માણસાઈની કવિતા
કોણ કહે છે આ દુનિયામાં ભગવાન નથી
કોણ કહે છે આ દુનિયામાં દાતા નથી
કોણ કહે છે આ દુનિયામાં માણસાઈ નથી
કોણ કહે છે આ દુનિયામાં સચ્ચાઈ નથી
જરા થોભો અને વિચારો કે શું તમારામાં
ભગવાન, દાતા, માણસાઈ કે સચ્ચાઈ વસેલા નથી?
ભૂલ્યું વિસરેલું એક સ્મિત તમે જો
કોઈના ચહેરા પર લાવી શકો તો
સમજી જજો કે તેના માટે તો તમે જ
તેના ભગવાન છો, દાતા છો
અને તમે એક સારા માણસ છો અને તમારામાં સચ્ચાઈ વસેલી છે
ઊઠ માનવ ઊભો થા અને થઈ જા તૈયાર આ દુનિયાની તાસીર બદલવા..
મિલાવ હાથથી હાથ અને કદમ થી કદમ અને બતાવી દે આ દુનિયાને કે
તારાથી થાય તે કરીલે હું આ સ્વાર્થી દુનિયાથી ડરતો નથી અને
બીજાને પણ ડરવા નહિ દઉં
કવિ કોણ? ગુજરાતી લેક્સિકોન ટીમ?
હા વિનયભાઈ આ કવિતા અમે ખુદ બનાવેલી છે