Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

સાચા શબ્દો : ખોટા શબ્દો ભાગ-2

June 25th, 2010 by GujaratiLexicon Team | Comments Off on સાચા શબ્દો : ખોટા શબ્દો ભાગ-2

  • આપણે શબ્દોમાં જોડીને લખવાને ટેવાયેલા છીએ. પણ બધા શબ્દોમાં સ્હોતો નથી. નીચેના શબ્દોમાં આખો જ લખો

() નુસખો () મસકો () ધુસકો () ધ્રુસકો

(નુસ્ખો, મસ્કો, ધુસ્કો, ધ્રુસ્કો આ શબ્દો ખોટા છે.)

  • સરરરકરતું તીર છૂટ્યું, પણ આડું ફંટાયું.
  • છણણણમાં ત્રણ વખત ણ લખવું.

ટનનનમાં ત્રણ વખત ન લખવું.

સરરરમાં ત્રણ વખત ર લખવું.

કેટલાક ત્રણને બદલે બે જ અક્ષરો લખે છે તે ખોટું છે.

  • શુદ્ધિમાં દ્ધિ આવશે. પણ શુદ્ધીકરણમાં દ્ધીઆવશે.

આમ કેમ? ‘કરણપ્રત્યય લાગે ત્યારે અનેક શબ્દોની જોડણીમાં આ રીતનો ફેરફાર થતો હોય છે.

વિસ્તૃતિમાં તિપણ કરણપ્રત્યય લાગતાં વિસ્તૃતીકરણથશે.

  • કારતો રિપેરમાં આપી છે. આપણે ટેક્સીમાં જઈશું.

આપણી પોતાની કે સબંધિતની મોટર હોય તો કારકહેવાશે. ભાડૂતી મોટર માટે ટેક્સીબોલીએ છીએ.

  • વીજળીનું વિશેષણ વીજળિક.’

જોયું? વિશેષણ બનતાં ળીનું ળિથઈ ગયું.

કેટલાક વીજળીકલખે છે તે ખોટું છે. ‘વીજળિકલખો.

  • વર્ષોથી પેલો મહેલ બિસમાર હાલતમાં પડ્યો છે.

બિસમારને બદલે કેટલાક બિસ્મારલખે છે તે ખોટું છે. ‘આખો લખો

બિસમારએટલે શું? આપણે બિસમારનો અર્થ ખંડિયેરકે જર્જરિતજેવો કરીએ છીએ.

શબ્દકોશમાં બિસમારનો અર્થ નીચે પ્રમાણે છે.

બિસમાર = (વિ.) વિસ્મૃત; વિસારી મૂકેલું

  • આજ (આજે) તમે આ નવી વાત લાવ્યા, એમ કહો છો, પણ આ જ અવતની અગાઉ આપણે ચર્ચા કરી જ છે.

આજએક શબ્દ છે, જ્યારે આ જએ બે જુદા જુદા શબ્દો છે આ અને જ અને તે જુદા લખવા જોઈએ.

અક્ષર છે, અને શબ્દ પણ છે. એ તો તમે જાણતાં જ હશો.

  • આ બંને શબ્દો લખવામાં પણ ઘણા ભૂલો કરે છે. ‘એમપછી જુદો લખો. ‘તેમપછી પણ જુદો લખો.

અહીં અક્ષર તરીકે નહિ, પણ શબ્દ તરીકે વાપરવાનો છે. એટલે બંને જગ્યાએ જુદો લખાતો હોય છે.

  • ભાડુંમાં ડુંબરાબર, પણ ભાડૂતમાં ડૂલખાશે. એ જ રીતે ભાડૂતીમાં પણ ડૂલખવું.
  • પહેલાં કહેવાતું : ઘોડેસવારી તો બહારવટિયાની.

સ્ખોડો લખવાના શોખીનો અસ્વાર‘, ઘોડેસ્વાર અને ઘોડેસ્વારીલખે છે પણ તે ખોટું છે.

બધે જ આખો લખો. નીચે મુજબ.

અસવાર‘; ઘોડેસવાર; ઘોડેસવારી

શબ્દકોશોમાં પ્રૂફરીડિંગની ભૂલને ખાતર ઘોડેસ્વાર ક્યાંક ક્યાંક છપાયું હોય છે તેની નોંધ લેશો.

  • પ્રાંતીયમાં તીલખાશે અને પ્રાંતિકમાં તિલખવું

પ્રાંતીયઅને પ્રાંતિકબંને સમાનાર્થી શબ્દો છે.

પ્રાંતિકપ્રાંતીય = (વિ.) પ્રાંતને લગતું

પ્રાંતીયતામાં પણ તીજ આવશે.

  • નીચેની છ શબ્દોમાં ચુઅને ચૂબંને લખી શકાય છે.

ચુપચૂપ; ચુપકીચૂપકી; ચુપચાપચૂપચાપ

ચુપકીદીમાં માત્ર ચુજ લખાશે. ચૂનહિ.

જોડણીના નિયમ પ્રમાણે આ શબ્દમાં ચુજ લખાતો હોય છે.

  • આ ત્રણે શબ્દો લખવામાં ભૂલ થવા સંભવ છે.

ચિંગુંઅને ચિંગૂસબંને સમાનાર્થી શબ્દો છે.

ચિંગુંચિંગૂસ = (વિ.) કંજૂસ; કરકસરિયું

ચિંગૂસાઈ = (સ્ત્રી.) કંજૂસાઈ

(‘ચિંગુસાઈશબ્દ નથી તેની ખાસ નોંધ લો.)

  • આ ત્રણે શબ્દોમાં ધ્ + ધ આવશે. ‘દ્ધનહિ.

એ જ રેતી ઓધ્ધોઅને ઓધ્ધેદારલખો.

  • આમ તો કુચઅને કૂચસમાનાર્થી શબ્દો છે પણ કૂચનો એક બીજો વિશિષ્ટ અર્થ પણ થાય છે.

કુચકૂચ = સ્ત્રીની છાતી; સ્તન

કૂચ = લશ્કરી ઢબની ચાલ; રવાના થવું તે

આમ લશ્કરી ઢબની ચાલ માટે માત્ર કૂચશબ્દ જ વપરાય છે, ‘કુચનહિ.

તુર્કી ભાષાનો આ શબ્દ ગુજરાતી ભાષામાં ઉમેરાયો છે. એ ત્રણ રીતે લખાય છે.

() કુરનસ () કુરનિસ () કુર્નિશ

અર્થ : ઝૂકીને સલામ કરવી તે

  • આ બંને શબ્દોના અર્થ જાણી લો.

ભરાઉ = (વિ.) ભરેલું; પુષ્ટ

ભરાવ = (પું.) જથ્થો; જમાવ

  • મને ઝઘડોપસંદ નથી. તમારો સ્વભાવ ઝઘડાળુછે તે હું જાણું છું.

અનેક શિક્ષિત માણસો પણ આ શબ્દોનો ઉપયોગ કરવામાં ભૂલ કરતા હોય છે. ઝગડો‘; ‘ઝગડાળુંશબ્દો ખોટા છે. સાચા શબ્દો છે : ઝઘડોઅને ઝઘડાળુ.’

  • જેટલી કૉમર્સ કૉલેજ ખૂલે છે, તેટલી આટર્સ કૉલેજો ખૂલતી નથી. ખરેખર?

મોટા ભાગના વિદ્યાર્થીઓ આટર્સલખવાને બદલે આર્ટસલખતા હોય છે. કોઈ કોઈ પ્રોફેસરો પણ.

આટર્સ કૉલેજએમ લખવું જોઈએ. કારણ કે અને બંનેનો જોડાક્ષર થતો હોઈ ઉપર મૂકવાની રેફ‘, ‘ઉપર મુકાય છે.

Source : Book Name : સાચી જોડણી, સાચા શબ્દો (પેજ નં. ૨૧, ૨૨, ૨૩, ૨૪)

Author Name : શાંતિલાલ શાહ (દામકાકર)

Publisher : સાહિત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત

No Response to “સાચા શબ્દો : ખોટા શબ્દો ભાગ-2”

No comments yet.

RSS feed for comments on this post.

Sorry, the comment form is closed at this time.