Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.


માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે 21 ફેબ્રુઆરી, 2013 ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત વિશ્વકોશ, ગુજરાતીલેક્સિકોન, સાબરમતી કન્યા વિદ્યાલય વગેરેના સંયુક્ત સહયોગથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત માતૃભાષા રેલી જે ગૂજરાત વિદ્યાપીઠથી ગુજરાતી સાહિત્ય-પરિષદ સુધી હતી તેનાથી થયો.

માતૃભાષા રેલી માટે અધ્યાપકો, મહાધ્યાપકો તે ઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, લેખકો, પત્રકારો, સહયોગી સંસ્થાના કાર્યકરો વગેરે ગૂજરાત વિદ્યાપીઠના મુખ્ય પ્રવેશદ્વારે ભેગાં થયાં. ત્યાંથી વિવિધ બેનરો તથા ભાષાને લગતાં સૂત્રોના નારા બોલાવતા રેલીની શરૂઆત થઈ. આ ઉપરાંત ગુજરાતી ભાષાની ઓળખ પ્રસ્થાપિત કરતાં લોગોનું લોગોકાર્ડ દરેકને આપવામાં આવ્યું હતું જે સહુ કોઈ ખુશી ખુશી પોતાના ગળામાં પહેર્યું હતું.

ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. સુદર્શન આયંગર અને ગુજરાતી સાહિત્ય પરિષદના કુલસચિવ ડૉ. રાજેંદ્ર ખીમાણીની હાજરીમાં અને વિવિધ વિદ્યાર્થીઓ ગુજરાતીભાષા સંબંધિત સૂત્રોના બોર્ડ લઈને, ગુજરાતી ભાષાના અવનવા નારા ઉચ્ચારીને ગૂજરાત વિદ્યાપીઠથી માતૃભાષા રેલીની શરૂઆત કરવામાં આવી. ગુજરાતી ભાષાના વિવિધ મજાના નારા જેવા કે “આપણી ભાષા માતૃભાષા”, “વિચારનું શસ્ત્ર માતૃભાષા”, “૧ ૨ ૩ ૪ ગુજરાતી ભાષાનો જય જયકાર”, “૫ ૬ ૭ ૮ ગુજરાતીનો ઠાઠમાઠ”, “સોડા, લેમન, કોકાકોલા, ગુજરાતીની બોલંબોલા” વગેરે રેલી દરમ્યાન ગુંજતા રહ્યા.

સૌ કોઈએ માતૃભાષા રેલી ગૂજરાત વિદ્યાપીઠથી શરૂ કરીને ગુજરાતી સાહિત્ય પરિષદ સુધી ઘણી ઉત્સાહભેર વિવિધ નારા સાથે પૂર્ણ કરી.

ગુજરાતી સાહિત્ય પરિષદના દ્વાર પર આ રેલીનું શિક્ષિકા અને વિદ્યાર્થીનીઓ દ્વારા તિલક-ફૂલહારથી સુંદર સ્વાગત કરવામાં આવ્યું. આ રેલી પૂર્ણ થયા બાદ માતૃભાષા સભા સાહિત્ય પરિષદના જે હૉલમાં રાખવામાં આવી હતી ત્યાં સૌ કોઈએ શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું.

માતૃભાષા કાર્યક્રમની શરૂઆત ગાયક નરેન્દ્રભાઈ અને તેમના સહાયક તબલાવાદક ભાઈ દ્વારા રજૂ કરાયેલાં ગુજરાતી ભાષાના બે ઘણાં જ સુંદર હાથ પણ થનગનવા લાગે તેવા ગીતોથી થઈ. આ કાર્યક્રમ દરમ્યાન આમંત્રિત મહેમાનો, યજમાન દ્વારા માતૃભાષા સંબંધિત પ્રવચન થયાં. આ પ્રવચનો ગુજરાતી ભાષા માટે કંઈક કરીએ તેવા પ્રભાવિત હતાં.

ગુજરાત વિશ્વકોશના શ્રી કુમારપાળ દેસાઈએ તેમના પ્રવચનમાં ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાની પ્રશંસા કરી કે તેમના દ્વારા રચાયેલ ગુજરાતીલેક્સિકોન દ્વારા 2 કરોડ જેટલા લોકોએ ગુજરાતી શબ્દો જોયાં જે ભાષાપ્રેમીઓ માટે ઘણી ગર્વની બાબત છે, અને શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણીએ પણ તેમના પ્રવચનમાં જણાવ્યું કે હવે ગુજરાતી ભાષા પણ ટેકનોલોજી સાથે જોડાઈ રહી છે.

માતૃભાષા દિવસે સાબરમતી કન્યા વિદ્યાલયની શિક્ષિકા અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગૌરવ સાથે માતૃભાષા પ્રતિજ્ઞા લેવાઈ તેમાં સૌ કોઈએ સારો સહકાર આપ્યો.

ત્યારબાદ નવસર્જક એકેડેમીના બાળકો અને છાયાબહેન ત્રિવેદી દ્વારા લખાયેલ ગુજરાતી ભાષાનું મહત્ત્વ દર્શાવતું ગુજરાતી નાટક “ગુજરાતી મોરી મોરી રે” ભજવવામાં આવ્યું. આ નાટક દરમ્યાન બાળકોએ ઘણો જ પ્રભાવશાળી દેખાવ કર્યો જેથી આખો હૉલ તાળીઓના ગડગડાથી ગુંજી ઊઠ્યો. આ નાટક સાથે માતૃભાષા કાર્યક્રમ પૂર્ણ થયો.

ખરેખર, ગુજરાતી ભાષા સંબંધિત રજૂ થતા આવા કાર્યક્રમો દ્વારા આપણી ગુજરાતી ભાષાના સંવર્ધન માટે જે પ્રયાસો થાય છે તે ગર્વની બાબત છે.

જય જય ગરવી ગુજરાત

One Response to “માતૃભાષા કાર્યક્રમનો ટૂંકો અહેવાલ” »

  1. Comment by ken patel — April 8, 2013 @ 1:51 pm

    ગુજરાત ના હિન્દી પ્રચાર કેન્દ્રો ને એટલું જ કહેવાનું છે કે અમારી ગુજરાતી લીપી સરળ છે અને અમે હિન્દી અને સંસ્કૃત અમારી લીપી માં જ ભણીશું.જો હિન્દી ભાષી બાળકો બે લીપીમાં શિક્ષણ મેળવતા હોય તો ગુજરાતી બાળકો કેમ નહી ?બીજું ગુજરાતી શિક્ષણ ખાતાને જ આજ નિતી અપનાવવાની જરૂર છે .

    હવે બતાવો , આપણી ગુજરાતી લીપીમાં એવી શું ખામી છે કે આ શક્ય નથી ?ગુજરાતી લીપી ને હિન્દીની જેમ પૂર્ણવિરામ,શીરોરેખા અને આંકડાઓનું કોઈ બંધન નથી.

    ગુજરાત સરકાર પણ માનેછે કે હિન્દી રાષ્ટ્રભાષા નથી પણ એક ગુજરાતી જેવીજ બહુજન પ્રાંતીય ભાષા છે.

    ગુજરાતી શિક્ષકો એ આ બાબતમાં સક્રિય બનવું જોઈએ અને ગુજરાતી લીપી અને સાહિત્યને રાષ્ટ્રીય સ્તરે લઇ જવાનો પ્રયત્ન કરવો જોઈએ .

    કોઈપણ વિષય ગુગ્લ્સ માં ત્રણે ભાષામાં શોધો ,જે ભાષા વધુ માહિતી આપે તે જાણવી જરૂરી છે અને નહિ જાણવી હોય તો તેનો સરળ અનુવાદ પણ મેળવવા પ્રયત્ન કરવો.

    બીજું ગુજરાતી,હિન્દી અંગ્રેજી માધ્યમ માં ભણતા બાળકો ના એક થી સાત ધોરણ ના પુસ્તકો ની સરખામણી કરો.કયું મીડીયમ વધુ જ્ઞાન અને સગવડ આપેછે? શા માટે ?બધાજ મીડીયમ ની શાળાઓનો અભ્યાસક્રમ સરખો છે કે નહિ તે તપાસો
    અભાર સાથે ,
    kenpatel.wordpress.com
    saralhindi.wordpress.com
    http://iastphoneticenglishalphabet.wordpress.com/

    અભાર સાથે ,

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment