Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

શિયાળાની સવાર

January 7th, 2011 by GujaratiLexicon Team | No Comments »

શિયાળાની મોસમમાં સવારે વાતાવરણ એકદમ ખુશનુમા હોય છે. વળી ઓક્સિજનનું પ્રમાણ પણ વધુ હોય છે. તથા ઓઝોનનું સ્તર પણ નીચે ઉતરે છે તેવો ઘણા વિદ્વાનોનો મત છે. આવા સમયનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે આપણે વહેલા ઊઠીને લટાર મારવા જઈએ.

વળી, હાલની લોકોની લાઈફસ્ટાઈલ પર નજર નાખીએ તો તેમાં વઘુ પડતો આરામ અને જંકફૂડના ચટાકાના કારણે શરીરરૂપી યંત્ર ઉપર મેદરૂપી કાટના થર ઉપર થર જામી રહ્યા છે ત્યારે તેને દૂર કરવા માટે સવારની લટાર ખૂબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વળી, સવારમાં લટાર મારવાથી અથવા તો જોગિંગ કરવાથી શરીરને અતિશુદ્ધ પ્રાણવાયુ મળે છે જેના કારણે શ્વસનતંત્ર પણ યોગ્ય રીતે કામ કરે છે. જેના કારણે સમગ્ર રક્તપરિવહન તંત્રમાં શુદ્ધ ઑક્સિજન ફેલાય છે અને ત્વચા નીચેની રક્તવાહિનીઓમાં પણ આ શુદ્ધ ઓક્સિજન આવતાં ત્વચા સુંદર અને આરક્ષક બને છે.

ગામડામાં આજે પણ સવારે પાણી ભરવા વહેલી સવારે ઊઠીને નદીએ જતી સ્ત્રીઓની ત્વચા પરની ચમક ફેશિયલ કરીને ચમકાવેલા ચહેરાને પણ ઝાંખી પાડી દે તેવી હોય છે. જોગિંગ કરવા નીકળીએ. શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ વઘુ હોવાના કારણે વહેલી સવારે રજાઈમાંથી નીકળવાનું ઘણા લોકો માટે મહાભારતનું યુદ્ધ ખેલવા સમાન છે પરંતુ આ યુદ્ધ જો તમે જીતી ગયા તો પછી સ્વાસ્થ્ય અને સુંદરતારૂપી ભેટ એ તમારા ચરણો ચોક્કસ ચૂમશે

મન મૂકીને ઠંડી પડે ત્યારે એક હૂંફાળી ઘટના બને છે. એવે વખતે રજા ઓઢવાને બદલે એમાં ભરા જવાની મજા માણવા જેવી હોય છે. ધીરે ધીરે આપણા જ શરીરની ઉષ્માને કારણે પથારીઅને રજા વચ્ચે પોતીકી હૂંફનો મનભાવન કોશેટો રચાય છે.સવાર પડે ત્યારે એ કોશેટો છોડતી વખતે મહાભિનિષ્ક્રમણ થતું હોય એવી લાગણી થાય છે.

કવિ કહે છે :

જો સોવત હૈ સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ.’

સમગ્ર સંસાર માણસને કયાંકથી પ્રાપ્ત થતી થોડીક હૂંફ પર ટકી રહ્યો છે. હૂંફ સ્વભાવે માતૃધર્મા છે. માણસ મોટો થાય અને રાષ્ટ્રપ્રમુખ બની જાય, તોય એની ભીતર એક ગલૂડિયું લપાઈને બેઠેલું હોય છે, જે માતાની ગોદમાં ભરાઈ જવાની ઝંખના સેવતું રહે છે. શિયાળાની કડકડતી રાતે એ ગલૂડિયું રજામાતાની હૂંફ પામે છે.

ગરીબની ગોદડીનાં કાણાંમાંથી ઠંડી પેસી જાય ત્યારે પાસે સળગતું તાપણું વહાલું લાગે છે. પેરિસમાં ગરીબોને ગટરનાં ઢાંકણાં પર સૂતેલાં જોયાં હતાં. તપાસ કરી ત્યારે જાણવા મળેલું કે અંદર વહેતા ગરમ પાણીને કારણે ટાઢનો સામનો કરવામાં થોડીક મદદ મળે છે.

પોસ્ટ ઓફિસ’ વાર્તામાં ધૂમકેતુ શિયાળાની રાતને ‘શીમણી’ કહે છે. તેઓના શબ્દો કાન દઇને સાંભળો : ‘અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમણી બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું.’

મુંબમાં ઠંડીના કટકા નથી પડતા, પરંતુ બારે મેઘ તૂટી પડે તેવો ભીનોછમ વૈભવ ત્યાં મળે છે. આષાઢના પ્રથમ દિવસે મેઘદૂત મહોત્સવ જામે ત્યારે મુંબઈગરાને એક શબ્દ ખલનાયક જેવો અળખામણો લાગે છે : ‘ઓફિસ.’ મહાનગરોમાં ઓફિસાસુરનો આતંકવાદ માણસના જીવનને ઓહિયાં કરી જાય છે. આવું બને ત્યારે વરસાદ પણ વહાલો ન લાગે.

શિયાળાની રાતે ‘પાછલી ખટઘડી’ પૂરી થવા આવે ત્યારે મને ચાલવાની ચળ ઊપડે છે. અંધારામાં લંબાયે જતી સડક પર આવેલા પ્રત્યેક ખાડાના સ્વભાવને સમજવામાં તારાઓનું આછું અજવાળું મદદરૂપ થાય છે. શિયાળામાં પણ જે માણસ ધીમી ગતિએ ચાલે તેની પત્નીની દયા કોઈ નથી ખાતું. લંડનપેરિસન્યૂ યોર્કબર્લિનમાં ડોસીઓ પણ મરેલી ચાલે નથી ચાલતી.

મુંબની ગુજરાતણો પ્રમાણમાં ઝડપથી ચાલે છે કારણ કે તે સમયસર કયાંક પહોંચવા માગે છે. સાડીને બદલે પંજાબી ડ્રેસ કે પેન્ટ પહેરનારી સ્ત્રીઓની ચાલમાં થોડુંક ચેતન અવશ્ય ઉમેરાયું છે. ડોકટરો કહે છે કે પગ એ બીજું હૃદય છે. મરવાના વાંકે ચાલનારા, ઢીલું ઢીલું બોલનારા, વીલું વીલું હસનારા અને માથે લીધેલું કામ ધીમું ધીમું કરીને વખત મારનારા માણસોને દેશદ્રોહી કોણ કહેશે?

રોજ નિયમિત ઝડપભેર ચાલનારનું હૃદય પોતાના માલિકને દગો દેવા તૈયાર નથી હોતું. કો પણ હાર્ટને ફેઇલ થવાનું નથી ગમતું. શિયાળાનું સૌંદર્ય હૂંફ થકી પ્રગટ થાય છે. ઉનાળાનું સૌંદર્ય પવનની શીતળ લહેરખી દ્વારા પ્રગટ થાય છે. ચોમાસાનું સૌંદર્ય ભીનાશથી ભરેલા હૃદય થકી પ્રગટ થાય છે.

શિયાળામાં જે સ્થાન હૂંફવૈભવનું છે, તેવું જ સ્થાન માણસના જીવનમાં મૈત્રીવૈભવનું છે. ભગવાન બુદ્ધે મૈત્રીને બ્રહ્મવિહારના પહેલા પગથિયે આદરપૂર્વક બેસાડી છે. જપાનની એક કહેવતના શબ્દો છે : ‘એક જ મધુર શબ્દ શિયાળાના ત્રણ મહિના સુધી ગરમાટો પૂરો પાડે છે.’ જે માણસ એકાદ સાચી મૈત્રી પામ્યો હોય તેને ‘ગરીબ’ કહેવામાં સમૃદ્ધિનું અપમાન છે.

આપણા જીવનમાં કાયમ કેટલીક એવી વ્યકિતઓ હોય છે, જે નજીક ન આવે તો તેમનો આભાર માનવો જોઈએ. તુલસીદાસ કહી ગયા કે અસંતથી દૂર ભાગો. કયારેક કેટલાક એવા ગંધાતા નમૂના સામે ભટકાઈ જાય છે કે આપણને આપણું નાક દબાવવાનું મન થાય.સૂર્ય કદી હિમાલયવાદી, ગંગાવાદી, મંદિરવાદી, ખેતરવાદી, ઝૂંપડીવાદી કે બંગલાવાદી નથી હોતો.

એ તો કેવળ ‘હોય’ છે. એનું હોવું એટલે જ અંધારાનું ન હોવું. સૂર્ય કદી અંધારા પ્રત્યે શત્રુતા નથી રાખતો કારણકે છેલ્લાં કરોડો વર્ષો વીતી ગયાં, તોય સૂર્યની નજરે કયારેય અંધારું પડ્યું નથી. આમ સૂર્યને પ્રકાશવાદી, ઉષ્માવાદી કે ઊર્જાવાદી ગણવાનું પણ યોગ્ય નથી. સૂર્ય કેવળ સૂર્ય છે અને એ છે તેથી આપણે છીએ.

શિયાળાની સવારે સૂર્યને જોવાનો નથી. આપણામાં બચેલી બધી આભારવૃત્તિ (ગ્રેટફુલનેસ) એકઠી કરીને એનાં દર્શન કરવાનાં છે. ઉપનિષદના ઋષિએ સૂર્યની સામે જોઈને શબ્દો ઉદ્ગાર્યા હતા : ‘તારું કલ્યાણકારી સ્વરૂપ હું નીરખું છું. જે પરમપુરુષ તમે છો, તે જ હું છું.’ પરમેશ્વર પછી માનવીની સમજમાં આવે એવું કો જીવનમય, ઊર્જામય અને પ્રકાશમય સત્ય હોય તો તે સૂર્ય છે.

સૂર્યપૂજા ભારતવર્ષમાં હતી, ઇજિપ્તમાં હતી અને ઇન્કા સંસ્કૃતિ (પેરુ)માં પણ હતી. તમે બદરીકેદારના કોઈ શિખર પર હો કે ગ્રાન્ડ કેન્યનની ભવ્ય ભેખડની ધાર પર હો કે કિલિમાંજારોની ટોચ પર હો, બધે તમને સૂર્યોદય સમયે પ્રાર્થનામય પળ મળી જ રહેવાની. જો આપણે બેભાન હોએ તો શિયાળાનો સૂર્યોદય પણ લાચાર!

સૂર્યનું સત્ય આખરે તો પરમ સત્યનું સંતાન છે. સત્ય કદી પણ માકર્સવાદી, ગાંધીવાદી, હિંદુત્વવાદી, ઇસ્લામવાદી, યહૂદીવાદી કે ઇસુવાદી નથી હોતું. સત્ય કેવળ સત્ય હોય છે. આપણા પરિશુદ્ધ ‘હોવા’ પર જયારે સ્માર્ટનેસ ચડી બેસે ત્યારે મુખવટો પહેરવો જ પડે છે. માણસના સ્ટેટસનો ખરો આધાર સત્યનિષ્ઠા પર હોવો જો.

શિયાળાની એક ખૂબીનો હું આશક છું. શિયાળો કદી પણ ઠંડો હોવાનો દંભ નથી કરતો. એ ઠંડો ‘હોય’ છે. માણસને ચોરી કરવામાં શરમ નથી લાગતી, પણ જેલમાં જવામાં લાગે છે. ગણિકા શરમાતી નથી, પણ ગણિકાને ત્યાં જનારા સૌ છાનામાના જાય છે. આપણે રોજ રોજ જાતજાતના મુખવટાઓને મળીએ છીએ. કયારેક એવું પણ બને છે કે કોઈ ચહેરાને મળવાનું બને છે. એવું મળવું એ જ મૈત્રી છે અને મૈત્રીની સૌથી પ્રિય ઋતુનું નામ શિયાળો છે.

લેખના લેખક —- ગુણવંત શાહ

હે શિયાળુ પવન!
વહેતો રહેજે, વહેતો જ રહેજે.
પોતાના પર થયેલા
ઉપકારને ભૂલી જનારા
મનુષ્ય જેટલો નિર્દય તો
તું નથી, નથી અને નથી.

વિલિયમ શેકસ્પિયર

કોણે કહ્યું રવિને રૂપ નથી?

કોણે કહ્યું રવિને લય નથી?
પૂછો મૂક્ત ગગનના પંખીને,
શું એને એનો અનૂભવ નથી?
નવોઢાના ચહેરા પર, શરમની રતાશ બનીને,
સૂરજમૂખીના ફૂલ પર, ચાતકની પ્યાસ બનીને,
અંધારી ધરતી પર ફેલાય છે એ, પ્રભાતનું ઊજાસ બનીને,
લાવે છે કંઈક નવા શમણાં, શિયાળામાં સવાર બનીને.
અસહ્ય લાગતો જે ઊનાળામાં,
આવકારે છે લોકો એને શિયાળામાં,
નાના બાળક જેવો પ્યારો,
સોહામણો લાગે છે એ સવારમાં.

અદ્ભુત છે અનુભૂતિ એની,
અદ્ભુત છે આગમન એનું,
શું હું ખોટું કહું છું,
શિયાળાની સવારના તડકાની બાબતમાં?

આશિષ મહેતા

Article Source(some part) : http://tinyurl.com/39lur8t

No Response to “શિયાળાની સવાર” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment