Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ઝૂલણ મોરલી વાગી રે

March 4th, 2010 by GujaratiLexicon Team | No Comments »

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર, હાલો ને જોવા જાયેં રે, મોરલી વાગી રે, રાજાના કુંવર. ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પીતળિયા પલાણ રે. – મોરલી….. બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસેય આંગળીએ વેઢ રે. – મોરલી….. માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર, કિનખાબી સુરવાળ રે. – મોરલી….. પગે રાઠોડી મોજડી રે, […]

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર, તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની! તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં, […]

ગુજરાતની પ્રથમ ગઝલ બલિહારી તારા અંગની, ચંબેલિમાં દીઠી નહીં, સખ્તાઈ તારા દિલની, મે વજ્રમાં દીઠી નહીં. મન માહરું એવું કુણું, પુષ્પ પ્રહાર સહે નહીં પણ હાય ! તારે દિલ દયા, મેં તો જરા દીઠી નહીં. એક દિન તે અલકાવલીમાં, દીઠી‘તી મુખની છબી, પણ ગુમ થઈ ગૈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં. એ ! કંઈ જરા […]

માંગો એવું ઇનામ મળે  . . . તમે માંગો એવું ઇનામ મળે એવો કોઈ કાયદો નથી, જોઈતાં હોય એવાં ફળ મળે એવો દુનિયાનો ધારો નથી, કોણે કીધું કે બધું સહેલાઈથી મળી જાય? રસ્તો સીધો ને સરળ આજ સુધી ક્યાંય જોયો નથી. કરવાનાં કામ કરી લીધાં ને કાલની ના જોઈ મેં વાટ, સમય પસાર થયા પછી […]

મારું જીવન અંજલિ થાજો

February 14th, 2010 by GujaratiLexicon Team | No Comments »

જીવન અંજલિ થાજો ! મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો; દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો! મારું જીવન અંજલિ થાજો ! સતની  કાંટાળી  કેડી  પર  પુષ્પ બની પથરાજો; ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો! મારું જીવન અંજલિ થાજો ! વણથાક્યા ચરણો મારા નિત તમારી સમીપે ધાજો; હૈયાના  […]

ભૂલો ભલે બીજું બધું

February 8th, 2010 by GujaratiLexicon Team | No Comments »

ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એમના એ કદી વિસરશો નહીં એ સઘળી વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની છુંદશો નહીં. કાઢી મુખેથી કોળિયા મોંમા દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર ઉગરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, એ કોડના […]

માણસાઈની કવિતા

February 3rd, 2010 by GujaratiLexicon Team | No Comments »

કોણ કહે છે આ દુનિયામાં ભગવાન નથી કોણ કહે છે આ દુનિયામાં દાતા નથી કોણ કહે છે આ દુનિયામાં માણસાઈ નથી કોણ કહે છે આ દુનિયામાં સચ્ચાઈ નથી જરા થોભો અને વિચારો કે શું તમારામાં ભગવાન, દાતા, માણસાઈ કે સચ્ચાઈ વસેલા નથી? ભૂલ્યું વિસરેલું એક સ્મિત તમે જો કોઈના ચહેરા પર લાવી શકો તો સમજી […]

– તમારી યાદમાં પાગલ બની ગયા તમારા શબ્દોથી ઘાયલ બની ગયા પ્યારભરી નજરોથી અમે ઘેરાઈ ગયા સાથ તમારો મેળવી અમે જીવી ગયા યાદ કરી-કરી તમને અમે રડી પડ્યા સંદેશો મળ્યો જ્યારે તમારો અમે હસી પડ્યા વિશ્વાસ મૂકી તમારા પર અમે જીવી ગયા વિશ્વાસઘાત તહ્યો તો સમજો અમે મરી ગયા (૨) અમે નાકામયાબી પર હસતા રહ્યા […]

કવિતા

January 7th, 2010 by GujaratiLexicon Team | No Comments »

મળ્યા ઘાવની હું અસર સાચવું છું. હૃદયમાં બધાંની કદર સાચવું છું છલોછલ થયું છે, આ સ્વપ્નોથી ભીતર, કૈં સપનાં હવે આંખ પર સાચવું  છું. પ્રથમવાર જોયાં હતાં, જે નજરથી, હૃદયમાં, હજી એ નજર સાચવું છું. લગાતાર હું છેતરાયો વસંતે, ને તેથી, સતત પાનખર સાચવું છું. સનાતન છે આ દર્દ મારું, એ કારણ, હજી આંસુઓને ભીતર […]