GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.
ગુજરાતી સાહિત્યમાં અન્ય સાહિત્ય પ્રકારની સરખામણીએ બાળસાહિત્યનું સર્જન ઓછું થયું છે, તેમ છતાં જે સર્જન થયું છે અને થતું રહે છે તેનું પ્રદાન બહુમૂલ્ય છે. કોઈ પણ ભાષા-સંસ્કૃતિના ઘડતરમાં બાળસાહિત્ય પાયો ગણી શકાય. બાળપણમાં સાહિત્યનો જે આસ્વાદ માણ્યો તે જીવનભરનું ભાથું બનીને સાથે રહે છે. જેમકે, વર્ષો પહેલાં માણેલાં બાળજોડકણાં – ચાંદો સૂરજ રમતા’તા, બાળકાવ્ય – […]
‘મમ્મી, ઓ મમ્મી ! જો, મારી સાથે કોણ આવ્યું છે ?’ ભૂમિકાએ બેલ વગાડીને બૂમ પાડી. મમ્મીએ બારણું ઉઘાડી, બહાર આવીને જોયું. ભૂમિકાની સાથે એના જેવડી બે છોકરીઓ હતી. એમને જોઈને તે બોલી : ‘આવો, આવો. ભૂમિ, કોણ છે આ બે છોકરીઓ ? તારી…’ ‘હા-હા, મમ્મી ! મારી બહેનપણીઓ છે. આ છે કવિતા અને આ […]
ગયા અઠવાડિયે એક ક્લબના સેક્રેટરીએ ફોન પર આમંત્રણ આપ્યું કે અમારી રિટાયર્ડ સિનિયર સિટિઝનની એક ક્લબ ચાલે છે. નિવૃત્ત થયા પછી આનંદમાં કેવી રીતે જીવી શકાય એનું તમે હસતાં-હસતાં માર્ગદર્શન આપો એવી અમારી ક્લબના સભ્યોની ઇચ્છા છે, તેમને પણ કેટલાક કૌટુંબિક પ્રશ્નો છે જે તમને પ્રવચન બાદ પૂછીશું. બોલો, આવશો ને ! મેં રાબેતા મુજબ […]
યોગ એટલે જીવન જીવવાની કલા એમ ટૂંકી વ્યાખ્યામાં મઢી શકાય. યોગ એટલે વ્યક્તિગત ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવી. યોગ એ આપણા મહર્ષિઓની સૈકાઓ પુરાણી પારંપારિક સાંસ્કૃતિક ખજાનો છે, જે આજે વૈશ્વિક સમાજને ભારત દેશની અમૂલ્ય ભેટ છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને માણસની તંદુરસ્તીની બહોળી વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : હૅલ્થ એટલે સંપૂર્ણ શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સુખાકારીની સ્થિતિ […]
જિંદગી અત્યંત ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. જિંદગીની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન કરી શકાય. દરેક વ્યક્તિની જિંદગી જુદી અને અનોખી હોય છે. બે જિંદગીની સરખામણી ન થઈ શકે. એકસાથે જીવતા બે માણસની જિંદગી પણ જુદી જુદી હોય છે. જિંદગીની મજા જ એ છે. એક ઝાડનાં બે પાન પણ સરખાં હોતાં નથી. એક છોડનાં બે ફૂલ પણ અલગ […]
મિત્રો, ગયા બુધવારે વૉટ્સ-ઍપ મિત્ર દ્વારા એક મેસેજ મળ્યો. જેમાં એક હૃદયસ્પર્શી ઘટનાનું નિરૂપણ થયેલું હતું. એ ઘટના એટલી તો અંતરને ઢંઢોળી ગઈ કે સતત બે-ત્રણ દિવસ સુધી તેના વિચારો આવતા રહ્યા. તેને યોગ્ય શબ્દદેહ આપવા માટે મન આતુર થઈ રહ્યું હતું. હું કલાપી જેવો મોટો કવિ તો નથી કે….પંખીને ભૂલથી પથરો વાગી જતાં….” રે પંખીની ઉપર […]
બુંદેલખંડનો એક ભયંકર ડાકુ મોહનસિંહ આખા પ્રદેશમાં ત્રાસ વર્તાવી રહ્યો હતો. રાજ્યની પોલીસ એને પકડી શક્તી ન હતી. તેણે પોતાની એક ટોળી બનાવી હતી. એ નવજુવાન હતો. તેના વતનના ગામના નગરશેઠે જૂના લેણા પેટે એની જમીન-જાગીર પડાવી લીધી અને તેના બાપને ખૂબ હેરાન કરેલો તેથી મરતી વખતે એના બાપને જીવ જતો ન હતો એ વખતે […]
મિત્રો, અકળાવનારી ગરમી પછી મન અને વાતાવરણને ઠંડક અને રાહત આપનાર ઝરમર વરસાદનો લાભ તો આપણે લઈ લીધો , 21 જૂન મંગળવારના રોજ ઋતુ પ્રમાણે ચોમાસું પણ બેસી ગયું છે. સ્વાસ્થ્ય જાળવણી માટે વરસાદની આ ઋતુ સંવેદનશીલ ગણાય છે. આ માટે વરસાદની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં આ ઋતુમાં બીમારીઓથી બચવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ સાવધાનીઓ બતાવવામાં […]
આળસુ ઊંટ એક હતું જંગલ . તેમાં એક ઊંટ રહે. આ ઊંટે ખૂબ તપ કર્યું. અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન બોલ્યા, ‘હે ઊંટ ! તારા પર રાજી થયો છું, બોલ તારે શું જોઈએ ? ઊંટ બોલ્યું, ‘ હે ભગવાન ! મને ચારસો માઈલ લાંબી ડોક આપો. કારણ કે ખોરાકની શોધમાં મારે દૂર-દૂર જવું પડે છે. […]
મિત્રો, ગયા રવિવારે ‘સંદેશ ‘, સંસ્કાર પૂર્તિ ‘ચિંતનની પળે’ કોલમ અંતર્ગત શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો એક ચિંતનભર્યો લેખ વાંચ્યો. આપણા વ્યક્તિત્વ વિકાસ અને જીવન વિકાસમાં ઉપયોગી બને તેવો આ પ્રેરક લેખ લાગ્યો. તેનું શીર્ષક એમણે તો આ પ્રમાણે રાખ્યું હતું : તારે હવે કેટલાની સલાહ લેવી છે ? આમ જુઓ તો લેખને બિલકુલ અનુરૂપ આ શીર્ષક છે, […]