Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

Happy Diwali & Happy New Year to all our Dear Readers


ચાલો, ત્યારે આપણે દિવાળી તહેવાર વિશે થોડી ઘણી માહિતી જાણીએ:

દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ, શીખ ધર્મ, બુદ્ધ ધર્મ, અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.

માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે.

દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.

ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે. સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે. જૈન ધર્મ માં દિવાળી એ 15 ઓક્ટોબર, 527 ઈસ.પૂર્વે મહાવીર દ્વારા મેળવવામાં આવેલા નિર્વાણનું પ્રતિક છે.

છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હર ગોબિંદજી (1595-1644)ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા, તેમને મુક્ત કરાય પરત આવ્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને ત્યારથી દિવાળી મહત્ત્વ ધરાવે છે.અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ– “કેદમાં પૂરાયેલા લોકોની આઝાદીનો દિવસપણ કહે છે. હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ પણ આ તહેવાર ઉજવે છે. ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે અને ધર્મસંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારના ધાર્મિક મહાત્મ્યનો લાભ મેળવે છે.

દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ= દીવડો અને આવલી= હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગઅલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જેતે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે. હિન્દુ પંચાંગની અમંતા (“નવા ચંદ્રનો અંત“) આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે.ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા (“પૂર્ણ ચંદ્રનો અંત“) આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.

આમ, આપણે જોયું કે દરેક ધર્મને દિવાળીના તહેવાર માટે અલગ અલગ મહત્ત્વ છે છતાં પણ આ દરેક ધર્મ એક થઈને આ તહેવારને અતિ ઉત્સાહથી દીવાના તેજ સાથે ઊજવે છે.

આ તહેવારનું બીજું એક મહત્ત્વ કે ઘણા બધાં તહેવાર આપણા ભારતભરમાં ઉજવાય છે મોટાભાગના તહેવાર એકએક દિવસના હોય છે જેમ નવરાત્રી એ નવ દિવસ માટે ઉજવાય છે તેમ દિવાળી પાંચ દિવસ માટે વિવિધ રીતે ઉજવાય છે જેમકે,

દિવાળી વાસુબારસ થી શરૂ થાય છે, જે અશ્વિન મહિનાના બીજા પખવાડિયાનો 12મો દિવસ છે. માતા અને બાળક વચ્ચેના પ્રેમના પ્રતીકરૂપે ગાય અને વાછરડાની આરતી કરીને આ દિવસ ઉજવવામાં આવે છે.બીજો દિવસ છે

ધનત્રયોદશી (ધન=સંપત્તિ, ત્ર=3 દશી=10મી એટલે કે 10+3=13મો દિવસ) અથવા ધનતેરસ . વેપારીઓ અને વ્યવસાયીઓ માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે.

અશ્વિન નો 14મો દિવસ નરકચતુર્દશી છે. આ દિવસે લોકો સૂર્યોદય પહેલા ઉઠી જાય છે અને શરીર પર સુગંધી તેલ લગાડીને સ્નાન કરે છે (તેઓ ઉતનાથી પણ સ્નાન કરે છે). ત્યાર બાદ સમગ્ર પરિવાર મંદિરની મુલાકાત લે છે અને તેમના ઈશ્વરની પૂજા કરે છે. આ મુલાકાત પછી દરેક વ્યક્તિ ફરાળ ની મિજબાની માણે છે, જેમાં કરંજી “, “લાડુ “, “શંકરપેલ અને મિઠાઈ જેવી સ્વાદિષ્ટ વાનગીઓની તથા ચકરી “, “સેવ અને ચેવડા જેવી ચટાકેદાર વાનગીઓ હોય છે.

ત્યાર બાદ લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. તે અમાસ ના દિવસે હોય છે એટલે કે ચંદ્ર વગરનો દિવસ. દીવડાઓ દ્વારા અંધારી રાતને પ્રકાશમય બનાવવામાં આવે છે અને સાંજના સમયે ફટાકડા ફોડવામાં આવે છે. પૂજા પછી હિસાબના નવા ચોપડાઓની શરૂઆત કરવામાં આવે છે. શેર બજાર મુહુર્ત ના પ્રતિકરૂપે સોદા કરે છે. સામાન્ય રીતે વેપારીઓ આ દિવસે કોઈ ચૂકવણુ કરતા નથી (માન્યતા એવી છે કે લક્ષ્મી કોઈને આપવી જોઈએ નહિ પરંતુ તેનું ઘરે આગમન થવું જોઈએ). દરેક ઘરમાં રોકડા નાણા, ઘરેણાં અને લક્ષ્મી દેવીની મૂર્તિની પૂજા થાય છે. મિત્રો, પડોશીઓ અને સંબંધીઓને આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કેટલાક સ્થળે ઘરની સફાઈ માટે વપરાતી સાવરણીની પણ લક્ષ્મીના પ્રતિક તરીકે પૂજા થાય છે . પડવો એ નવા મહિનાનો પ્રમથ દિવસ છે કારતક હિન્દુ પંચાંગમાં .

ભાઉબીજ બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ સમય છે, કારણકે બહેન ઈશ્વરને પ્રાર્થના કરીને પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે પ્રાર્થના કરે છે અને વહાલો ભાઈ/ઓ તેને ભેટ આપે છે.

દિવાળી પહેલા ઘરની સફાઈ કરી તેને શણગારવામાં આવે છે. ઓફિસોમાં પૂજા થાય છે. આ શુભ દિવસોમાં કર્મચારીઓને બોનસ તથા રજાઓ આપવામાં આવે છે. લોકો આ દિવસોમાં સોનું તથા સંપત્તિ પણ ખરીદે છે. બાળકો મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની યાદમાં કિલ્લાની પ્રતિકૃતિ બનાવે છે. ફટાકડા, નવા કપડાં અને મિઠાઈઓના કારણે દિવાળી એ બાળકોનો પ્રિય તહેવાર છે અને આ તહેવારની તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે અને રાહ જોવાનું બીજું એક કારણ કે શાળામહાશાળાઓમાં આ પર્વ નિમિત્તે 21 દિવસનું વેકેશન પણ આપવામાં આવે છે.

દિવાળીનો આ તહેવાર ફટાકડા ફોડવા માટે વધારે જાણીતો છે. “ફટાકડાજે દારૂખાનુંએવા નામથી પણ ઓળખાય છે. હવે તો અવનવા પ્રકારના ફટાકડા જોવા મળે છે. નાના બાળકો માટે તારામંડળ, ફૂલકણી, પેન્સિલ, હીરા, ચકરડી, કોઠી, ટીકડીઓ આવા પ્રકારના તો ફટાકડા હોય છે જે નાના બાળકો પોતાની જાતે ફોડીને અનેરો આનંદ માણે છે આ, ફટાકડા ફોડવાનો પણ એક પ્રકારનો ઉત્સાહ હોય છે

આ ફટાકડા ફોડવામાં તો મોટા વડીલો પણ પાછા રહેતા નથી. એ પણ હવાઈ, બૉમ્બ, માટીની કોઠી ફોડીને અનેરો આનંદ લે છે. આમ, નાનામોટાં સહુ ભેગાં મળીને આ તહેવારને ઘણાં આનંદથી ઉજવે છે.

images_1

Source : Some information from Wikipedia

No Response to “નૂતન વર્ષાભિનંદન – દિવાળી” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment