Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મનની મોસમ

July 18th, 2014 by GujaratiLexicon Team | No Comments »

  અત્યારે ઓફિસમાં બેઠો છું. ઓફિસની બારીમાંથી વરસતા વરસાદને જોઈ રહ્યો છું. કાચની પેલે પાર થોડે દૂર બધાં બિલ્ડિંગો પલળતાં દેખાય છે. રસ્તા પર અમુક લોકો વરસાદમાં પલળવાનો આનંદ લઈ રહ્યાં છે, તો અમુક વરસાદથી બચવા પ્રયત્નો કરી રહ્યા છે. ઘણી ગાડીઓ વાઇપરથી કાચને સાફ કરવા મથી રહી છે. ગાડીની સામે વાઇપર ન હોત તો બધું […]

પ્રેરણાની પળોમાં

July 14th, 2014 by GujaratiLexicon Team | No Comments »

[1] તમારી જાતને મહત્તા બક્ષો Whatever your work isDignify itWith your bestThought and effort – E. Baldwin Yorkતમારા ભાગે આવેલાં કામ કે નોકરીને નીચાં ન ગણો. જે પ્રવૃત્તિ હાથ ધરી હોય કે કામ સોંપાયું હોય તેને તમે મહત્તા બક્ષો. તમે જ તમારા કામને નીચું ગણશો તો બીજાઓ તેને કેમ મહત્વનું ગણશે ? એક વખત તમે […]

    અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા છે. આ દિવસે દરેક પોતાના ગુરુને ગુરુવંદના કરશે અને આશીર્વાદ મેળવશે. આપણે ત્યાં ગુરુપરંપરા ખૂબ આદરણીય અને સન્માનનીય છે. ઘણાં કૌટુંબિક ગુરુને પૂજે છે તો ઘણાં પોતાના ભગવાનને જ ગુરુ તરીકે સ્થાપે છે. ભગવાન કૃષ્ણને આપણે શ્રીકૃષ્ણં વંદે જગદ્‌ગુરુમ્‌ કહીને દિલમાં સ્થાપ્યા છે. પોતાના ગુરુની ટીકા કોઈ સહન […]

પ્રેરણાનાં પુષ્પો

June 26th, 2014 by GujaratiLexicon Team | No Comments »

[1] માથું નીચું કેમ ? એક ગામમાં કોઈ ગૃહસ્થે દાન આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. ચોવીસે કલાક આ માણસની દાનશાળાનાં બારણાં ખુલ્લાં રહેતાં હતાં. ત્યાં નાતજાતનો, ધર્મસંપ્રદાયનો કે ઊંચનીચનો ભેદ હતો નહીં. ગૃહસ્થ જાતે પોતાને હાથે લોકોને દાન આપવા તત્પર રહે. કોઈ પણ માણસ દાન વિના પાછો ન ફરે એ વાતની તેઓ ખાસ કાળજી રાખતા. […]

ચાલો હસીએ…

June 12th, 2014 by GujaratiLexicon Team | No Comments »

બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’આ સાંભળી બીજો ગપ્પીદાસ […]

એક છોકરો. ઉંમર 13 કે 14 વરસની હશે. પણ મગજ ખૂબ જ તેજ. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. તોડ-ફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે. કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે. મા-બાપ બિચારાં હેરાન-પરેશાન થઈ ગયેલાં. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. શિક્ષા પણ કરી જોઈ. પણ પથ્થર પર પાણી. તેનામાં કોઈ જાતનો ફરક જ નહીં ! કંટાળીને […]

જાને ક્યૂં આજ તેરે નામ પે રોના આયા. પુ.લ.દેશપાંડે અનુવાદ- અરુણા જાડેજા (જન્મશતાબ્દી વંદના, તા.7-10-1914) કોઈ એક ગીતની કડી સાથે જ સવારની ઊંઘમાંથી જાગી જવાની મારી જૂની ટેવ. કોક દિવસ તો સાવ અજાણતાં જ આવી રહેલી ફોરમ જેવી એ કડી લગભગ દિવસ આખો મારા મનમાં ફર્યા કરે છે. એનો કોઈ ખાસ સંદર્ભ હોય એવું પણ […]

રાજાએ પાછળ ફરીને જોયું તો ઝાડીમાંથી એક દાઢીવાળા માણસને દોડી આવતો જોયો. એ માણસે તેનું પેટ બંને હાથથી દબાવી રાખ્યું હતું અને તેની આંગળીઓ વચ્ચેથી લોહીની ધાર વહી રહી હતી. એ રાજા તરફ દોડી ગયો અને રાજાના પગ આગળ બેભાન થઈને પડ્યો અને કણસવા લાગ્યો. રાજાએ અને સાધુએ મળીને એના કપડાં કાઢ્યાં. એના પેટમાં મોટો […]

સૌથી મહત્ત્વનો સમય

May 12th, 2014 by GujaratiLexicon Team | No Comments »

એક વાર એક રાજાના મનમાં વિચાર આવ્યો કે જો પોતે એ જાણી શકે કે કયું કામ કરવા જેવું અને કયું ન કરવા જેવું, કયો માણસ જરૂરી અને કયો માણસ બિનજરૂરીએ અને કામ કરવા માટે કયો વખત સારો અને કયો વખત નરસો, તો તે કદી પોતાના કામમાં નિષ્ફળ ન જાય. આમ વિચાર આવતાં તેણે પોતાના રાજ્યમાં […]

એક રૂપિયો

March 18th, 2014 by GujaratiLexicon Team | No Comments »

એક રાજાને ત્રણ પુત્રો હતા. ત્રણેય પુત્રો પુખ્ત ઉંમરના થયા છે. રાજા વૃધ્દ્ર થવા લાગ્યા છે. રજવાડાના નિયમ પ્રમાણે જ્યેષ્ઠ પુત્ર રાજગાદીનો વારસ બને, પરંતુ રાજા આ પ્રણાલીમાં માનતા નથી. રાજ્યશાસન ચલાવવાની લાયકાતવાળો પુત્ર રાજા બને તેવું તેઓ ઈચ્છે છે. તેમણે પોતાના મનની વાત ગુરુને કહી. ગુરુએ કહ્યું,”રાજન, તે માટે કસોટી કરીએ.” ત્રણેય પુત્રોને બોલાવવામાં […]