Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

computer-clipart-for-kids-82610_15845_0બાળકવિતાઓ લખાવાની શરૂઆત ૨૦૦ વર્ષ પહેલાં બ્રિટનમાં થઈ હતી અને આ જ દોરમાં અત્યાર સુધીની સૌથી લોકપ્રિય બાળકવિતા ટ્વીન્કલ ટ્વીન્કલ લિટલ સ્ટાર…નું સર્જન થયું હતું. તેમ બ્રિટિશ વિવેચક, કવિ અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપક પ્રો.જોહ્ન ડ્રયુનું કહેવું છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ દરમ્યાન પ્રો.ચં.ચી.મહેતાના શિષ્ય રહી ચૂકેલા પ્રો.ડ્રયુનો ટ્વીંકલ ટ્વીંકલ લિટલ સ્ટાર…પર વિદ્યાર્થીઓ સાથે એક વાર્તાલાપ યોજાયો હતો. તેમનુ કહેવું હતું જેન ટેલર અને એના ટેલર નામની બે બહેનોએ આજથી ૨૦૦ વર્ષ પહેલાં જે બાળકવિતાઓ રચી હતી તેમાં જેન ટેલરની ટ્વીંકલ…ટ્વીંંકલ લિટલ સ્ટાર સૌથી વધુ મશહૂર બની હતી. ટ્વીંકલ ટ્વીંકલ લિટલ સ્ટારનું મહત્ત્વ તેના જ જન્મસ્થળ એવા બ્રિટનમાં હવે ઓછું થઈ રહ્યુ છે. કારણકે આટલાં વર્ષોથી આ કવિતા બાળકોને શિખવાડાઈ રહી છે. જો કે એશિયા અને બીજાં સ્થળોએ તો હજી પણ આ કવિતાની બોલબાલા છે તેનો આનંદ છે. ટ્વીંકલ ટ્વીંકલ લિટલ સ્ટારમાં આમ તો ૨૦ પંક્તિઓ છે પરંતુ મોટાભાગે પહેલી પાંચ પંક્તિઓ જ બાળકોને શિખવાડવામાં આવતી હોય છે.
પ્રો.ડ્ર્યુનું કહેવું હતું કે ચં.ચી.મહેતાની  એક બિલાડી જાડી…બાળકવિતા ટ્વીંકલ ટ્વીંકલ લિટલ સ્ટારનો જવાબ છે. ગુજરાતી બાળકો પણ આ બાળકવિતાથી એટલા જ પરિચિત હતા..જો કે ભાષા કોઈ પણ હોય, બાળકોને શિક્ષણ આપવા માટે બાળ કવિતાઓ લખાવી જ જોઈએ. ચાલો, બાળકવિતા વિેશેની આટલી માહિતી જાણ્યા બાદ એકાદ-બે જાણીતી બાળકવિતાઓ માણીએ…અને આપણાં બાળકોને સંભળાવીએ. 

કેવી અજબ જેવી વાત છે

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

નાક મારું નાનું એ સુંઘે ફૂલ મઝાનું
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

નાના મારા હાથ, એ તાળી પાડે સાથ
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

પગ મારા નાના, એ ચાલે છાનામાના,
……….. એ તો કેવી અજબ જેવી વાત છે !

– ઉપેન્દ્રચાર્ય

 બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

મારી ચપટી વાગે છે પટ પટ પટ,

જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,

પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.

બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.

તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,

હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,

મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.

બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

– રમેશ પારેખ 

(માહિતી સ્રોત : http://www.gujaratsamachar.comhttp://archive.readgujarati.inhttp://gu.wikisource.org)

No Response to “બાળકવિતાઓ – સાહિત્યનું સોહામણું સ્વરૂપ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment