Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

મિત્રો, આજે ૧૩ ઑગસ્ટના રોજ જાણીતા કવિ શ્રી વિનોદ જોશીનો જન્મદિન છે. તેમના જન્મદિનની શુભેચ્છા પાઠવતાં ચાલો, તેમના જીવન, કાર્ય અને સાહિત્યિક પ્રદાનની આછી ઝલક મેળવીએ…. જન્મ ૧૩ ઑગસ્ટ, ૧૯૫૫, ભોરિંગડા, વતન – બોટાદ, જિ. – અમરેલી કુટુંબ પિતા – હરગોવિંદદાસ જોશી, પત્ની – વિમલ; પુત્ર – અનિરુદ્ધ અભ્યાસ ૧૯૭૭ – એમ.એ., ૧૯૮૦ – પી.એચ. ડી. વ્યવસાય ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના […]

- ભાષાની ‘વાડ’ ઓળંગી અંગ્રેજીમાં પહોંચ્યું ગુજરાતી સાહિત્ય – ઈલા મહેતા લિખિત ‘વાડ’ના અંગ્રેજી અનુવાદ ‘ફેન્સ’નું  વિમોચન થયું – ઘણી ગુજરાતી કૃતિઓ અનુવાદિત થઈ છતાં વિશ્વસ્તરે હજી ગુજરાતી સાહિત્ય ઉપેક્ષિત અમદાવાદ: સંખ્યાબંધ ઉત્તમ કૃતિઓ થકી ગુજરાતી સાહિત્યને લીલુછમ્મ રાખવામાં મહત્ત્વનું યોગદાન આપનાર ઈલા આરબ મહેતાની નવલકથા ‘વાડ’ના અંગ્રેજી અનુવાદ ‘ફેન્સ’નું શનિવારે અમદાવાદમાં ક્રોસવર્ડ બુકસ્ટોરમાં વિમોચન થયું […]

મિત્રો, આપ જાણતા જ હશો કે ગુજરાતીલેક્સિકન વેબસાઇટ પર  ‘GL Goshthi ‘ નામે એક પ્રકલ્પ કાર્યરત છે. જે અંતર્ગત  વિવિધ ક્ષેત્રો જેવાં કે – સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, રાજકારણ, રમતગમત વગેરેમાં જાણીતા બનેલા ગુજરાતના મહાનુભાવો સાથે ભાષા ગોષ્ઠિ કરવામાં આવે છે; જે દ્વારા તેમનો ભાષાપ્રેમ, ભાષા પ્રત્યેની લાગણીઓ તથા ભાષા પ્રચાર – પ્રસાર અંગેના વિચારો પ્રગટ થાય […]

તારી મૈત્રીમાં કઈ સાર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે, જિંદગીની કડવાશમાં થઈ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે.  દુનિયાનો દરેક સંબંધ આપણા જન્મ સાથે જોડાયેલો હોય છે, જેને બદલી શકવો અસંભવ છે. જન્મ લેતાની સાથે જ મળતા સંબંધો ઇચ્છો કે ન ઇચ્છો હંમેશાં જોડાયેલા રહે […]

વરસાદ વરસે અને પલળવાનું મન થઈ આવે તો માનજો કે તમે યુવાન છો. વાદળ ગરજે અને દિલનો એકાદ ધબકારો પણ વધે તો માનજો કે તમે યુવાન છો. ભીંજાયેલા શરીર સાથે સંવેદનાઓ ઉછળે તો માનજો કે તમે યુવાન છો. વરસતાં વરસાદમાં મન થોડુંક લપસે તો માનજો કે તમે યુવાન છો. ચોમાસું તરસવાની અને વરસવાની મૌસમ છે. […]

મિત્રો, આજે અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી છે. આજથી ચાતુર્માસનો પ્રારંભ થઈ જાય છે. હિંદુ બાળકીઓના ગૌરીવ્રતની શરૂઆત પણ આજથી શરૂ થઈ જાય છે. હવે ચારેક માસ સુધી લગ્ન સહિતનાં માંગલિક કાર્યો બંધ રહેશે, આ ચાર માસ દરમિયાન પ્રભુભક્તિ, વ્રત-તપ-જપ-મંત્ર વગેરે દ્વારા ભગવાનને રીઝવવાના ભક્તિભર્યા માંગલિક કાર્યો થશે. આ સમયગાળામાં તહેવારોની સિઝન શરૂ થઈ […]

ગુજરાતી સાહિત્યમાં અન્ય સાહિત્ય પ્રકારની સરખામણીએ બાળસાહિત્યનું સર્જન ઓછું થયું છે, તેમ છતાં જે સર્જન થયું છે અને થતું રહે છે તેનું પ્રદાન બહુમૂલ્ય છે. કોઈ પણ ભાષા-સંસ્કૃતિના ઘડતરમાં બાળસાહિત્ય પાયો ગણી શકાય. બાળપણમાં સાહિત્યનો જે આસ્વાદ માણ્યો તે જીવનભરનું ભાથું બનીને સાથે રહે છે. જેમકે, વર્ષો પહેલાં માણેલાં બાળજોડકણાં – ચાંદો સૂરજ રમતા’તા, બાળકાવ્ય – […]

‘મમ્મી, ઓ મમ્મી ! જો, મારી સાથે કોણ આવ્યું છે ?’ ભૂમિકાએ બેલ વગાડીને બૂમ પાડી. મમ્મીએ બારણું ઉઘાડી, બહાર આવીને જોયું. ભૂમિકાની સાથે એના જેવડી બે છોકરીઓ હતી. એમને જોઈને તે બોલી : ‘આવો, આવો. ભૂમિ, કોણ છે આ બે છોકરીઓ ? તારી…’ ‘હા-હા, મમ્મી ! મારી બહેનપણીઓ છે. આ છે કવિતા અને આ […]

ગયા અઠવાડિયે એક ક્લબના સેક્રેટરીએ ફોન પર આમંત્રણ આપ્યું કે અમારી રિટાયર્ડ સિનિયર સિટિઝનની એક ક્લબ ચાલે છે. નિવૃત્ત થયા પછી આનંદમાં કેવી રીતે જીવી શકાય એનું તમે હસતાં-હસતાં માર્ગદર્શન આપો એવી અમારી ક્લબના સભ્યોની ઇચ્છા છે, તેમને પણ કેટલાક કૌટુંબિક પ્રશ્નો છે જે તમને પ્રવચન બાદ પૂછીશું. બોલો, આવશો ને ! મેં રાબેતા મુજબ […]

યોગ એટલે જીવન જીવવાની કલા એમ ટૂંકી વ્યાખ્યામાં મઢી શકાય. યોગ એટલે વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવી. યોગ એ આપણા મહર્ષિઓની સૈકાઓ પુરાણી પારંપારિક સાંસ્કૃતિક ખજાનો છે, જે આજે વૈશ્વિક સમાજને ભારત દેશની અમૂલ્ય ભેટ છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને માણસની તંદુરસ્તીની બહોળી વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : હૅલ્થ એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ […]