Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું. કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને […]

લોકગીત……….

June 10th, 2013 by GujaratiLexicon Team | 1 Comment »

તમે કિયા તે ગામનાં ગોરી રાજ અચકો મચકો કાં રે લી….. તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો આવ્યાં ત્યારે અમર થઈને રો……… આવા વિવિધ પ્રકારના ગીતો તમે સાંભળ્યા હશે અને ગાયા પણ હશે. ગીતો ઘણાં બધાં પ્રકારના હોય છે જેમ કે, બાળગીત, દેશભક્તિ ગીત, હાસ્ય ગીત વગેરે. ઉપર જણાવેલ ગીતોનો પણ […]

વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે; પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે … સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે; જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ […]

ગુજરાતી સાહિત્ય જગત આજે જાણીતા કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક શ્રી સુરેશ દલાલની ચિરવિદાયથી ખાલીપો અનુભવે છે. આજે ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર તેમની ખોટ અનુભવે છે. તેમણે રચેલી કૃતિઓ ઉત્કૃષ્ટ ક્ક્ષાની હતી . આ ઉપરાંત ઇમેજ પબ્લિકેશનના માધ્યમથી તેમણે ખૂબ ઉચ્ચ કક્ષાના પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ કરાવી આપ્યા છે. રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર કવિ શ્રી સુરેશ દલાલની આત્માને […]

ભણકાર – નાથાલાલ દવે

January 3rd, 2011 by GujaratiLexicon Team | No Comments »

નીંદરની ચાદર ઓઢી, જાયે સંસાર પોઢી, ……………….. આકાશે રેલાયે અંધાર જી; કોણ રે આવીને ત્યારે મારી વીણાના તારે, ……………….. આવા તે જગાડે ઝંકાર જી ? નીંદ મારી જાય તૂટી, બેસું પથારીમાં ઊઠી, ……………….. જાણું ના શાના આ ભણકાર જી; નજરૂં ત્યાં પાછી વળે, આશા મારી ના ફળે, ……………….. દષ્ટિ તો પામે ના દીદાર જી. ગુંજે […]

કવિતા – ફરી વતનમાં

December 7th, 2010 by GujaratiLexicon Team | No Comments »

જૂના રે વડલા ને જૂના ગોંદરા, જૂની સરોવર-પાળ; જૂનાં રે મંદિરે જૂની ઝાલરો બાજે સાંજસવાર; ……………. એથી યે જૂની મારી પ્રીતડી. ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં, ઘેરા મોભ ઢળન્ત; ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા, ઘેરા દૂરના દિગન્ત; ……………. એથી યે ઘેરી મારી વેદના. ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી, ઘેલાં પંખી પવન; ઘેલી રે ગોવાળણ ગોપની, […]

લોકગીત – સોના વાટકડી

October 25th, 2010 by GujaratiLexicon Team | No Comments »

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા, લીલો છે રગનો છોડ,રંગમાં રોળ્યાં, વાલમિયા. પગ પરમાણે, કડલાં સોઇં રે, વાલમિયા, કાંબિયુંની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. કેડ પરમાણે ઘાઘરો સોઇં રે, વાલમિયા, ઓઢણીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. હાથ પરમાણે ચૂડલા સોઇં રે, વાલમિયા, ગૂજરીની બબ્બે મારે જોડ્ય,રંગમાં રોળ્યાં, વાલમિયા. ડોક પરમાણે, ઝરમર સોઇં રે, વાલમિયા, તુળસીની […]

સદા સૌમ્યશી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી, સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી. કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેમાઆશિષ, નરસિંહ-મીરાં, થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા. પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે, સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે. ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી. – […]

જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત; તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત – ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્ચિમ કેરા […]

બાળગીતો

March 10th, 2010 by GujaratiLexicon Team | No Comments »

એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો, બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો. તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ, ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ. પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી, સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી. આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ, એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ. […]