Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

તા. ૧૨/૩/૨૦૧૯નો શબ્દ

March 11th, 2019 by GujaratiLexicon Team | No Comments »

બાળક જ્યારે નાનું હોય અને શાળાએ જવાનું શરૂંં કરે ત્યારે તે શાળામાં રોજ નિતનવા શબ્દો અલગ અલગ ભાષાના શીખે છે.

આપણે પણ અત્યારસુધીમાં અંગ્રેજી, ગુજરાતી, હિંદી વગેરે જેવી ભાષાના ઘણા શબ્દો શીખ્યા. તેમાંના ઘણાંં આપણને યાદ હોય છે અને ઘણાંં સ્મૃતિમાંથી વીસરાઈ જતાં હોય છે.

આજનો શબ્દ દ્વારા અમે આવાં થોડાં ઓછાં પ્રચલિત બનેલા અથવા વપરાશમાંથી નામશેષ થઈ રહ્યા હોય તેવા શબ્દોને ફરીથી જીવંત કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. અહીં તમને એ શબ્દ તેનો અર્થ શક્ય હશે તો તેનો અંગ્રેજી અર્થ અને ઉદાહરણ સ્વરૂપ વાક્યપ્રયોગ પણ આપીશું. આ ઉપરાંત આ શબ્દથી શરૂ થતાં અન્ય શબ્દોની યાદી અથવા તેની લિંક આપવાનો પ્રયત્ન કરીશું.

આજનો શબ્દ છે : ખસૂસ

ખસૂસ : ખાસ કરીને, જરૂરથી, ખચિત (certainly; of course; particularly)

વાક્યપ્રયોગ : સ્વતંત્રતાને નામે ઓળખાતી વસ્તુની હિંસા વડે અને તેથી ખસૂસ અસત્યનાં સાધનો વડે થતી રચનાના પ્રયાસો કેટલા બધા દુ:ખદાયક હોય છે – રચનાત્મક કાર્યક્રમમાંથી

ખસૂસ શબ્દ ઉપરથી શરૂ થતાં અન્ય શબ્દો :

ખસૂસન

ખસૂસિયત

જો આપ રોજ આપના વ્હોટસએપમાં આજનો શબ્દ મેળવવા માંગતા હોવ તો અમને આપનો વ્હોટસએપ નંબર +91 6353414963 ઉપર મેસેજ કરો.

No Response to “તા. ૧૨/૩/૨૦૧૯નો શબ્દ” »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment