત્ની નદી પર પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ […]