Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મધુર અને મંગલમય હો

જીવનમાં બધું મધુર, અનુકૂલ, સુખદ ને હિતકારી હો; જીવનમાં ક્યાંય ક્લેશ, કટુતા, પ્રતિકૂળતા, દુ:ખ ન હો.

પવન, નદી, વનસ્પતિ, સવાર અને સાંજ આ બધું મધુમય હો, મંગલમય હો.

પૃથ્વીની માટી અમારે માટે મધુમય હો, મીઠી હો, હિતકારી હો. પૃથ્વીના બધા મધુર વૈભવો અમને પ્રાપ્ત થાઓ ને આકાશ અમારી ઉપર મધુર આશીર્વાદ વરસાવો.

વૃક્ષો અમને મધુર ફળ આપો ને સૂર્ય સુખકારી રહો.

અમારી ગાયો અમને સદાય મીઠું મધ આપતી રહો, અર્થાત ભૌતિક જીવનની સકલ સંપત્તિથી અમારું જીવન સમૃદ્ધ હો.

મારી બધી પ્રવૃત્તિઓ મધુર ને હિતકારી હો. હું જે કંઈ કરું, બોલું, વિચારું તેમાં કટુતા કે તિક્તતા ન હો, મધુરતા હો ને તે હિતકારક હો.

હું પુરુષાર્થથી જે લક્ષ્યને સાધવા ઇચ્છું છું તે લક્ષ્યને સાધ્ય પણ મધુર, મંગલમય હો.

કશું અનિષ્ટ મારી પ્રવૃત્તિથી ન થાઓ.

(અનુ: ડૉ. જયંત પાઠક)

પુસ્તકપ્રેમ

સાહિત્યમાં કાવ્ય ઉત્તમ છે. પણ હવે તો આપણે વૃત્ત, છંદ બધા ઉડાવી દીધા છે. એટલે કવિતા વગર આપણે શું કરવાના? એટલે કવિતા વગર આપણે શું કરવાના? અતિશયોક્તિ આપણે જાણવાના નહીં. ઉત્પેક્ષા આપણે સમજવાના નહીં. હવે  અલંકારો પણ શીખવવામાં આવતા નથી. નવી શિક્ષણ- પ્રથામાં જો પુસ્તકપ્રેમ પેદા કરવો હશે તો પહેલામાં પહેલું કામ બાળકોને કવિતા-કવિત તરફ વાળવા જોઈશે. ગદ્ય તરફ વાળવા જોઈશે. એ કોણ કરે? એ કરી શકે જો શિક્ષક શોધવો જોઈએ. શિક્ષકમાં પહેલામાં પહેલી તપાસ ઉચ્ચારની થવી જોઈએ. શિક્ષકમાં પહેલામાં પહેલી તપાસ ઉચ્ચારની થવી જોઈએ. એ કોણ કરે? સંસ્કૃત શીખવીએ છીએ, પણ સંસ્કૃતમાં પણ લોચા વળે છે! પહેલું કામ શુદ્ધ ઉચ્ચાર. વાક…. વાક્શુદ્ધિ…. જો વાક્શુદ્ધિ નહીં થાય તો નાદબ્રહ્મ આ જિંદગીમાં તો શું, સત્તરસો પેઢીમાં પણ નથી સાંભળી શકવાના….

આવા પુસ્તકમેળાઓથી લોકોનું જ્ઞાન વધે છે. પુસ્તકપ્રેમ વધે છે, પણ લોકો વાંચે છે ક્યાં? પુસ્તકો પ્રત્યે આપ્ણો પ્રેમ નષ્ટ થવાનો હોય તો આપણો સંસ્કાર પણ નષ્ટ થવાનો છે…..

(પુસ્તકમેળા પ્રસંગે સ્વ. ચં.ચી. મહેતા)

બ.ક.ઠાકોર

બળવંતરાય ઠાકોરનું એક ઓછું ચર્ચાયેલું પાસું એમની બૌદ્ધિકતા છે. કવિતા, વિવેચન, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, ધર્મ વગેરેને એ એક બૌદ્ધિક દૃષ્ટિથી જોવાનો, સમજવાનો પ્રયત્ન કરતા.

ધીમે ધીમે ક્રમશ: વિકાસ સાધતું કથાવસ્તુ, કલ્પનાની સમૃદ્ધિ, ઓછા પણ ઔચિત્યપૂર્ણ અલંકારો, ચિંતનપરાયણતા, દૃષ્ટિની વિશદતા તથા શબ્દરેખાઓ દ્વારા આંખ સમક્ષ ચિત્ર રમતું કરી એવાની એમની શક્તિ દાદ માગી લે એવી છે. (સ્વ. બ.ક. ઠાકોર વિશે શ્રી સુરેશ દલાલ)

એમનું માનસ અખતરાખોર. એક સાચા અને સમર્થ સર્જકને છાજે એવી જાગરૂકતાથી એમણે સતત પ્રયોગો કરે ત્યારે એમાં સરવાળે સાહિત્યને લાભ જ થાય છે. છંદ, વિષય, કાવ્યપ્રકાર-એટલે કે કાવ્યસમગ્રને એમણે પોતાની વિશિષ્ટ મુદ્દાથી અંકિત કરી દીધું. બાહ્ય દેહની અતિશય ચીવટપૂર્વક ટાપટીપ કરવાને બદલે કવિતાના આંતરિક સૌન્દર્ય પ્રત્યે ઠાકોરે દૃષ્ટિ ઠરાવી.

Source :  Book Name : શબ્દની સાથે સાથે (પેજ નં. ૧૨૫, ૧૩૩, ૧૩૭)

Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)

Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત

No Response to “શબ્દોની હારમાળા અને અવનવા શબ્દપ્રયોગો” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment